Top
એન.એસ.કે.એફ.ડી.સી, નવી દિલ્હીની સીધા ધિરાણની યોજના (DF/MCF/MSY)
 
રાષ્ટ્રીય સફાઈ કર્મચારી નાણાં અને વિકાસ નિગમ, નવી દિલ્હી તરફથી સીધા ધિરાણ યોજના હેઠળ નિગમ દ્વારા જુદા જુદા ધંધા અને વ્યવસાય માટે આવક મર્યાદા સિવાય સફાઈ કામદારો અને તેના આશ્રિતોના પુનઃ સ્થાપન માટે વ્યકિતગત રૂા. પ.૦૦ લાખ સુધીનું ધિરાણ ૬ ટકાના વ્યાજદરે કરવામાં આવે છે. જેમાં રાજય સરકાર તરફથી પૂજય ઠકકરબાપા સફાઈ કામદાર પુનઃ સ્થાપન યોજના હેઠળ લાભાર્થીને ફાળા પેટે માર્જીનમનીની રકમ અને યુનિટ કોસ્ટની મર્યાદામાં રહીને ઓછામાં ઓછા રૂા.૧૦,૦૦૦/ અને વધુમાં વધુ રૂા. ૭પ,૦૦૦/ સુધી સબસીડી આપની જોગવાઈ છે.

આ યોજનાનો લાભ મેળવવા માટે નિગમ દ્વારા જે તે ધંધા/વ્યવસાયની વર્તમાનપત્રમાં આપેલ જાહેરાત અન્વયે નિયત કરેલ સમયમર્યાદામાં સફાઈ કામદાર કે તેમના આશ્રિત હોય તેવા અરજદારોએ સંબંધિત જિલ્લાની કચેરીએ અરજી કરવાની રહેશે.
(ક) સીધા ધોરણ યોજના હેઠળ મુદતી લોન
રૂા. પ.૦૦ લાખ સુધીના વિવિધ પ્રોજેકટ માટે લોન આપવામાં આવે છે, આમ છતાં સ્વચ્છતાલક્ષી આર્થિક પ્રવૃત્તિઓ માટે રૂા. રૂા.૧૫.૦૦ લાખ સુધીના પ્રોજેકટ માટે ૬ ટકાના વ્યાજના દરે મુદ્દતી લોન/સહાય આપવામાં આવે છે.
મુદ્દતી લોનમાં યુનિટ ખર્ચના ૯૦ ટકા એન.એસ.કે.એફ.ડી.સી. તરફથી લોન આપવામાં આવે છે. બાકીના ૧૦ ટકા લાભાર્થી ફાળાની રકમ રાજય સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે.
(ખ) બ્રીજ લોન (સેતુ લોન)
રૂા. પ.૦૦ લાખ સુધીના પ્રોજેકટ માટે માન્ય સંસ્થા દ્વારા મંજૂર કરવામાં આવેલી રોકાણસહાય અથવા કોઈ માન્ય સંસ્થાએ મંજૂર કરેલા ભંડોળના કોઈપણ સ્રોત સામે બ્રીજ લોન ચૂકવવામાં આવે છે. પરંતુ, તે પ્રોજેકટના સમયગાળા દરમ્યાન ચૂકવવાપાત્ર નથી.
માન્ય સંસ્થાએ મંજુર કરેલ સહાય અથવા ભંડોળના અન્ય કોઈપણ સ્રોત સીધા ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમને, બ્રીજલોનની ચૂકવણીની તારીખથી ર વર્ષની અંદર પૂરાં પાડવાના રહે છે.
વ્યાજનો દર મુદ્દતી લોન મુજબનો રહેશે.
(ગ) કાર્યશીલ મૂડી ધિરાણ
મુદતી ધિરાણની શરતો મુજબ ધંધાવ્યવસાયના પ્રોજેકટની કોસ્ટના ભાગરૂપે જરૂરિયાત મુજબની કાર્યશીલ મૂડી માટે ધિરાણ કરવામાં આવે છે.
(ઘ) શૈક્ષણિક લોનયોજના
હેતુઓ
 • સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્નાતક તથા ઉચ્ચ કક્ષાના વ્યાવસાયિક અથવા ટેકનિકલ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે લોન આપવી.
 • સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને શિક્ષણની વધુ સારી તકો પૂરી પાડવી અને વ્યાવસાયિક / ટેકનિકલ શિક્ષણ સફાઈ કામદારો માટે સંભવ બનાવવું.
 • આ લોન સુવિધા દ્વારા સફાઈ કામદારો પૈકીના લાયકાત પાત્ર સભ્યોને ઈજનેરી, તબીબી, વ્યવસ્થાપન, કાયદો વગેરેના ઉચ્ચ શિક્ષણનું ખર્ચ ઉપાડવા સક્ષમ બનાવવા.
પાત્રતા
 • ધિરાણ સફાઈ કામદાર અથવા તેમના આશ્રિતોને જ આપવામાં આવે છે.
 • ઉમેદવારે અરજી કરી હોય તે સમયના ચાલુ શૈક્ષણિક વર્ષ માટે નિયત કરવામાં આવેલા વ્યાવસાયિક અથવા ટેકનિકલ અભ્યાસક્રમો પૈકી કોઈપણ અભ્યાસક્રમ માટે પ્રવેશ મેળવેલો હોવો જોઈએ.
આવરી લેવામાં આવેલા અભ્યાસક્રમો
 • અધિકૃત સંસ્થા/યુનિર્વસિટી તરફથી તબીબી, ઈજનેરી, વ્યવસ્થાપન, કાયદા, માહિતી, પ્રૌદ્યોગિકી/કોમ્પ્યુટર વગેરે વિષયોમાં આપવામાં આવતા સ્નાતક અથવા ઉચ્ચ કક્ષાના માન્ય વ્યાવસાયિક અથવા ટેકનિકલ શિક્ષણના અભ્યાસક્રમો પૈકી કોઈપણ અભ્યાસક્રમ.
સૂચિત લોન
 • પ્રવેશ ફી અને ટયુશન ફી
 • અભ્યાસક્રમ માટે જરૂરી પુસ્તકો
 • પરીક્ષા ફી
 • લેખન સામગ્રી અને સાધન સામગ્રી
 • રહેવાજમવાનો ખર્ચ
 • વીમા પોલીસીનું પ્રિમીયમ
ઉકત ખર્ચ માત્ર સંબંધિત સંસ્થા/કોલેજ મારફત જ પૂરૂં પાડવામાં આવે છે. ઉમેદવારને સીધું કોઈ ધિરાણ પૂરી પાડવામાં આવતું નથી.
લોનની મહત્તમ મર્યાદા
 • શૈક્ષણિક અભ્યાસક્રમો વગેરે માટે ઉચ્ચ અભ્યાસ માટે ભારતમાં અભ્યસ માટે રૂપિયા ૧૦.૦૦ લાખ અને વિદેશ અભ્યસ માટે રૂ. ૨૦.૦૦ લાખની લોન આપવાની જોગવાઈ છે. જેમાં અભ્યસકર્મ ના ખર્ચના ૯૦% રકમ એન એસકેએફ ડીસી નવી દિલ્લી તરફથી આપવામાં આવે છે. બાકીની ૧૦% રકમ વિદ્યાર્થી /સ્ટેટ ચેનેલાઈજિંગ એજન્સી ભોગવશે.
 • લોનનો વ્યાજ નો દર વિદ્યાર્થી માટે ૪% અને વિદ્યાર્થીનીઓ માટે ૩.૫% .
દેવાંમોકૂફી (મોરેટોરીયમ)
 • વિદ્યાર્થીએ અભ્યાસક્રમ માટે લોન લીધી હોય એ અભ્યાસક્રમ પૂરો થયા બાદ એક વર્ષ પછી લોનની પરત ચુકવણી શરૂ કરવાની હોય છે
(ચ) સૂક્ષ્મ ધિરાણ (માઈક્રો ક્રેડિટ ફાઈનાન્સ)
 • નાના ધંધાઓ રૂપે આવક નિર્માણની પ્રવૃત્તિઓ વિકસાવવા માટે
 • રૂા. ૫૦,૦૦૦/ ની મર્યાદામાં ધિરાણ આપવામાં આવે છે.
 • બિન સરકારી સંગઠન મારફત આપી શકાય છે.
 • વ્યાજ દર વધુમાં વધુ પ ટકા.
 • સ્ત્રીઓ માટે મહિલા સમૃઘ્ધિ યોજના હેઠળ વ્યાજ દર વધુમાં વધુ ૪ ટકા.
ધિરાણ પરત ભરવાનો સમયગાળો
 • એન.એસ.કે.એફ.ડી.સી. ટર્મલોન વ્યાજ સાથે અને બિનવ્યાજકીય લોન એકસરખા નિયત હપ્તામાં ત્રણ વર્ષમાં લોન મળ્યેથી બીજા માસથી માસિક હપ્તામાં પરત ભરપાઈ કરવાના રહેશે.