રાજ્ય સરકારની દ્રારા સીધા ધિરાણની યોજના
યોજનાનો હેતુ :-
સ્વરોજગારી મેળવવા માટે પોતાનો ધંધો/વ્યવસાય શરૂ કરવા ઇચ્છતા કે પોતાનુ વાહન ખરીદવા ઇચ્છતા અનુસૂચિત જાતિના વ્યક્તિને આર્થિકરીતે મદદરૂપ થવા ખુબ જ હળવા દરે લોન આપવામાં આવે છે.
યોજનાઓ :-
ક્રમ | યોજનાનું નામ | ધિરાણની મહત્તમ મર્યાદા | વ્યાજનો દર |
૧ | સ્વરોજગારલક્ષી યોજના | રૂ.૨.૦૦ લાખ | મહિલા – ૧% અને પુરુષ – ૨% |
૨ | વાહનની યોજના | રૂ.૧૦.૦૦ લાખ | ૩% |
૩ | પ્રોજેક્ટની યોજના | રૂ.૧૫.૦૦ લાખ | ૪% |
નિયમો અને શરતો
(૧) અરજદાર મુળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિના હોવા જોઇએ.
(૨) અરજદારના કુટુબની કુલ વાર્ષિક આવક રૂ.૬,૦૦,૦૦૦/- કે તેથી ઓછી હોવી જોઇએ.
(૩) અરજદારની ઉમંર ૧૮ વર્ષથી ઓછી નહી અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ
(૪) સ્વરોજગારલક્ષી યોજના (GOG) ( ૨૦૨૫-૨૬ )માં વ્યાજનો દર મહિલાઓ માટે ૧% અને પુરૂષ માટે ૨% રહેશે. નિયનિત હપ્તા ન ભરનાર લાભાર્થી પાસેથી ૧% દંડનીય વ્યાજ લેવામાં આવશે જ્યારે વાહનની યોજનાઓમાં વ્યાજનો દર ૩% રહેશે અને નિયનિત હપ્તા ન ભરનાર લાભાર્થી પાસેથી ૨% દંડનીય વ્યાજ લેવામાં આવશે.
(૫) સ્વરોજગારલક્ષી યોજના (GOG) ( ૨૦૨૫-૨૬ )ની વસુલાત નિયત કરેલ ૬૦ માસીક હપ્તામાં વ્યાજ સહિત પરત કરવાના રહેશે જ્યારે વાહનની યોજનાઓની વસુલાત નિયત કરેલ ૯૬ માસીક હપ્તામાં વ્યાજ સહિત પરત કરવાના રહેશે.
(૬)અરજદાર કે અરજદારના કુટુબ માંથી કોઇ પણ સભ્યએ અગાઉ નિગમ / કોઇપણ સરકારી / અર્ધ સરકારી કચેરી કે બેંક પાસેથી વાહન ખરીદવા કે અન્ય ધંધા માટે લોન લેધેલ હોવી જોઇએ નહી.
(૭) અરજદાર કે અરજદારના કુટુંબના કોઇ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતાં હોવા જોઇએ નહી.
(૮) વાહનની યોજનામાં સંબંધિત વાહન ચલાવવા માટેનું લાયસન્સ ધરાવતા હોવા જોઈએ.