Topઉદેશો
 
 • અતિપછાત જાતિનાં પ્રશ્‍નો ઉપર વિગતવાર વિચારણા કરી તેના ઉકેલ માટે પ્રયત્‍નો કરવા.
 • અતિપછાત જાતિઓની સામાજિક, શૈક્ષણિક તથા આર્થિક સ્‍થિતિ સુધારવા અંગે જુદી-જુદી યોજનાઓ તૈયાર કરવી, મંજુર કરાવવી અને તેના અમલીકરણ માટે પગલાં લેવાં તેમજ રોજગારીની વધુ તકો ઉભી કરવી/કરાવવી.
 • અતિપછાત જાતિઓમાં શિક્ષણનો વ્‍યાપ ફેલાવવા માટે યોજનાઓ ઘડવી અને તેના અમલીકરણ માટે પગલાં લેવા તેમજ સરકાર ધ્‍વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકેલ હોય તેના લાભ અતિપછાત જાતિનાં લોકોને વધુ મળે તે માટે પ્રયત્‍નો કરવા.
 • અતિપછાત જાતિના આર્થિક વિકાસ માટે તેઓના મૂળ વ્‍યવસાયને અનુરૂપ ધંધા વિકાસની યોજનાઓ તૈયાર કરવી અને તે માટે નાણાંકીય સંસ્‍થાઓ, રાષ્‍ટ્રીયકૃત બેન્‍કો/સહકારી બેન્‍કો, રાજય કે કેન્‍દ્ર સરકારના વિભાગો, ખાનગી કે સહકારી સંસ્‍થાઓ તેમજ વિવિધ એજન્‍સીઓના સહકારમાં કે સહયોગમાં યોજનાઓનો અમલ કરાવવો.
 • અતિપછાત જાતિઓ પોતાના મુળ વ્‍યવસાયને બદલે જયાં શકય હોય ત્‍યાં અન્‍ય ધંધાઓમાં રસ લેતા થાય તેવા સધન પ્રયત્‍નો કરવા.
 • અતિપછાત જાતિઓના ઇસમોના રહેણાંકના/વસવાટના પ્રશ્‍નો/વિજળી પાણી અને ગટર વ્‍યવસ્‍થા જેવી અગત્‍યની બાબતો માટે ઘડવામાં આવેલ સરકારની યોજનાઓનો પુરેપુરો અમલ કરાવવો અને આ બાબતે નવી યોજનાઓ બનાવી અને તેનો અમલ કરાવવો.
 • અતિપછાત જાતિના લોકો વ્‍યસન મુકત અને બચત પ્રવૃત્તિ વિગેરે ધ્‍વારા દેવા મુકત થાય તેવા પ્રયત્‍નો કરવા. અને તે માટે જાગૃકતા શિબિરોનું આયોજન કરવું.
 • રાજય સરકાર તથા કેન્‍દ્ર સરકાર અને નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્‍યાણના સંપર્કમાં રહીને અતિપછાત જાતિના લોકોના આર્થિક, સામાજિક, સાંસ્‍કૃતિક તેમજ શૈક્ષણિક વિકાસ માટે કાર્યવાહી કરવી.
 • આ જાતિના લોકોનાં આર્થિક, સામાજિક, સાંસ્‍કૃતિક તેમજ શૈક્ષણિક વિકાસ માટે રાજય સરકાર તથા કેન્‍દ્ર સરકારની જુદી-જુદી યોજનાઓનો લાભ ઉપલબ્‍ધ કરાવવાની કાર્યવાહી કરવી.
 • અનુસૂચિત જાતિઓના વિકાસ માટેની યોજનાઓના મૂળભૂત આશય સાથે સુસંગત રહી અતિપછાત જાતિઓ માટે આ યોજનાઓના અસરકારક અમલ માટે જરૂરી સલાહ સુચન કરવા.
 • અતિપછાત જાતિઓના આર્થિક વિકાસ અંગે ઉપાર્જન થાય તેવી યોજનાઓ અને તે અંગેની તાલીમ આપવાના કાર્યક્રમો ગોઠવવા.
 • સરકાર તરફથી ઉપરોકત હેતુઓ માટે સોંપવામાં આવે તે અંગેની કામગીરી કરવી.
 • અતિપછાત જાતિઓના આર્થિક અને આ પહેલાં રાજય સરકાર અથવા તો બીજી સંસ્‍થાઓ ધ્‍વારા થયેલ કાર્યવાહીનું અવલોકન કરી અત્‍યારે અપાતી સવલતો તથા લાભો વિગેરે બાબતોમાં જરૂરી સલાહ/સુચન કરવા.
 • અતિપછાત જાતિઓનાં શૈક્ષણિક, આર્થિક અને અન્‍ય ક્ષેત્રે હાંસલ કરેલ પ્રગતિનું મૂલ્‍યાંકન કરવું.
 • અતિપછાત જાતિઓના આર્થિક, સામાજિક, સાંસ્‍કૃતિક તેમજ શૈક્ષણિક વિકાસ માટે આવશ્‍યક જણાય તે કાર્યવાહી હાથ ધરવી.
 • અનુસૂચિત જાતિ માટે અમલમાં હોય તેવી યોજનાઓના લાભો અતિપછાત જાતિઓને પણ અસરકારક રીતે મળે તે માટે જરૂરી તમામ કાર્યવાહી કરવી.