Top
નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના
 
લાભ કોને મળી શકે ?
 • નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોને આર્થિક સહાય યોજના રાજ્યમાં તા.૦૧/૦૪/૧૯૭૮ થી અમલમાં છે
 • ૬૦ વર્ષ કે તે કરતા વધુ વયના નિરાધાર વૃધ્ધ વ્યક્તિઓ
 • ૨૧ વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ.
 • જો પુખ્ત વયનો પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી, જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તો લાભ મળી શકે.
 • અરજદારની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.,૧,૨૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
 • ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ.
લાભ શુ મળે ?
 • અરજદારની ઉમર ૬૦ વર્ષ કે તેથી વધુ ઉમર હોય તો માસિક રૂ. ૭૫૦/-
 • લાભાર્થીને સહાયની રકમ લાભાર્થીના એકાઉન્‍ટમાં ડી.બી.ટી. ધ્‍વારા જમા કરાવવામાં આવે છે.
અરજીપત્રક ક્યાંથી મળશે ?
 • અરજીપત્રક વિના મુલ્યે નીચેની કચેરીમાં પ્રાપ્ત છે.
 • જિલ્લા કલેક્ટર કચેરી.
 • પ્રાન્ત કચેરી.
 • તાલુકા મામલતદાર કચેરી અને જન સેવા કેન્‍દ્ર.
અરજી મજૂર કરવાની સત્તા કોને છે ?
 • અરજદારની મળ્યેથી તેની ચકાસણી થયા બાદ તાલુકા મામલતદારને અરજી મંજૂર / નામંજૂર કરવાની સત્તા સોંપવામાં આવેલ છે.
સહાય ક્યારે બંધ થાય.
 • ૨૧ વર્ષનો પુત્ર થતાં.
 • વાર્ષિક આવક વધુ થતાં.
 • લાભાર્થી નું આવસાન થતાં
અપીલની જોગવાઈ
 • અરજી નામંજૂર થતા પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરવાની જોગવાઈ છે.