Top
ડેટા ટેબલ પ્રશ્નોત્તરી
ક્રમ અરજદારના પ્રશ્‍નો પ્રશ્‍નોનું નિરાકરણ
લોન માટે કયારે જાહેરાત આપવામાં આવે છે ? રાષ્‍ટ્રીય પછાત વર્ગ નાણા અને વિકાસ નિગમ,નવી દિલ્‍હી તરફથી ફંડ આપવામાં આવ્‍યા બાદ જાહેરાત આપવામાં આવે છે.
લોન અંગેની જાહેરાત કયા કયા પેપરમાં આપવામાં આવે છે ? સામાન્‍ય રીતે રાજયકક્ષાએ વધુ વાંચવામાં આવતાં એક કે બે પેપરોમાં જાહેરાત આપવામાં આવે છે.
લોન અરજી કયાંથી મળશે. ? દૈનિક વર્તમાનપત્રોમાં જાહેરાત પ્રસિધ્‍ધ થયાબાદ જે તે જીલ્‍લાના જીલ્‍લા નાયબ નિયામકશ્રી/જીલ્‍લા સમાજ કલ્‍યાણ અધિકારીશ્રી(વિ.જા)ની કચેરીએથી અરજી ફોર્મનું વિતરણ કરવામાં આવે છે.
અરજી ફોર્મની કિંમત હોય છે ? અરજી ફોર્મની કિંમત અરજી ઉપર લખવામાં આવેલ હોય છે.
અરજી ફોર્મ ભરીને કયા આપવા પડે ? જે તે જીલ્‍લાના જીલ્‍લા નાયબ નિયામકશ્રી/જીલ્‍લા સમાજ કલ્‍યાણ અધિકારીશ્રી(વિ.જા)ની કચેરીએ ભરેલ અરજી ફોર્મ નિયત કરેલ તારીખ સુધીમાં જમા કરવાના રહે છે.
લોન કોને કોને મળી શકે ? આ લોન ઠાકોર અને કોળી તથા તે પૈકીની પેટાજાતિના અરજદારોને કે જેમની ઉંમર અરજીની તારીએ ૨૧ થી ૪૫ વર્ષની વચ્‍ચે હોય અને તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂા. ૩ લાખ સુધીની રહેશે, જેમાં રૂા. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
કઇ કઇ યોજનાઓમાં કેટલી લોન મળે શકે ? આ અંગેની વિગતો યોજનાઓના પેજ પર આપેલ છે.
આ લોન મેળવવા કયા કયા દસ્‍તાવેજો રજુ કરવા પડે ? આ લોન મેળવવા અરજદારે નીચે જણાવ્‍યા મુજબના દસ્‍તાવેજો આપવા જરૂરી છે. (૧) અરજદારના નામનો સક્ષમ અધિકારીશ્રીનો જાતિનો દાખલો. (૨) અરજદારના કુંટુંબની અગાઉના વર્ષની વાર્ષિક આવકનો સક્ષમ અધિકારીશ્રીનો દાખલો. (૩) ઉંમરના પુરાવા તરીકે શાળા છોડયાનું પ્રમાણપત્ર અથવા મેડીકલ ઓફીસરનો દાખલો. (૪) રેશનકાર્ડ અને ચુંટણીકાર્ડની પ્રમાણિત નકલ. (૫) અનુભવના દાખલાની પ્રમાણિત નકલ. (૬) અરજદારની લોન કરતાં બમણી કિંમતની મીલકત ધરાવતાં બે જામીનદારો. (૭) રાષ્‍ટ્રીયકૃત બેંકના ૧૦ કોરા ચેક. (૮) અરજદાર અથવા જામીનદારની મીલકત ઉપર બોજાનોંધ.
લોન અરજી કોણ મંજુર કરી શકે ? લોન અરજી લાભાર્થી પસંદગી સમિતિ દ્વારા મંજુર કરવામાં આવે છે અને આ લાભાર્થી પસંદગી સમિતિ એક અધ્‍યક્ષ,એક ઉપાધ્‍યક્ષ,મેનેજીંગ ડીરેકટર અને બાકીના સરકારી અધિકારીશ્રીઓની બનેલી હોય છે. શૈક્ષણિક લોન મંજૂર / ના મંજુર કરવાની સત્તા મેનેજિંગ ડિરેક્ટરશ્રી. ને છે.
૧૦ લાભાર્થી પસંદગી સમિતિ દ્વારા કયા ધોરણો/માપદંડો મુજબ અરજી મંજુર કરવામાં આવે છે ? વિધવા/ત્‍યકતા મહિલા,વિકલાંગો અરજદારોને અગ્રીમતા આપવામાં આવે છે. અને જાહેરાતમાં દર્શાવવામાં આવેલ યુનિટની મર્યાદામાં દરેક જીલ્‍લાઓમાંથી પ્રમાણસર લોન અરજી મંજુર કરવામાં આવે છે.
૧૧ લોન મંજુરીની પ્રક્રિયા શું છે ? સૌ પ્રથમ અરજદારોની અરજીઓને જીલ્‍લા પ્રમાણે ગોઠવી, ક્ષતિરહિત અને ક્ષતિવાળી યાદી તૈયાર કરવામાં આવે છે.ત્‍યારબાદ લાભાર્થી પસંદગી સમિતિ સમક્ષ આ યાદી મુકવામાં આવે છે.લાભાર્થી પસંદગી સમિતિ દ્વારા આ તમામ અરજીઓનું નિરિક્ષણ કર્યા બાદ જીલ્‍લા પ્રમાણે રજૂ કરેલ દસ્તાવેજો ને ધ્યાનમાં લઈને અરજી મંજુર / ના મંજુર કરવામાં આવે છે.
૧૨ લોન મંજુરીની જાણ કેવી રીતે થાય ? અરજદારની લોન લાભાર્થી પસંદગી સમિતિ દ્વારા મંજુર થયા બાદ ટપાલ દ્વારા લોન મંજુરીની જાણ કરી દસ્‍તાવેજો કરવા બોલાવવામાં આવે છે.
૧૩ ડોકયુમેન્‍ટસ પુર્ણ કર્યા બાદ કેટલા સમયમાં લોન મળશે ? અરજદારની લોનના તમામ ડોકયુમેન્‍ટસ પુર્ણ થઇ ગયા બાદ લાભાર્થી પાસેથી લાભાર્થી ફાળાની રકમ મળતાં ફંડની ઉપલબ્‍ધતા મુજબ આપવામાં આવે છે.
૧૪ આ લોન માટે કેવા જામીન આપવા પડે ? લોન માટે જામીન આપવા પડે. જામીનદારો પાસે સ્‍થાવર મીલકત જેવી કે જમીન અથવા મકાન હોવું જરૂરી છે.સરકારી જામીનદારે નમુના મુજબનું પ્રમાણપત્ર આપવાનું રહે છે.
૧૫ બોજાનોંધ કરાવવી પડે ? અરજદાર પાસે લોનની કિંમતથી દોઢ ગણી મિલકત ઉપર અથવા બંને જામીનદારોમાંથી એક જામીનદારની મિલકત ઉપર બોજાનોંધ કરાવી શકાય છે.
૧૬ આ લોનમાં સબસીડી આપવામાં આવે છે ? આ નિગમની લોન ૪ થી ૬ ટકાના નજીવા વ્‍યાજદરે આપવામાં આવે છે. તેમા સબસીડી મળવાપાત્ર નથી.
૧૭ કેટલા હપ્‍તામાં લોન પુર્ણ કરવાની થાય છે ? આ અંગેની વિગતો યોજનાઓના પેજ પર આપેલ છે.
૧૮ લોનના હપ્‍તા કયાં અને કેવી રીતે ભરવાના હોય છે ? નિયત કરવામાં આવેલ દેના બેંકની શાખામાં નિગમ દ્વારા આપવામાં આવેલ બેંકબુકથી અથવા મેનેજીંગ ડીરેકટરશ્રી,ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ,ગાંધીનગરના નામનો ડ્રાફટ કઢાવી અથવા નિગમની કચેરીએ રૂબરૂમાં આવી લોનના હપ્‍તા ભરી શકાય છે.
૧૯ ડ્રાફટ કયાંથી કઢાવવો પડે ? દરેક બેંકમાંથી ડ્રાફટ કઢાવી શકાય છે.
૨૦ બોજાનોંધ કયાંથી કઢાવવી પડે ? જો મકાન ઉપર બોજો નોંધાવવો હોય તો તલાટી પાસેથી તથા જો જમીન ઉપર બોજો નોંધાવવો હોય તો નાયબ મામલતદાર પાસે બોજાનોંધ કરાવવી પડે.
૨૧ એક જ કુંટુંબમાંથી એક કરતાં વધુ વ્‍યકિતને લોન મળી શકે ? જયા સુધી એક વ્‍યકિતની લોન પુરી ન થાય ત્‍યા સુધી કુટુંબની અન્‍ય વ્‍યકિતને લોન મળવાપાત્ર નથી.
૨૨ લોન અંગે ભરેલ હપ્‍તાની વિગતો જાણવા મળે ? નિગમની કચેરીએથી માહીતી મેળવી શકાય છે.
ઉપરની પશ્નોતારી માં કોઈ પણ નિર્ણય અરજદારના કેસની હકીકતોના ગુણદોષ તેમજ પ્રવર્તમાન નિયમોને અધીન રહેશે. શૈક્ષણિક લોનમાં વિદ્યાર્થીની શૈક્ષણિક કારકિદીને ધ્યાનમાં લેવામાં આવશે.