Top
ન્યુસ્વર્ણિમા યોજના
હેતુ
  • ગરીબી રેખા હેઠળ જીવતા પછાત વર્ગોની મહિલાઓ માટે સ્વરોજગાર કરી આત્મનિર્ભર થવા મહિલાઓ માટે ખાસ યોજના.
  • આ યોજના અંતર્ગત મહિલા લાભાર્થીએ પોતાની પસંદગીનો ધંધો કરવાનો રહેશે.
લોન મેળવવાની પાત્રતા
  • અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઇએ
  • અરજદારના કુંટુંબની કુલ વાર્ષીક આવક રૂ. ૩,૦૦,૦૦૦/-થી વઘુ ન હોવી જોઇએ. ૫રંતુ રૂ. ૧,૫૦,૦૦૦/- સુઘીની આવક ઘરાવતા અરજદારોને અગ્રતા આ૫વામાં આવશે.
  • અરજદારની ઉંમર અરજીની તારીખે ર૧ થી ૪પ વર્ષ સુધીની હોવી જોઇએ
  • અરજદારને તાંત્રિક તથા અન્ય કુશળતા માગી લેતા ધંધાના અનુભવ ઘરાવતા હોવા જોઇએ
યોજનાની મુખ્યમ લાક્ષણિકતાઓ
  • આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂ. ૧,૦૦,૦૦૦ સુધીની
  • આ યોજનાઓમાં વ્યાજનો દર વાર્ષિક ૫ ટકા રહેશે.
  • આ યોજનાઓમાં યુનિટ કોસ્ટના ૯૫ ટકા લોન આપવામાં આવશે જેમા ૯૫ ટકા રાષ્ટ્રીય નિગમના,૫ ટકા રાજય સરકાર/લાભાર્થી ફાળાની રકમ રહેશે
  • આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે.