હેતુ |
- ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતી ઠાકોર અને કોળી જાતિઓની મહિલાઓ માટે સ્વભાનભેર સ્વરોજગારી મેળવી આર્થિક ઉત્કર્ષ સાધવા અંગેની ખાસ નવી યોજના.
- આ યોજના હેઠળ મહિલા લાભાર્થી પોતાની પસંદગી મુજબનો ધંધો/વ્યવસાય કરી શકશે
|
લોન મેળવવા માટેની પાત્રતા |
- અરજદાર ઠાકોર યા કોળી જાતિના મહિલા હોવા જોઇએ.
- તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂા. ૩ લાખ સુધીની રહેશે, જેમાં રૂા. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
- અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને, ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
- અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્યવસાયના કિસ્સામાં અનુભવ હોવો જરૂરી છે.
- અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે
|
યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ |
- લોનની મહત્તમ મર્યાદા રૂ.૧,૦૦,૦૦૦/- સુધીની છે
- વ્યાજનો દર વાર્ષિક ૫% રહેશે
- આ યોજના હેઠળ ધંધા/ વ્યવસાયની રકમની ૧૦૦ % લોન આપવામાં આવે છે.
- આ લોનની રકમ વ્યાજસહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે.
|