સંભાળ અને રક્ષણની જરૂરિયાત વાળા બાળકોને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના આદેશથી તથા કાયદા સાથે સંઘર્ષમાં આવેલ બાળકોને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના આદેશથી સંસ્થામાં પ્રવેશ આપવામાં આવેલ છે. સંસ્થામાં બાળકોને પ્રવેશ સમયે મેડિકલ કરાવવામાં આવે છે. સંસ્થામાં તાત્કાલિક વૈદકીય સારવાર મળી રહે તે હેતું થી જિલ્લાઓમાં સંસ્થાઓ ધ્વારા નજીકના સિવીલ સેન્ટર, અર્બન હેલ્થ સેન્ટરો અને નજીકના સરકારી હોસ્પિટલો ધ્વારા મેડિકલ સારવાર લેવામાં આવે છે. તથા જુવેનાઇલ જસ્ટિસ એકટ મુજબ આરોગ્ય પ્રદ જમવાનું આપવામાં આવે છે. હાલ રાજ્યમાં ચિલ્ડ્રન હોમ, ઓબ્ઝર્વેશન હોમ, પ્લેસ ઓફ સેફ્ટી, સ્પેશ્યલ એડોપ્શન એજન્સી(શિશુગૃહ), સ્પેશ્યલ હોમ ઓપન શેલ્ટર હોમ , ઘોડીયાઘર વિગેરે પ્રકારની સરકારી અને સ્વૈચ્છિક બાળ કલ્યાણ સંસ્થાઓ કાર્યરત છે. |