બેંક માંથી મેળવેલ લોન પર વ્યાજ સબસીડી યોજના
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થી/ વ્યક્તિએ બેંક મારફતે ધંધા રોજગાર માટે ખરીદેલ વાહન, સ્વરોજગારી યોજના, ભારતમાં અથવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લીધેલ લોનમાં વ્યાજ સબસીડી આપવાની નીચેની યોજનાનો અમલ કરવામાં આવે છે.
યોજનાઓ :-
| ક્રમ | યોજનાનું નામ | વ્યાજ સબસીડી દર | એક લાભાર્થીને મહત્તમ વાર્ષિક સહાય રૂ.લાખમાં |
| ૧ | ભારત દેશમાં અથવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બેંક માંથી લીધેલ લોન પર વ્યાજ સબસીડી | ૬% | ૧.૫૦ |
| ૨ | સ્વરોજગાર માટે બેંકમાંથી લીધેલ લોન પર વ્યાજ સબસીડી | પુરુષ – ૦.૬૦ મહિલા ૦.૭૦ | પુરુષ – ૬% મહિલા – ૭% |
| ૩ | પરિવહન માટે બેંકમાંથી લીધેલ લોન પર વ્યાજ સબસીડી | ૬% | ૧.૨૦ |
શરતો / લાયકાત:-
(૧)લાભાથી ગુજરાત રાજ્યના વતની હોય તેવા અનુસૂચિત જાતિના વ્યક્તિ હોવા જોઈએ.
(૨)લાભાથી દ્વારા બેંકમાંથી મેળવેલ લોન અંગેનો પુરાવો વ્યાજ સહાય મેળવવા માટે નિગમને રજૂ કરવાનો રહેશે.
(૩)ભારત અથવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસના હેતુ માટે બેંક મારફતે લીધેલ લોન પર રૂ.૨૫.૦૦ લાખ સુધીની મર્યાદામાં મહત્તમ વાર્ષિક રૂ.૧.૫૦ લાખ સુધીની વ્યાજ સહાય ત્રણ વર્ષ માટે મળવાપાત્ર થશે.
(૪)સ્વરોજગાર માટે બેંકમાંથી લીધેલ લોન પર રૂ.૧૦.૦૦ લાખ સુધીની મર્યાદામાં પુરૂષ લાભાથીને ૬% લેખે મહત્તમ વાર્ષિક રૂ.૦.૬૦ લાખ તેમજ મહિલા લાભાર્થીને ૭% લેખે મહત્તમ વાર્ષિક રૂ.૦.૭૦ લાખની વ્યાજ સહાય ત્રણ વર્ષ માટે મળવાપાત્ર થશે,
(૫)પરિવહન અર્થે ધંધા રોજગાર માટે ખરીદ કરેલ વાહન માટે રૂ.૫.૦૦ લાખથી રૂ.૨૦.૦૦ લાખની મર્યાદામાં લીધેલ લોન પર લાભાર્થીને મહત્તમ વાર્ષિક રૂ.૧.૨૦ લાખની વ્યાજ સહાય ત્રણ વર્ષ માટે મળવાપાત્ર થશે.
(૬)ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીએ ધોરણ ૧૨માં ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ અને વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક રૂ.૧૦.૦૦ લાખની મર્યાદામાં હોવી જોઈએ.
(૭)સ્વરોજગાર-પરિવહન માટે લાભાર્થીની ઉમર ૨૧ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઈએ અને લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક રૂ.૧૦.૦૦ લાખની મર્યાદામાં હોવી જોઈએ.
(૮)પરિવહન યોજના અંતર્ગત વ્યાજ સહાય મેળવનાર લાભાર્થી ધંધા રોજગાર માટે ખરીદેલ વાહન પાંચ વર્ષ સુધી વેચાણ કરી શકશે નહિ.
(૯)પરિવહન યોજના અંતર્ગત બેંક દ્વારા મંજૂર થયેલ લોન અન્વયે ખરીદેલ વાહનના આર.સી. બુકની પ્રમાણિત નકલ નિગમને રજૂ કરવાની રહેશે.
(૧૦)પરિવહન યોજના અંતર્ગત ખરીદેલ વાહનનું રજિસ્ટ્રેશન આર.ટી.ઓમાં Business Purpose (Taxi, Maxi, Transport) Vehicle તરીકે કરાવવાનું રહેશે.
(૧૧)ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા અમલી શૈક્ષણિક અને સ્વરોજગાર યોજના અને વ્યાજ સહાય યોજના આ બંને પૈકી કોઈ એક જ યોજનાનો લાભ લાભાર્થી મેળવી શકશે.
(૧૨)લોનના હપ્તા પેટે વર્ષ દરમિયાન મુદ્દલ અને વ્યાજની ભરેલ કુલ રકમની વિગત દર્શાવતા બેંકના સહી સિક્કાવાળા આધાર-પુરાવા લાભાર્થી દ્વારા રજૂ થયેથી વ્યાજ સહાય સીધી જ લાભાર્થીના બચત ખાતામાં જમા મળવાપાત્ર થશે.