Top
એન.એસ.એફ.ડી.સી. યોજના
  • અરજદાર અનુસૂચિત જાતિના સભ્ય અને ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
  • અરજદારની ઉંમર ૨૧ વર્ષથી ઓછી અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અરજદાર બેરોજગાર તેમજ ધંધો કરવા શક્તિમાન હોવા જોઈએ અને કોઈ નાણાંકીય સંસ્થાના ડિફોલ્ટર ન હોવા જોઈએ.
  • રૂ.૩,૦૦,૦૦૦/- થી ઓછી આવક ધરાવતા હોવા જોઈએ.
  • સીધા ધિરાણની યોજના હેઠળ વાહનની યોજના, ડેરી ફાર્મિંગ યોજના, માઈક્રો ક્રેડીટ ફાયનાન્સ યોજના, મહિલા સમૃધ્ધિ યોજના હેઠળ ધિરાણ કરવામાં આવે છે.
  • એન.એસ.એફ.ડી.સી. દ્વારા યોજના મંજુર થયેથી જાહેરાત આપી અરજીઓ મંગાવી પસંદગી કરવામાં આવે છે.
  • પસંદગી પામેલ લાભાર્થી પાસેથી રૂ. ૧.૦૦ લાખથી ઓછા ધિરાણ માટે કોઈ ફાળો લેવામા આવતો નથી. જ્યારે રૂ. ૧.૦૦ લાખ થી રૂ. ૫.૦૦ લાખ સુધીના ધિરાણમાં ૫% મુજબ અથવા મંજુર થયેલ પ્રોજેક્ટ મુજબ લાભાર્થી ફાળો લેવામાં આવે છે.
  • સીધા ધિરાણ યોજનામાં મહિલા સમૃધ્ધિ યોજના, માઇક્રો ક્રેડીટ ફાઇનાન્સ, પેસેન્જર રીક્ષા, પીક અપ વાન, પેસેન્જર ફોર વ્હીલર, માલવાહક ફોર વ્હીલર અને ટ્રેક્ટરની યોજનામાં ધિરાણ કરવામાં આવે છે.
એન.એસ.એફ.ડી.સી. સિધા ધિરાણની યોજનાઓ
ક્રમ યોજનાનું નામ યુનિટ કોસ્ટ અરજદાર પાસેથી લેવાતો વ્યાજનો દર અરજદાર પાસેથી લેવાતો પેનલ્ટી વ્યાજનો દર
મહિલા સમૃધ્ધિ ૫૦,૦૦૦ ૪ % ૨.૫ %
માઈક્રો ક્રેડીટ ફાયનાન્સ ૫૦,૦૦૦ ૫ % ૨.૫ %
કમ્પુટર / લેપટોપની યોજના ૫૫,૦૦૦ ૬ % ૨.૫ %
નાના પાયાની યોજના ૧,૦૦,૦૦૦ ૬ % ૨.૫ %
ફોર વ્હીલર પેસેન્જર ૭,૨૮,૦૦૦ ૮ % ૨.૫ %
મારૂતી સુઝુકી ઇકો ૪,૧૭,૦૦૦ ૬ % ૨.૫ %
માલ વાહક ફોર વ્હીલર ૫,૮૨,૦૦૦ ૬ % ૨.૫ %
પેસેન્જર રીક્ષા ૧,૫૦,૦૦૦ ૬ % ૨.૫ %
પીક અપ વાન ૧,૮૦,૦૦૦ ૬ % ૨.૫ %
૧૦ ટ્ર્ર્ક્ટર વીથ ટ્રોલી તેમજ યાંત્રિક સાધનો ૮,૯૮,૦૦૦ ૮ % ૨.૫ %