હું બળવંતભાઈ ચમનભાઈ રાવળ ઉમર.-૨૮ રહે. ડીસા તા.ડીસા જી.બનાસકાંઠા, મારો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. અમારા ઘરનું ભરણપોષણ મારા પિતાજીની મજુરી પર ચાલતું હતું. અમારા કર્મની કઠણાઈ એટલી બધી ખરાબ કે જે દિવસે પિતા ને મજુરી ન મળે તે દિવસે આખા પરીવારે ભુખ્યું રહેવું પડતુ હતું. આવા સમયે મારા અભ્યાસ બાબતે વિચારવું પણ મૃગજળ સમાન હતું. તેમાં અધુરામાં પુરુ કે જાણે કુદરતનો કેર અમારી જ અગ્નિ પરીક્ષા લેવાનુ વિચાર્યું હોય તેમ " કંગાલી મે આટા ગીલા” તેમ મારા પિતાજીની તબીયત અત્યંત બગડી ગઈ. હવે તેમનાથી મજુરી થઈ શકે તેમ ન હતી. આવા સમયે મારા પરીવાર માટે મજુરી માટેનું આશાનું કિરણ માત્ર હું એક જ હતો. મે પણ મારા બધાજ સપનાઓ બાજુએ મુકી મારા પરીવારની ભરણપોષણની જવાબદારી ઉપાડી. શરૂઆતમાં એક રીક્ષા માલીકની મે રીક્ષા ચલાવાનું શરૂ કર્યું. જેમાં મહિને રૂ. ૧૦,૦૦૦/- કમાવી લેતો.
એમાથી રૂ. ૬૦૦૦/-રીક્ષા માલીકને ચુકવતો બાકીના રૂ. ૪૦૦૦/-માં માંડમાંડ મારા પરિવારનું ગુજરાન ચલાવતો. હુ જાતે રીક્ષા ખરીદવા અસમર્થ હતો. આવી વિકટ પરીસ્થિતિ સમયે જાણે કુદરતે મારા માટે એક ફરીસ્તો મોકલ્યો, સમાજના શુભ ચિંતક એવા ઈશ્વરભાઈ રાવળે મને ગરીબોની બેલી એવી ગુજરાત સરકારની લોન વિષે માહિતી આપી. બસ કદાચ એજ મારી જીદગીનો એક સુ:ખદ વળાંક હતો. માહિતી મળતા જ મે. સમાજ કલ્યાણ અધિકારી, પાલનપુર જી. બનાસકાંઠા મારફતે વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ ગાંધીનગરને અરજી કરી અને આ નિગમની સરકારી ઓફિસમાં પણ જાણે ભગવાને મોકલેલા દેવદુત સમાન, અમારા જેવા ગરીબોના સપના પૂરા કરવા હાજર હોય તેમ અમને આવકાર્યા અને ઝડપથી બધી જ કાર્યવાહી પૂરી અમને રૂ. ૪.૦૦/- લાખની લોન આપી. જે થકી મે એક ઈકો ગાડી લાવી. જેમાંથી હુ હવે દર મહિને લોનનો હપ્તો ચુકવતા અને ગાડીનો ખર્ચ કાઢતા રૂ. ૧૫,૦૦૦/- આરામથી કમાવી લઈ છું.
જે મારા અધૂરા સપના મારી દિકરીના શિક્ષણ પાછળ પૂરા કરી મારી જાતને ધન્ય અનુભવુ છું. ગરીબોની બેલી સરકારનો હું જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. નિગમે મને બીજો અવતાર આપ્યો છે.
