શિક્ષણએ આજના જમાનાની પ્રબળ માંગ છે. દરેક મા-બાપનું સપનું હોય છે કે મારૂ બાળક ઉચ્ચ અભ્યાસ કરી સારી નોકરી મેળવે.આજે શિક્ષણએ એક પ્રકારનું વ્યાપાર બની ગયુ છે. ધનવાન પરિવારના બાળકો જ મોઘી ફી ભરી સારી કોલેજો અને શાળામાં ભણી શકતા હોય છે. ગરીબ ઘરનાં બાળકો માટે તો આવી શાળા કોલેજ માત્ર દિવાસ્વપ્ન બરાબર જ હોય છે. ગરીબ ધરના બાળકોમાં ગમે તેટલું જ્ઞાન હોય પણ ધરની આર્થિક પરિસ્થિતિને કારણે જ્ઞાનનું સમયાંતરે મજબુરીમાં સંકોચન કરવું પડે છે.
હું અનિલ ગોપાલભાઈ ચુનારા રહે. બારેજા તા.સીટી જી.અમદાવાદ, વિચરતી-વિમુક્ત ૪૦ જાતિ પૈકી, ચુનારા જાતિમાં આવું છું. મારા પિતાજીની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં જેમ તેમ મજુરી કરી મે મારા ભણતરનો ડિપ્લોમા (ઓટોમોબાઈલ) પાસ કર્યું. આટલું ભણતર કર્યા પછી દરેક વિધાર્થીના સપના હોય કે ઉચ્ચ અભ્યાસ કરે અને સારી નોકરી મેળવે તેજ રીતે મારા સપના પણ બહુજ ઉંચા હતા કે હું પણ વધુ ભણી મારા પિતાની પરિસ્થિતિ સુધારું પણ હું જન્મથી જ ગરીબ હતો. માટે મારા સપના પુરા થાય એવું લાગતું ન હતું. આ બાબતે ધણું બધું ગહન વિચાર્યા પછી મે મારા કાકાને વાત કરી કે મારે ઉચ્ચ અભ્યાસ કરવો છે. જેના માટે નાણાકીય જરૂરીયાત છે. કાકા ગરીબોની બેલી એવી ગુજરાત સરકારની દરેક યોજનાઓથી વાકેફ હતા. એટલે તેઓએ કહ્યું કે બેટા એમા ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણે ક્યાં ગરીબ છીયે. સરકાર એ આપડા મા-બાપ સમાન છે. બસ તેઓએ આપેલ માર્ગદર્શન મુજબ હુ વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમની કચેરીએ આવ્યો અને મને યોજનાની સરળ માહિતી મળી અને તરત જ મારી શૈક્ષણિક લોન રૂ.૧,૮૩,૦૦૦/- મંજુર કરી જેથી હુ મારો ઉચ્ચ અભ્યાસ (ડીગ્રી - ઓટોમોબાઈલ) પૂર્ણ કરી શક્યો. મારા તમામ સપના પૂર્ણ કરવા બદલ હું નિગમનો ખૂબજ આભારી છુ.
