શૈક્ષણિક લોન યોજના |
- આ યોજના હેઠળ શિક્ષણના વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો જેવા કે, મેડીકલ, ડેન્ટલ, એન્જીનીયરીંગ, ફાર્મસી , એમસીએ, એમબીએ, બી.એસસી. (નર્સિંગ) વગેરે કરવા માટે લોન આપવાની યોજના.
- વધુમાં વધુ રૂા.૧૫.૦૦ લાખ સુધીનું ધિરાણ કરવામાં આવે છે.
|
ઓનલાઇન અરજી સાથે સામેલ કરવાના આધાર-પુરાવા |
- આવક મર્યાદા રૂા.પ.૦૦ લાખ સુધીની હોવા અંગેના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ના હોવા અંગેના અધિકૃત અધિકારીનો જાતિનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- ઉમર વર્ષ ૧૭ થી ૩૫ સુધીની હોવા અંગે શાળા છોડયાનું પ્રમાણપત્ર (સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ)
- અરજદારના આધારકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
- અરજદારના રેશનકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
- અરજદારના પિતાનું આધાર કાર્ડ તથા ચૂંટણી કાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
- ધોરણ 10, ધોરણ 12 અને સ્નાતકની માર્કશીટની નકલ સામેલ કરવાની રહેશે.
- જે અભ્યાસ માટે લોન લેવાની છે, તે અભ્યાસના સરકારશ્રી દ્વારા નિયત થયેલ એડમીશન કમીટી મારફતે મેળવેલ એડમીશન લેટરની નકલ સામેલ કરવાની રહેશે.
- અભ્યાસ માટે જરૂરી હોય તેવી ક્વોલીફાઇડ પરીક્ષામાં પાસ કરેલ હોય તે અભ્યાસક્રમની નકલ સામેલ કરવાની રહેશે. (ઓછામાં ઓછા ૫૦ % સાથે ક્વોલીફાઇડ થયેલ હોવા જોઇએ.)
- સમગ્ર અભ્યાસ દરમ્યાન થનાર ખર્ચ (એડમીશન ફી, ટયુશન ફી, હોસ્ટેલ ફી) વગેરે કોલેજ / સંસ્થાના લેટરપેડ પર રજુ કરવાની રહેશે.
- જે કોલેજ / સંસ્થામાં એડમીશન મેળવેલ છે તે સંસ્થાને અભ્યાસક્રમ ચલવવા માટે મળેલ માન્યતાના પ્રમાણપત્રની નકલ સામેલ કરવાની રહેશે.
- ફીની રસીદ (ભરેલ ફીની પાવતીઓ)
- અરજદારના બેન્ક પાસબુક / કેન્સલ ચેકની નકલ.
|
દસ્તાવેજોની માહિતી |
લોનની સૈધ્ધાંતિક મંજુરી મળ્યા બાદ અરજદારે નીચે મુજબના લોન દસ્તાવેજ રજુ કરવાના થાય છે :- - પિતા-વાલી/અરજદાર(અન્ય સગાસંબંધી)ની મિલકત બોજા નોધ કરાવવા આપવાની થતી સંમતી (મિલકતના આઘાર તરીકે સ્વામિત્વ કાર્ડ/પ્રો૫ર્ટી કાર્ડ/ ૭/૧૨/૮અ ના ઉતારા ગ્રાહય રહેશે.) (પરિશિષ્ટ-૧) મુજબ રૂા.૫૦/- સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરાવવું. પિતા-વાલી/અરજદાર(અન્ય સગાસંબંધી)ના આધાર કાર્ડ, રેશનકાર્ડ અને મિલ્કતના પુરાવા રજુ કરવાના રહેશે.
- માંગણીહૂંડી પત્રક રૂા.૧/- ની રેવન્યુ ટીકીટ લગાવી, ટીકીટ ઉપર સહી કરવી.
- બાંહેધરીપત્ર / ખાતરીપત્રકમાં રૂા.૩૦૦/- અધેશિવ સ્ટેમ્પ પર નોટરી કરાવવી.
- હઇપોથીકેશન / લોન એગ્રીમેન્ટ / સાનગીરો કરાર ઉપર રૂા.૩૦૦/- અધેશિવ સ્ટેમ્પ પર નોટરી કરાવવી અને દરેક પાનના પર અરજદાર અને બન્ને જામીનદારોની સહી કરાવવી.
- નમૂના-ર મુજબ જામીનદાર-૧ અને જામીનદાર-રનું જામીનખત રૂા.૩૦૦/-ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરાવવું. તેમજ બન્ને જામીનદારના આધાર કાર્ડ, રેશનકાર્ડ અને મિલ્કતના પુરાવા રજુ કરવાના રહેશે. (જામીનદારની ઉંમર ૬૦-વર્ષથી વધુ ન હોવી જોઇએ)
- અરજદારના પ્રિન્ટેડ નામ સાથે ૫(પાંચ) કોરા સહી કરેલા ચેક તેમજ બેન્ક પાસબુકની ઝેરોક્ષ રજુ કરવાની રહેશે.
- નમૂના-૫ બોજા નોંઘ ૫ત્રક સાથે બોજા નોંઘની પ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે. (મિલકતના આઘાર તરીકે સ્વામિત્વ કાર્ડ/પ્રો૫ર્ટી કાર્ડ/૬-હકક પત્રક/ ૭/૧૨/૮અ ના ઉતારા ગ્રાહય રહેશે.)
- સરકાર માન્ય વેલ્યુઅરનો અસલ વેલ્યુએશન રીપોર્ટ રજુ કરવાનો રહેશે. (મંજુર થયેલ રકમની દોઢ ગણી વેલ્યુ ઘરાવતી મિલક્તનો. જેના આઘાર પુરાવા તરીકે સ્વામિત્વ કાર્ડ/પ્રો૫ર્ટી કાર્ડ/ ૭/૧૨/૮અ ના ઉતારા જ ગ્રાહય રહેશે.)
|