Top


પ્રસ્‍તાવના
 
ગુજરાત સરકારશ્રીના સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના તા.૨૬/૬/૨૦૦૧ના ઠરાવ ક્રમાંક:અવક/૧૦૯૮/૨૨૦૧/જથી અનુસૂચિત જાતિઓમાં અતિપછાત જાતિના લોકો અન્‍ય જાતિઓની સરખામણીમાં ચોકકસ પ્રગતિ કરી શકે અને તેમનો આર્થિક ઉત્‍કર્ષ થઇ શકે તે માટે અતિપછાત જાતિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવેલ. સરકારશ્રીના તા.૨૧/૯/૨૦૧૨ના ઠરાવથી બેચરસ્‍વામી અતિપછાત જાતિ વિકાસ બોર્ડનું ગુજરાત અનુ.જાતિ અતિપછાત વિકાસ નિગમમાં કાર્યરત કરેલ છે. જેમાં ૧૨ અતિપછાત જાતિઓ નીચે મુજબ છે.
 
(૧) અનુસૂચિત જાતિના બાવા (૨) ગરો/ગરોડા
(૩) સેનવા (૪) તીરગર-તીરબંદા
(૫) વણકર સાધુ (૬) નાડીયા
(૭) તુરી (૮) થોરી
(૯) માતંગ (૧૦) હાડી
(૧૧) તુરી-બારોટ (૧૨) વાલ્મિકી (સફાઇ કામદાર અને તેમના આશ્રિતો સિવાયના)
 
  • બેચર સ્‍વામી અતિપછાત જાતિ વિકાસ બોર્ડને સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગાંધીનગરના તા.૨૧/૦૯/૧૨ના ઠરાવથી ગુજરાત અનુસૂચિત જાતિ અતિપછાત વિકાસ નિગમમાં કાર્યરત કરવાનું ઠરાવેલ છે
  • સામાજિક ન્‍યાય અને અધિકારિતા વિભાગ, ગાંધીનગરના તા.૩૧/૮/૧૩ના ઠરાવથી સચિવશ્રીની જગ્‍યાને અપગ્રેડ કરી મેનેજીંગ ડીરેકટરશ્રીની જગ્‍યામાં ફેરવવામાં આવેલ છે.
  • સામાજિક ન્‍યાય અને અધિકારિતા વિભાગ, ગાંધીનગરના તા.૩૧/૮/૧૩ની અધિસૂચના ક્રમાંકઃ અપબ/૧૩૧૨/૬૩૮૯૨૧/જ થી મેનેજીંગ ડીરેકટરશ્રીની જગ્‍યા ભરવામાં આવેલ છે.
  • સામાજિક ન્‍યાય અને અધિકારિતા વિભાગ, ગાંધીનગરના તા.૨/૯/૧૩ના ઠરાવ ક્રમાંકઃઅપબ/૧૩૧૨/૬૩૮૯૨૧/જ થી નિગમમાં કંપની સેક્રેટરીની સેવા લેવા માટેની મંજુરી આપવામાં આવેલ છે.