Top
અમારા વિષે
  • બ્‍લોક નં. ૪, ર્ડા.જીવરાજ મહેતા ભવન, પ્રથમ માળે, ર્ડા.આંબેડકર અંત્‍યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)ની કચેરી કાર્યરત છે.
  • સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના તા.૨૫/૧૦/૨૦૦૨ના ઠરાવથી અતિપછાત જાતિ વિકાસ બોર્ડનું નામ બેચરસ્‍વામી અતિપછાત જાતિ વિકાસ બોર્ડ રાખવાનું ઠરાવેલ છે.
  • મેનેજર (વ) ની જગ્‍યા ઉભી કરવામાં આવેલ છે.
  • લોક રજુઆતો સંબંધિત ખાતાને જરૂરી કાર્યવાહી અર્થે મોકલવામાં આવે છે.
  • અતિપછાત જાતિ માટે ૨૦૦૮-૦૯માં અનુસૂચિત જાતિ કલ્‍યાણ ખાતાની યોજનામાં થયેલ ખર્ચ કરતાં વધુ ૨૫ ટકા રકમ ખર્ચ વર્ષઃ૨૦૦૯-૧૦ માં કરવાનું નકકી થયેલ હતું. તે મુજબ પછીના વર્ષોમાં પણ અનુ.જાતિ કલ્‍યાણની યોજનાઓમાં થતી જોગવાઇઓના ૨૫ ટકા રકમ અતિપછાત જાતિઓ માટે ખર્ચ કરવા લક્ષ્‍યાંક નક્કી કરવામાં આવે છે. અતિપછાત જાતિ માટે યોજનાકિય ખર્ચની વિગતો અનુસૂચિત જાતિ કલ્‍યાણ, અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, સફાઇ કામદાર નિગમ પાસેથી મેળવવામાં આવે છે.