Top
શિલ્પ સંપદા યોજના
 
હેતુ
  • આ યોજના વ્યવસાયિક શિક્ષણ / પ્રશિક્ષણ પાપ્ત કરનાર ઠાકોર અથવા કોળી જાતિના યુવાનોમાં આત્મઓનિર્ભરતાની ભાવના કેળવવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ નિગમ પાત્રતા ધરાવતા યુવાનોને સ્વ રોજગાર ઉભો કરવા માટે ઓછા વ્યાજદરે લોન સહાય પુરી પાડે છે.
લોન મેળવવાની પાત્રતા
  • અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે ઠાકોર અથવા કોળી જાતિના હોવા જોઇએ.
  • તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂા. ૩ લાખ સુધીની રહેશે, જેમાં રૂા. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
  • અરજદારે વ્યાવસાયિક શિક્ષણ / તાલીમ પ્રાપ્તા કરેલી હોવી
  • અરજદારની ઉંમર અરજીની તારીખે ૧૮ વર્ષ થી ૩પ વર્ષ સુધીની હોવી જોઇએ.
યોજનાની મુખ્યમ લાક્ષણિકતાઓ
  • આ યોજના માટે લોનની મહત્‍તમ મર્યાદા રૂ. ૧૦,૦૦,૦૦૦ સુધીની છે.
  • આ યોજનાઓમાં વ્‍યાજનો દર રૂા.૫,૦૦,૦૦૦/- સુધીની લોન માટે વાર્ષિક ૬ ટકા અને રૂા.૫,૦૦,૦૦૦/- થી ઉપર અને રૂા.૧૦,૦૦,૦૦૦/- સુધીની લોન માટે વાર્ષિક ૮ ટકાનો રહેશે.
  • આ યોજનાઓમાં યુનિટ કોસ્‍ટના ૮૫ ટકા લોન આપવામાં આવશે જેમા  ૮૫ ટકા કેન્દ્દીય નિગમના,૧૦ ટકા રાજય સરકારના અને પ ટકા લાભાર્થી ફાળાની રકમ રહેશે.
  • આ લોન વ્‍યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્‍તામાં ભરપાઇ કરવાની રહેશે