Top
પૂજય ઠક્કરબાપા સફાઈ કામદાર પુનઃ સ્થાપન યોજના
 
રાજય સરકારશ્રીની પૂજય ઠકકરબાપા સફાઈ કામદાર પુનઃ સ્થાપન યોજના હેઠળ નીચે મુજબની જોગવાઈઓ છે.
 • રાષ્ટ્રીય સફાઈ કર્મચારી નાણાં અને વિકાસ નિગમ નવી દિંલ્હીની સીધા ધિરાણ યોજના હેઠળ નિગમ દ્વારા આપેલ ધિરાણના માર્જીનમની રકમ (લાભાર્થી ફાળો) બિનવ્યાજકીય લોન પેટે આ જોગવાઈમાંથી આપવામાં આવે છે. ઉપરાંત આ જોગવાઈમાંથી નિગમ દ્વારા કરેલ ધિરાણના યુનિટ કોસ્ટની મર્યાદામાં રહીને ઓછામાં ઓછા રૂ. ૧૦,૦૦૦/ અને વધુમાં વધુ રૂ. ૭પ,૦૦૦/ સુધી સબસીડી આપવામાં આવે છે
 • પૂજય ઠકકરબાપા સફાઈ કામદાર પુનઃ સ્થાપન યોજના અંતર્ગત મહાનગરપાલિકા/નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને માલિકના ધોરણે ફાળવેલ વ્યકિતગત મકાનોના રીપેરીંગ માટે સંબંધિત મહાનગરપાલિકા/નગરપાલિકા દ્વારા દરખાસ્ત કર્યેથી સફાઈ કામદારને વ્યકિતગત બિનવ્યાજકીય લોન આપવામાં આવે છે. આ ઉપરાંત આવી વસાહતોના મકાનોની સીડી, કઠેડો, ધાબાની પેરાફીટ તથા કોલોનીના સાર્વજનિક જાજરૂના રીપેરીંગ માટે તથા સફાઈ કામદારોની વસાહતોના વાતાવરણમાં સુધારણા કરવા માટે સહાય આપવામાં આવે છે.
 • રાજયના સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના સફાઇ કામદારો માટે વીમા કવચની જોગવાઈ પણ આ યોજના હેઠળ કરવામાં આવી છે. જેમાં વ્યકિતગત રૂ. ૧.૦૦ લાખ ના અકસ્માત વીમા કવચ આપવામા આવે છે. તા. ૧/૪/૦૮ થી નાણાવિભાગ ઘ્વારા સમ્રગ રાજયનાએક સમાન ધોરણે વીમાકવચની યોજનાઓ અમલ કરવામા આવ છે. આ યોજના હેઠળ ૮૦૦૦૦ સફાઇ કામદાર માટેનુ વીમા પ્રિમીયમ નિગમ ઘ્વારા ચૂકવવામા આવે છે.
 • આવાસ યોજના : ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ઘ્વારા પૂજય ઠકકરબાપા સફાઈ કામદાર પુનઃ સ્થાપન યોજના અંતર્ગત પ્રસ્થાપિત આ યોજનાને ‘‘ર્ડા. આંબેડકર આવાસ યોજના‘‘ તરીકે ઓળખવામાં આવે છે.
હેતુ
 • આ યોજનાનો હેતુ સફાઈ કામદાર કે તેઓના આશ્રિતો પૈકીના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘર વિહોણા લોકોને સમયબઘ્ધ કાર્યક્રમ રૂપે તબકકાવાર આવાસો પુરા પાડવાનો છે.
પાત્રતાની શરતો
 • ગ્રામ પંચાયતના ચોપડે મકાન તરીકે નોંધાયેલ હોય પરંતુ તદ્દન કાચું ગાર માટીનું, ઘાસ પુળાનું, કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ માટે યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર લાભાર્થીને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
 • અરજદારની ઉમર ઓછામા ઓછી ૨૧ વર્ષ હોવી જોઈએ.
 • શહેરી વિસ્તારોમાં શહેરી ગરીબો માટે કે અન્ય યોજના હેઠળ રપ ચો. વાર, ૪૦ ચો. વાર કે ૧૦૦ ચો. વાર સુધી ખુલ્લો પ્લોટ ધરાવનાર કે અન્ય રીતે ફાળવાયેલ રહેણાંકના પ્લોટ, સરકારે ફાળવેલ પ્લોટ અથવા પોતાની માલિકીની જમીનમાં મકાન બનાવે તેને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
 • ગુજરાત ગ્રામ ગૃહિ નિર્માણ બોર્ડ, ગુજરાત હાઉસીંગ બોર્ડ, ગુજરાત સ્લમ કલીયરન્સ બોર્ડ, ગુજરાત હળપતિ અને જમીન વિહોણા ખેત મજુરોનું હાઉસીંગ બોર્ડ, નગરપાલિકાઓ/શહેરી વિકાસ સત્તા મંડળો, હુડકો ઉપરાંત સરકારી કે સરકાર માન્ય એજન્સીની પ્રવર્તમાન યોજના હેઠળ લાભાર્થી મકાન બનાવવા/મકાન ખરીદવા માંગે તો સંબંધિત બોર્ડ કે એજન્સીને અરજી કરવાથી બોર્ડ કે એજન્સીની દરખાસ્તના આધારે મકાન સહાય મંજુર કરવામાં આવશે. અને મંજુર કરેલ રકમ સીધી સંબંધિત બોર્ડ એજન્સી હસ્તક મુકવામાં આવશે, જયારે ખુટતી રકમની જે તે લાભાર્થીએ પોતે વ્યવસ્થા કરવાની રહેશે. પરંતુ આમ કરતાં પહેલા યોજનાની અન્ય શરતો ઘ્યાને લેવાની રહેશે.
સહાયનું ચૂકવણું
 • મકાનની ટોચની કિંમત શહેરી વિસ્તાર માટે રૂ.૭,૦૦,૦૦૦/ અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૫,૦૦,૦૦૦/ રહેશે.
 • આ યોજના હેઠળ મકાન સહાયની રકમ રૂ.૧,૨૦,૦૦૦/ ચૂકવવામાં આવશે જેમાં:
  પ્રથમ હપ્તો અરજી મંજુર કરતી વખતે રૂ. ૪૦,૦૦૦/- લેખે ચુકવવાનો રહેશે.
  બીજો હપ્તો લીંટલ લેવલનું બાંધકામ પૂર્ણ કર્યાનું સમાજ કલ્યાણ નિરીક્ષકનું પ્રમાણપત્ર રજુ કર્યેથી રૂ. ૬૦,૦૦૦/- ચૂકવવાનો રહેશે અને બાંધકામ પૂર્ણ કર્યાનું સમાજ કલ્યાણ નિરીક્ષકનું પ્રમાણ પત્ર રજુ કરે થી બાકીની રકમ રૂ. ૨૦,૦૦૦/- ની ચુકવણી કરવાની રહેશે.
 • અરજદારે બાંહેદરી આપવાની રહેશે. કે છેલ્લા ૨૦ વષૅમાં વિભાગની આ યોજના હેઠળ કે અન્ય વિભાગની યોજના હેઠળ મકાન સહય યોજનાનો લાભ લીદ્યેલ નથી. આ યોજનાનો લાભ મેળવવા સંબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણા અને જિલ્લા મેનેજર, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમનો સંપર્ક કરવાનો રહેશે.
 • શહેરી વિસ્તારમાં Affordable Housing Scheme હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા લાગુ પડશે નહી. એટલે કે તે યોજના હેઠળ જે ટોચ મર્યાદા હશે તે લાગુ પડશે.