Top
મેન્યુઅલ સ્કેવેન્જસૅના પુનઃસ્થાપન માટે સ્વરોજગાર યોજના (SRMS)
 
પ્રસ્તાવના
ભારત સરકારે રાષ્ટ્રીય અગ્રતાના ધોરણે સફાઈ કામદારોના પુનવર્સન માટે સ્વરોજગારની (SRMS) નવી કેન્દ્રીય ક્ષેત્ર યોજના અમલમાં મુકેલ છે.
આ યોજનાની વિગતો
ઉદેશ
યોજનાનો ઉદ્દેશ બાકી રહેલા મેન્યુઅલ સ્કેવેન્જર્સ અને તેમના આશ્રિતોને જેમને હજી મદદ આપવાની છે તેમ ને સમયબઘ્ધ રીતે માર્ચ-ર૦૦૯ સુધીમાં પુન: સ્થાપન કરાવવાનો છે.
મેન્યુઅલ સ્કેવેન્જર્સની વ્યાખ્યા
  • સ્કેવેન્જર્સ નો અર્થ એવી વ્યકિતઓ છે જે મળ અને ગંદકી માથા પર ઉપાડવાના ધૃણિત અને અમાનવિય કામોમાં આંશિક અથવા પૂર્ણ પણે લાગેલા છે.
  • આશ્રિતનો અર્થ એ વ્યકિતઓ છે જે તેમના કુટુંબની સભ્ય છે અથવા તેમના પર આશ્રિત છે઼ આ હકીકતને ઘ્યાને રાખ્યા વગર તેઓ ઉપરોકત ધંધામાં આંશિક અથવા સંપૂર્ણ પણે લાગેલા છે઼ દરેક સ્કેવેન્જર્સ તથા તેમના બાળકો ૧૮ વર્ષના અથવા તેથી મોટા હોય અને કામમાં લાગેલા નથી (મેન્યુઅલ સ્કેવેન્જર્સ સિવાય) તેમનો સર્વે કરીને તેમનો પુનર્વસવાટ કરવામાં આવશે.
યોજનાના મુદ્દાઓ
  • આ યોજના હેઠળ સર્વે કરાયેલા સ્કેવેન્જર્સ તથા તેમના આશ્રિતોને સ્વરોજગારની પ્રવૃતિઓ માટે લોન અને સબસીડી આપવામાં આવશે઼ લાભાર્થીઓને કૌશલ્યના વિકાસ માટે એક વર્ષ સુધી તાલીમ આપવામાં આવશે.
  • લોન બેંકો ઘ્વારા આપવામાં આવશે઼ જેઓ લાભાર્થી પાસેથી આ યોજના હેઠળ નિર્ધારીત વ્યાજદર વસુલ કરશે.
  • લાભાર્થી જો જરૂર હોય તો ફરીવાર અથવા આગળ લોન આપવાની પરવાનગી, વગર મૂડી, સબસીડી વ્યાજ સબસીડી તથા યોજના હેઠળ અન્ય અનુદાન વગર આપી શકાય છે.
ધિરાણનો પ્રકાર
લધુ ધિરાણ (રૂ. રપ,૦૦૦/- સુધી) તથા મુદતી ધિરાણ રૂ.પ૦૦ લાખ સુધી સસ્તા વ્યાજદર પર આપી શકાય છે઼ લધુ ધિરાણ પોષણ સ્વસહાયતા સમૂહ અને પ્રખ્યાત બિન સરકારી સંગઠનોના માઘ્યમથી કરવામાં આવશે.
યોજનાનો પ્રકાર
લાભાર્થીને કોઈ પણ આવક આપતી પોષણક્ષમ યોજના અપનાવવાની છૂટ છે઼.
નીચે જણાવેલ સૂચિત પરિયોજનાઓની યાદી છે઼ જે લાભાર્થીઓ ઘ્વારા મોટા ભાગે દર્શાવવામાં આવતી પોષણક્ષમ તથા તેમાં નિયમિત આવક થવાની સારી શકયતાઓ છે.
 
ડેટા ટેબલ પરિયોજનાઓની યાદી
ક્રમ પરિયોજનાઓ પરિયોજનાનું અંદાજીત ખર્ચ
(૧) ફળ તથા શાકભાજી વેચાણ, પાનની દુકાન, ધડીયાળ રીપેરીંગની દુકાન, વેટ ગ્રાંઈન્ડર દર એકમે રૂ. રપ,૦૦૦/- સુધી
(ર) હજામની દુકાન, દરજીની દુકાન, લોટ દળવાની ધંટી, સાયકલ રીપેરીંગની દુકાન તથા ભાડે આપવી, એસ.ટી.ડી.,પી.સી.ઓ઼ બુથ વગેરે દર એકમે રૂ. રપ,૦૦૧/- થી રૂ. પ૦,૦૦૦/- સુધી
(૩) ઓટોરીક્ષા (પેટ્રોલ), ઓટોમોબાઈલ રીપેરીંગની દુકાન, પી.સી.ઓ/ફોટોકોપી બુથ, સામાન્ય પરચૂરણ સ્ટોર્સ, બ્યુટી પાર્લર તથા મ્યુઝિક સ્ટોર્સ, દર એકમે રૂ. પ૦,૦૦૧/- થી રૂ. ૧,૦૦,૦૦૦/- સુધી
(૪) પરિવહન, ગાડીઓની ડેંટિગ-પેટિંગ, તથા ઘર ઉપયોગી ઉપકરણો, લોડ્રીં તથા ડ્રાઈકલીનિંગની દુકાન, સેનેટરી તથા હાર્ડવેર શોપ, વિજળીના ઘર ઉપયોગી ઉપકરણોની સર્વિસિંગ તથા મરામત, ટેન્ટ હાઉસ, મ્યુઝિક બેન્ડ, તૈયાર વસ્તુઓની દુકાન, ભૂમિગત કૃષિ આધારિત તથા તેની સંબંધિત પ્રવૃતિઓ જેમ કે ટ્રેકટર ટ્રોલી, મરધા ઉછેર વગેરે દર એકમે રૂ. ૧,૦૦,૦૦૧/- થી રૂ. પ,૦૦,૦૦૦/- સુધી
વ્યાજ દર
લાભાર્થી પાસેથી લેવાના વ્યાજનો દર નીચે મુજબ છે.
(ક) રૂ. રપ,૦૦૦/- સુધીની પરિયોજનાઓ ૪% વાર્ષિક (મહિલા લાભાર્થીઓ માટે )
અને બીજાઓ માટે પ%
લોન ચૂકવણીની મુદ્દત
રૂ. રપ,૦૦૦/- સુધીની પરિયોજનાઓ માટે લોન ચૂકવણીની મુદ્દત ત્રણ વર્ષ માટે તથા રૂ. રપ,૦૦૦/- થી વધારેની પરિયોજનાઓ માટે પાંચ વર્ષની મુદ્દત રહેશે.
વિલંબની મુદ્દત (મોરેટોરીયમ)
લોનની ચૂકવણીમાં વિલંબની મુદ્દત લોન ચૂકવણીના આરંભથી વિલંબની મુદ્દત છ મહિનાની રહેશે.
અમલીકરણની મુદ્દત
રાષ્ટ્રીય સફાઈ કર્મચારી નાણાં અને વિકાસ નિગમ અથવા ટોચના સ્તરે સર્વે કરવામાં આવેલી અન્ય સંસ્થાઓથી પ્રાપ્ત લોનની ફાળવણી રાજય સ્ટેંટ ચેનેલાઈઝિંગ એજન્સી ઘ્વારા લાભાર્થીને ધિરાણ આપવામાં આવશે.
સ્ટાઈપેન્ડ સાથેની તાલીમ
અસ્વચ્છવ્યવસાયથી મુકત થયેલા સ્કેવેન્જર્સને બિન પારંપારીક વ્યવસાયોમાં લેવામાં આવશે, એટલે એમને નવું કૌશલ્ય અને ઉદ્યમશીલતાની ક્ષમતા મેળવવા તાલીમની જરૂર પડશે. આ તાલીમ સરકારી સંસ્થાઓ ઘ્વારા તથા પ્રખ્યાત વિશિષ્ટ તાલીમ સંસ્થાઓ ઘ્વારા આપવામાં આવે છે. ચુનંદા ઉદ્યોગો વેપારી પ્રતિષ્ઠાનોમાં તાલીમાર્થીઓને લાભદાયક રોજગારને સરળ બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
પ્રચાર જાગૃતતા શિબિર
મેન્યુઅલ સ્કેવેન્જર્સ અને તેમના આશ્રિતોમાં જાગૃતતા લાવવા માટે તેમની વસ્તીમાં જાગૃતતા શિબીરોનું આયોજન કરવામાં આવશે.
બેંકોને વ્યાજ સબસીડી
રાષ્ટ્રીય સફાઈ કર્મચારી નાણાં અને વિકાસ નિગમ અથવા મોખરેના સ્થળે નકકી કરેલ સંસ્થાકીય બેંકોને બેંક ઘ્વારા વસુલ કરવામાં આવતું વ્યાજ અને આ યોજના હેઠળ લાભાર્થીઓથી વસુલ કરતાં વ્યાજની વચ્ચે અંતર માટે રાજયની માઘ્યમ સંસ્થાઓ અથવા કોઈ બીજી સંસ્થાના માઘ્યમથી સબસીડી આપવામાં આવશે.

ધિરાણ પર બેંકો ઘ્વારા વસુલ કરવામાં આવતો વ્યાજનો દર આ યોજનામાં નિર્ધારીત કરેલા દરથી વધારે હોય છે. જેના તફાવતની રકમ સબસીડી તરીકે બેંકોને આપવામાં આવશે઼ તેની આવક ખર્ચનો હિસાબ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી નાણાં અને વિકાસ નિગમ ઘ્વારા માન્યતા પ્રાપ્ત બીજી સંસ્થાઓ ઘ્વારા રાખવામાં આવશે.
ધિરાણ સંબંધિ મૂડી સબસીડી
લાભાર્થીઓને ધિરાણ સંબંધિ મૂડી સબસીડીના માપદંડો નીચે મુજબ રહેશે.
(ક) રૂ. રપ,૦૦૦/- સુધીની પરિયોજનાઓ પરિયોજનાઓના પડતર ખર્ચના પ૦% ના દરે
(ખ) રૂ. રપ,૦૦૦/- સુધીની પરિયોજનાઓ પરિયોજનાઓના પડતર ખર્ચના રપ% ઓછામાં ઓછા રૂ. ૧ર,પ૦૦/- તથા વધારેમાં વધારે રૂ. ર૦,૦૦૦/- સુધી.