| હેતુ | 
  |  કૃષિ અને તે અંગેની પ્રવૃત્તિઓ , લઘુ ઉદ્યોગ, કલાકારીગરી અને વંશપરંપરાગત વ્યવસાય તેમજ સેવા પ્રકારના ધંધા/વ્યવસાય માટે વધુમાં વધુ રૂ.૧૫,૦૦,૦૦૦/- સુધી લોન આપવામાં આવે છે. | 
  | લોન મેળવવા માટેની પાત્રતા | 
  |  અરજદાર ઠાકોર યા કોળી જાતિના હોવા જોઇએતા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂા. ૩ લાખ સુધીની રહેશે, જેમાં રૂા. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્યવસાયના કિસ્સામાં અનુભવ હોવો જરૂરી છેઅરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે | 
  | યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ | 
  |  આ યોજનામાં લોનની વધુમાં વધુ રકમ રૂ.૧૫,૦૦,૦૦૦/- સુધીની છે.આ યોજનામાં સરકારશ્રી દ્વારા વખતોવખત નકકી થયેલ વ્યાજદર લાગુ પડશેઆ યોજના હેઠળ ધંધા/ વ્યવસાયની રકમની ૯પ % લોન આપવામાં આવશે. જયારે લાભાર્થીએ પ% પોતાનો લાભાર્થી ફાળો આપવાનો રહેશે.આ લોનની રકમ વ્યાજસહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે |