Top
કૃષિ સંપદા યોજના
 
લોન મેળવવાની પાત્રતા
  • અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે ઠાકોર અથવા કોળી જાતિના હોવા જોઇએ.
  • તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂા. ૩ લાખ સુધીની રહેશે, જેમાં રૂા. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
  • અરજદારે વ્યાવસાયિક શિક્ષણ / તાલીમ પ્રાપ્તા કરેલી હોવી
  • અરજદારની ઉંમર અરજીની તારીખે ૧૮ વર્ષ થી ૩પ વર્ષ સુધીની હોવી જોઇએ.
 
યોજનાની મુખ્યમ લાક્ષણિકતાઓ
  • આ યોજના માટે લોનની મહત્તતમ મર્યાદા રૂા.૫૦,૦૦૦ સુધીની
  • આ યોજનાઓમાં વ્યાજનો દર વાર્ષીક ૫ ટકા રહેશે.
  • આ યોજનાઓમાં યુનિટ કોસ્ટિના ૯૫ ટકા લોન આપવામાં આવશે જેમા ૯૫ ટકા કેન્દ્દીય નિગમના,૫ ટકા રાજય સરકાર/લાભાર્થી ફાળાની રકમ રહેશે
  • આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તા માં ભરપાઇ કરવાની રહેશે.
 
ઉપરોકત સીધા ધિરાણની યોજનાઓમાં લાભાર્થી પસંદ કરવા માટે સરકારશ્રીના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના તા. રપ/૩/૦૮ ના ઠરાવ ક્રમાંક : સશપ-૧૦ર૦૦૭-પ૦-અ.૧ ની નીચે મુજબના સભ્યોની લાભાર્થી પસંદગી સમિતિની રચના કરવામાં આવેલ છે.
 
(૧) રૂ. ૧.૦૦ લાખ સુધીના સીધા ધિરાણ માટે લાભાર્થીઓની પસંદગી માટે નીચે દર્શાવ્યા મુજબની સમિતિ છે.
 
ડેટા ટેબલ કૃષિ સંપદા યોજના
ક્રમ અધિકારીનો હોદો સમિતિમાં હોદો
નિગમના મેનેજીંગ ડિરેકટરશ્રી કન્‍વીનર
નિગમના અન્‍ય અધિકારી સભ્‍ય
નિગમની કામગીરી સાથે સંકળાયેલા સંયુકત સચિવ/નાયબ સચિવશ્રી અથવા તેઓશ્રીના પ્રતિનિધિ સભ્‍ય
નિગમની કામગીરી સાથે સંકળાયેલા સંબંધિત ખાતાના વડા નિયામકશ્રી અથવા તેઓશ્રીના પ્રતિનિધિ સભ્‍ય
 
(૨) ૧.૦૦ લાખથી વધુ રકમના સીધા ધિરાણ માટે લાભાર્થીઓની પસંદગી માટે નીચે દર્શાવ્યા મુજબની સમિતિ છે.
 
ડેટા ટેબલ કૃષિ સંપદા યોજના
ક્રમ અધિકારીનો હોદો સમિતિમાં હોદો
વિભાગના સચિવશ્રી/અગ્રસચિવશ્રી અને હોદાની રૂએ નિગમના અધયક્ષશ્રી સમિતિના અધ્‍યક્ષશ્રી
નિગમના ઉપાધ્‍યક્ષશ્રી સભ્‍ય
નિગમના મેનેજીંગ ડીરેકટરશ્રી કન્‍વીનર
નિગમની કામગીરી સાથે સંકળાયેલ સંયુકત સચિવ/નાયબ સચિવશ્રી સભ્‍ય
નાણાં સલાહકારશ્રી, સામાજીક ન્‍યાય અને અધિકારીતા વિભાગ   સભ્‍ય
નિગમની કામગીરી સાથે સંકળાયેલા સંબંધિત ખાતાના વડા નિયામકશ્રી સભ્‍ય
 
(૩) શૈક્ષણિક લોન મંજૂર / ના મંજુર કરવાની સત્તા મેનેજીંગ ડીરેક્ટરશ્રી. ને આપવામાં આવેલ છે.