આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક સામાન્ય મહિલા સોલંકી લીલાબેન ઝેણુભાઈ રહે. ગીર સોમનાથની આ કહાની એવા લોકોને સમર્પિત છે, જેમણે આર્થિક તંગી, સામાજિક પછાતપણું ઓછી શૈક્ષણિક લાયકાત હોવા છતાં પોતાની મહેનત તથા ધગશના કારણે આગળ વધવા માટે સતત આર્થિક પ્રયત્નો કરે છે. સોમનાથ (પ્રભાસ પાટણ) માં કાચી માટીની ઝુંપડીમાં આ મહિલા પોતાના પરીવાર સાથે રહીને પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે. લીલાબેનના લગ્ન જીવન પછી તેમનું સંસારીક જીવન સારૂ ચાલતું હતું. એવામાં તેમના પતિ બિમાર થઈ ગયા જેના કારણે તેમના પરીવારની સંપૂર્ણ જવાબદારી તેમના ઉપર આવી પડી હતી. તથા તેમના પતિની માંદગી તેમની આર્થિક તંગીમાં વધારો કરી રહી હતી.
આવી ધોર સંકટની પરિસ્થિતિમાં પણ તેમણે હિંમત ન હારી આવા જ સંકટના સમયે તેમને ગુજરાત સરકારની મહિલા સમૃધ્ધિ યોજના વિષે માહિતી મળી. તેમણે ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમનો તુરંત જ સંપર્ક કરીને રૂ.૩૦,૦૦૦/- લોન સહાય મેળવી. ત્યારબાદ તેમણે શાકભાજીનો ધંધો શરૂ કર્યો. લીલાબેન જણાવે છે કે તે ખુબ સંતુષ્ટ છે હવે તેઓ માસીક રૂ.૧૦,૦૦૦/- કમાવી લે છે અને તેમના ધરનું ગુજરાન પણ સારી રીતે ચાલે છે. સમાજના આવા આર્થિક સંકડામણ વાળી પરિસ્થિતિમાંથી બહાર લાવવામાં ગુજરાત સરકારની યોજનાનો વિશેષ ફાળો રહ્યો છે.
આ યોજનાના કારણે ફક્ત હુ આર્થિક પગભર થઈ છું એવું નથી પણ સાથે સાથે સરકારે મારી અંદર રહેલી શક્તિઓને બહાર લાવવાનું પણ સાહસ આપ્યું છે. હુ સરકાર અને નિગમને જેટલો આભાર માનું તેટલો ઓછો છે.
