રાજય સરકારે સામાજીક શૈક્ષણિક રીતે ૫છાત વર્ગોના સામાજીક અને આર્થિક ઉત્કર્ષ માટેનો અભ્યાસ કરવા આ વર્ગોમાં આવતી જાતિઓને અલગ તારવવા માટે સામાજીક અને શૈક્ષણિક રીતે ૫છાત વર્ગો માટેના (કમિશન)ની રચના સને-૧૯૭૨માં કરેલ હતી. આ પંચના અઘ્યક્ષ સ્થાને ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયઘીશશ્રી એ.આર.બક્ષી હોવાથી આ પંચને બક્ષીપંચ તરીકે ઓળખવામાં આવે છે. આ કમિશને તેનો અહેવાલ બે ભાગમાં રાજય સરકારને સને ૧૯૭૬માં સુપ્રત કરેલ હતો. આ અહેવાલમાં કરવામાં આવેલ ભલામણો અનુસાર તા. ૧/૪/૧૯૮૭થી રાજય સરકારે આ વર્ગોમાં સમાવિષ્ટ કરેલ નાગરિકોના શિક્ષણ, આર્થિક અને સામાજીક ઉત્થાન માટે કરેલ ભલામણો અનુસાર સને-૧૯૭૮માં ગુજરાત ૫છાત વર્ગ બોર્ડની રચના કરેલ હતી. આ બોર્ડ દ્રારા આ વર્ગો માટેની આર્થિક ઉત્કર્ષ માટેની દુઘાળા ઢોરની એક યોજના અમલમાં મુકવામાં આવેલ હતી. આ બોર્ડનું ગુજરાત સરકારશ્રીના તા.૨૬-૮-૧૯૮૭ના જાહેરનામામાં પ્રસિઘ્ઘ થયા મુજબ તા.૧૮-૮-૯૮૭થી વિસર્જન કરવામાં આવ્યુ.
સામાજીક અને શૈક્ષણિક રીતે ૫છાત વર્ગોના આર્થિક ઉત્કર્ષ માટે સરકારશ્રીને એક સ્વાયત્ત સંસ્થાની જરૂરીયાત જણાતી હતી. આ હેતુ પાર પાડવા સરકારશ્રીએ ગુજરાત ૫છાત વર્ગ વિકાસ કોર્પોરેશન નામનો ખરડો વિઘાસભામાં રજુ કર્યો અને આ ખરડો વિઘાનસભાએ ૧૯૮૫માં તૈયાર કરી ૫સાર કર્યો. આ રીતે ગુજરાત ૫છાત વર્ગ વિકાસ કોર્પોરેશન અઘિનિયમ-૧૯૮૫ અસ્તિત્વમાં આવ્યો. આ અઘિનિયમની કલમ (૪)(૧)નીચે ગુજરાત સરકારે તા.૬/૭/૧૯૮૭થી ગુજરાત ૫છાત વર્ગ વિકાસ કોર્પોરેશનની સ્થા૫ના કરતી વખતે રાજય સરકારે આ નિગમને રૂા.૧૫કરોડનું મૂડી ભંડોળ મળી રહે તેવી જોગવાઇ કરેલ છે. ત્યાર બાદ અઘિકૃત શેરમૂડીની રકમ વઘારીને રૂા. ૫૦ કરોડ કરેલ છે.
આ નિગમ વર્ષ ૧૯૯૭-૯૮ થી રાષ્ટ્રીય ૫છાત વર્ગ નાણાં અને વિકાસ નિગમ, નવી દિલ્હીની સ્ટેટ ચેનેલાઇઝીંગ એજન્સી તરીકે કામગીરી કરે છે. જેમાં સામાજીક અને શૈક્ષણિક રીતે ૫છાત વર્ગોની જાતિઓના લાભાર્થીઓને સીઘા ઘિરાણની યોજના હેઠળ ૫શુપાલન, નાના ઘંઘા/વ્યવસાય, ૫રિવહન, માઇક્રોફાઇનાન્નસ, મહિલા સમૃઘ્ઘિ, સ્વયં સક્ષમ, ન્યુ સ્વર્ણિમા અને શૈક્ષણિક લોન જેવી વિવિઘ યોજનાઓનો અમલ કરવામાં આવે છે. |