- અરજદાર અનુસૂચિત જાતિના સભ્ય અને ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
- અરજદારની ઉંમર ૨૧ વર્ષથી ઓછી અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- અરજદાર બેરોજગાર તેમજ ધંધો કરવા શક્તિમાન હોવા જોઈએ અને કોઈ નાણાંકીય સંસ્થાના ડિફોલ્ટર ન હોવા જોઈએ.
- રૂ.૩,૦૦,૦૦૦/- થી ઓછી આવક ધરાવતા હોવા જોઈએ.
- સીધા ધિરાણની યોજના હેઠળ વાહનની યોજના, ડેરી ફાર્મિંગ યોજના, માઈક્રો ક્રેડીટ ફાયનાન્સ યોજના, મહિલા સમૃધ્ધિ યોજના હેઠળ ધિરાણ કરવામાં આવે છે.
- એન.એસ.એફ.ડી.સી. દ્વારા યોજના મંજુર થયેથી જાહેરાત આપી અરજીઓ મંગાવી પસંદગી કરવામાં આવે છે.
- પસંદગી પામેલ લાભાર્થી પાસેથી રૂ. ૧.૦૦ લાખથી ઓછા ધિરાણ માટે કોઈ ફાળો લેવામા આવતો નથી. જ્યારે રૂ. ૧.૦૦ લાખ થી રૂ. ૫.૦૦ લાખ સુધીના ધિરાણમાં ૫% મુજબ અથવા મંજુર થયેલ પ્રોજેક્ટ મુજબ લાભાર્થી ફાળો લેવામાં આવે છે.
- સીધા ધિરાણ યોજનામાં મહિલા સમૃધ્ધિ યોજના, માઇક્રો ક્રેડીટ ફાઇનાન્સ, પેસેન્જર રીક્ષા, પીક અપ વાન, પેસેન્જર ફોર વ્હીલર, માલવાહક ફોર વ્હીલર અને ટ્રેક્ટરની યોજનામાં ધિરાણ કરવામાં આવે છે.
|
ક્રમ | યોજનાનું નામ | યુનિટ કોસ્ટ | અરજદાર પાસેથી લેવાતો વ્યાજનો દર | અરજદાર પાસેથી લેવાતો પેનલ્ટી વ્યાજનો દર | ૧ | મહિલા સમૃધ્ધિ | ૫૦,૦૦૦ | ૧ % | ૨.૫ % | ૨ | માઈક્રો ક્રેડીટ ફાયનાન્સ | ૫૦,૦૦૦ | ૨ % | ૨.૫ % | ૩ | કમ્પુટર / લેપટોપની યોજના | ૫૫,૦૦૦ | ૩ % | ૨.૫ % | ૪ | નાના પાયાની યોજના | ૧,૦૦,૦૦૦ | ૩ % | ૨.૫ % | ૫ | ફોર વ્હીલર પેસેન્જર | ૭,૨૮,૦૦૦ | ૫ % | ૨.૫ % | ૬ | મારૂતી સુઝુકી ઇકો | ૪,૧૭,૦૦૦ | ૩ % | ૨.૫ % | ૭ | માલ વાહક ફોર વ્હીલર | ૫,૮૨,૦૦૦ | ૫ % | ૨.૫ % | ૮ | પેસેન્જર રીક્ષા | ૧,૫૦,૦૦૦ | ૩ % | ૨.૫ % | ૯ | પીક અપ વાન | ૧,૮૦,૦૦૦ | ૩ % | ૨.૫ % | ૧૦ | ટ્ર્ર્ક્ટર વીથ ટ્રોલી તેમજ યાંત્રિક સાધનો | ૮,૯૮,૦૦૦ | ૫ % | ૨.૫ % | |