- વિચરતી વિમુક્ત જાતિના પ્રશ્નો ઉપર વિગતવાર વિચારણા કરી તેના ઉકેલ માટે પ્રયત્નો કરવા
- વિચરતી વિમુક્ત જાતિઓની સામાજીક, શૈક્ષણિક તથા આર્થિક સ્થિતિ સુધારણા અંગે જુદી જુદી યોજનાઓ તૈયાર કરવી. મંજુર કરાવવી અને અમલીકરણ માટે પગલાં લેવા તેમજ રોજગારીની વધુ તકો ઉભી કરવી/કરાવવી.
- વિચરતી વિમુક્ત જાતિઓમાં શિક્ષણનો ફેલાવો થાય તે માટે યોજનાઓ ઘડવી અને તેના અમલીકરણ માટે પગલા લેવા તેમજ સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં હોય તેના લાભ વિચરતી વિમુક્ત જાતિના લોકોને વધુ મળે તે માટે પ્રયત્નો કરવા.
- વિચરતી વિમુક્ત જાતિના આર્થિક વિકાસ માટે તેઓના મૂળ વ્યવસાયોને અનુરૂપ ધંધા વિકાસની યોજનાઓ તૈયાર કરવી અને તે માટે નાણાકીય સંસ્થાઓ, રાષ્ટ્રીયકૃત બેંકો/ સહકારી બેંકો, રાજ્ય કે કેન્દ્ર સરકારના વિભાગો, ખાનગી કે સહકારી સંસ્થાઓ તેમજ વિવિધ એજન્સીઓના સહકારમાં કે સહયોગમાં યોજનાઓનો અમલ કરાવવો.
- વિચરતી વિમુક્ત જાતિઓ પોતાના મૂળ વ્યવસાયને બદલે જ્યાં શક્ય હોય ત્યાં અન્ય ધંધાઓમા રસ લેતી થાય તેવા પ્રયત્નો કરવાં
- વિચરતી વિમુક્ત જાતિના ઇસમોના રહેણાંકના/વસવાટના પ્રશ્નો / વિજળી, પાણી અને ગટર વ્યવસ્થા જેવી અગત્યની બાબતો માટે ઘડવામાં આવેલ સરકારની યોજનાઓનો પુરેપુરો અમલ કરાવવો અને આ બાબતે નવી યોજાનાઓ બનાવવી અને તેનો અમલ કરાવવો.
- વિચરતી વિમુક્ત જાતિના લોકો વ્યસન મુક્ત અને બચત પ્રવૃત્તિ વગેરે દ્વારા દેવા મુક્ત થાય તેવા પ્રયત્નો કરવા અને તે માટે જાગૃકતા શીબીરોનું આયોજન કરવું.
- રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર અને નિયામકશ્રી, વિકસતિ જાતિ કલ્યાણના સંપર્કમાં રહિને વિચરતી વિમુક્ત જાતિના લોકોના આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક વિકાસ માટે કાર્યવાહી કરવી.
- આ જાતિના લોકોના આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક વિકાસ માટે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની જુદી જુદી યોજાનાઓનો લાભ ઉપલબ્ધ કરાવવાની કાર્યવાહી કરવી.
- વિચરતી વિમુક્ત જાતિઓના વિકાસ માટેની યોજનાઓના મૂળભૂત આશય સાથે સુસંગત રહી વિચરતી વિમુક્ત જાતિઓ માટે આ યોજનાઓના અસરકારક અમલ માટે જરૂરી સલાહ સૂચન કરવા.
- વિચરતી વિમુક્ત જાતિઓના આર્થિક વિકાસ અંગે ઉપાર્જન થાય તેવી યોજનાઓ અને તે અંગેની તાલીમ આપવાના કાર્યક્રમો ગોઠવવા.
- સરકાર તરફથી ઉપરોક્ત હેતુઓ માટે સોંપવામાં આવે તે અંગેની કામગીરી કરવી.
- વિચરતી વિમુક્ત જાતિના ઉત્કર્ષ અને આ પહેલા રાજ્ય સરકાર અથવા બીજી સંસ્થાઓ દ્વારા થયેલ કાર્યવાહીનું અવલોકનકરી અત્યારે અપાતી સવલતો તથા લાભો વિગેરે બાબતોમાં જરૂરી સલાહ સૂચનો કરવા.
- વિચરતી વિમુક્ત જાતિઓના શૈક્ષણિક, આર્થિક અને અન્ય ક્ષેત્રે હાંસલ કરેલ પ્રગતિનું મૂલ્યાંકન કરવું
- વિચરતી વિમુક્ત જાતિના આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક વિકાસ માટે આવશ્યક જણાય તે કાર્યવાહી હાથ ધરવી.
- સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત જાતિ, અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિ માટે અમલમાં હોય તેવી યોજનાઓનો લાભ વિચરતી વિમુક્ત જાતિઓની સંબંધિત જાતિઓને પણ અસરકારક રીતે મળે તે માટે જરૂરી તમામ કાર્યવાહી કરવી.
આ ઉપરાંત મેમોરેન્ડમ ઓફ એસોશીએશન અને આર્ટીકલ્સ ઓફ અસોસીએશનમાં સમાવેશ કરેલ ઉદ્દેશો મુજબની કામગીરી કરવી.