ક્રમાંક | અરજદારના પ્રશ્નો | પ્રશ્નોનું નિરાકરણ |
૧ | લોન કોને મળે ? | ૧. અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઇએ. ર. અરજદારના કુંટુંબની કુલ વાર્ષિક આવક રૂ. ૩,૦૦,૦૦૦/-થી વઘુ ન હોવી જોઇએ. ૩. અરજદારની ઉંમર અરજીની તારીએ ર૧ થી ૪પ વર્ષ સુધીની હોવી જોઇએ. ૪. અરજદારને તાંત્રિક તથા અન્ય કુશળતા માગી લેતા ધંધાઓના કિસ્સામાં અનુભવ હોવો જરૂરી છે |
૨ | લોન કઇ કઇ યોજનાઓમાં મળે છે ? | ૧. ટર્મ લોન (મુદતી ઘિરાણ) (મહિલા અને પુરૂષ) · ૫શુપાલન · નાના ઘંઘા વ્યવસાય · ૫રિવહન (ફકત ઓટો રીક્ષા અને લોડીંગ વાહન) ર. ન્યુ સ્વર્ણિમા યોજના (મહિલા)
૩. મહિલા સમૃદ્ધિ યોજના (મહિલા)
૪. માઇક્રોફાઇનાન્સ (લધુસ્તરીય ધિરાણ) યોજના (પુરૂષ)
૫. સ્વયં સક્ષમ યોજના
૬. શૈક્ષણિક લોન યોજના (ન્યુ આકાંક્ષા)(વિદ્યાર્થી/વિદ્યાર્થીની)
|
૩ | લોનનો વ્યાજનો દર શું છે ? | આ નિગમની લોન ૩.૫% થી ૬%ના નજીવા વ્યાજ દરે આપવામાં આવે છે. |
૪ | આ લોન અરજી ફોર્મ કયાંથી મળશે ? | લોન અરજી ફોર્મ https://gbcdconline.gujarat.gov.in ૫ર ઓનલાઇન અરજી કરવાની રહે છે. |
૫ | આ લોન ફોર્મ ભરીને કયાં આપવાના ? | આવેલ ઓનલાઇન અરજીઓ નિયત કરેલ સમય મર્યાદામાં અરજદારશ્રી દ્વારા ભરીને મોકલી આ૫વાના રહે છે. |
૬ | લોન કેટલી રકમની આપવામાં આવે છે. ? | ૧. ટર્મ લોન (મુદતી ઘિરાણ) (મહિલા અને પુરૂષ) · ૫શુપાલન રૂા.૧.૦૦ લાખ. · નાના ઘંઘા વ્યવસાય રૂા.૨.૦૦ લાખ. · ૫રિવહન (ફકત ઓટો રીક્ષા અને લોડીંગ વાહન)રૂા.૨.૦૦ લાખ. ર. ન્યુ સ્વર્ણિમા યોજના (મહિલા) રૂા.૨.૦૦લાખ.
૩. મહિલા સમૃદ્ધિ યોજના (મહિલા) રૂા.૧.૨૫લાખ.
૪. માઇક્રોફાઇનાન્સ (લધુસ્તરીય ધિરાણ) યોજના રૂા.૧.૨૫લાખ. ૫. સ્વયં સક્ષમ યોજના- રૂા.૫.૦૦લાખ.
૬. શૈક્ષણિક લોન યોજના (ન્યુ આકાંક્ષા) રૂા.૧૫.૦૦લાખ. |
૭ | લોન કયા સ્વરૂપમાં આપવામાં આવે છે ? | લોનની રકમ લાભાર્થી દ્વારા નિગમમાં રજુ કરવામાં આવેલ બેન્ક એકાઉન્ટમાં RTGS/NEFT થી જમાં આપવામાં આવે છે. |
૮ | લોન અરજી કોણ મંજૂર કરે છે. ? | લોન અરજી સૈદ્યાંતિક મંજુરી માટે લાભાર્થી પસંદગી સમિતિમાં નિર્ણય કરવામાં આવે છે. |
૯ | લાભાર્થી પસંદગી સમિતિ કયા ધોરણો / માપદંડો મુજબ અરજીઓ મંજુર કરે છે ? | અરજદારશ્રી બક્ષીપંચ જાતિના હોવા જોઇએ. નિયત કરેલ રકમ રૂા.૩.૦૦લાખની મર્યાદામાં આવક ઘરાવતા હોવા જોઇએ તેમજ ઘંઘાના અનુભવો ઘરાવતા હોવા જોઇએ તદઉ૫રાંત ફંડની ઉપલબ્ધતાને ૫ણ ધ્યાને લેવામાં આવે છે. |
૧૦ | લોન અરજીની મંજુરીમાં કોને અગ્રતા આપવામાં આવે છે ? | નિયત કરેલા મા૫દંડો ઘરાવતા તમામ અરજદારશ્રીઓને ક્રમાનુસાર અગ્રતા આ૫વામાં આવે છે. |
૧૧ | લોન ડોકયુમેન્ટસ કરવા ગાંધીનગર આવવું પડે ? | લોન ડોકયુમેન્ટ અરજદારશ્રી પોતે કરાવીને ટપાલ મારફતે નિગમની કચેરીએ મોકલવાના રહે છે. |
૧૨ | લોન દસ્તાવેજ કરવા લાભાર્થીને કેવી રીતે જાણ કરવામાં આવે છે. ? | લોન દસ્તાવેજ કરવા લાભાર્થીને ટપાલથી જાણ કરવામાં આવે છે. |
૧૩ | લોન માટે જામીનદાર કેવા આપવાના હોય છે. ? | રૂ. ૩૦,૦૦૦/- સુધીની લોન માટે જાત-જામીન આપવાના હોય છે. જયારે રૂ.૧,૦૦,૦૦૦/- સુધીની લોન માટે એક અને એક લાખ થી ઉપરની લોન માટે બે જામીન આપવાના હોય છે. અને અરજદાર કે જામીનદારની કોઇપણ એક મિલ્કત ઉ૫ર મંજુર થયેલ લોનની દોઢી રકમનો બોજો નિગમના નામનો ૫ડાવવો ફરજીયાત છે. |
૧૪ | જામીનદારના શું પુરાવા આપવાના હોય છે ? | મિલકતવાળા જામીનના કિસ્સામાં મિલકતના તમામ આધાર પુરાવા નિગમ દ્વારા નિયત કરેલ નમૂના મુજબ નોટરીરાઇઝ કરાવી આ૫વાના રહેતા હોય છે. |
૧૫ | જામીનદારની મિલકત ઉપર બોજો નોંધાવો પડે ? | અરજદાર કે જામીનદાર પૈકી કોઇ એકની મિલકત ઉપર નિગમના નામે બોજો ૫ડાવવાનો થાય છે. |
૧૬ | લોનના હપ્તા કયારે શરૂ થશે ? | .ઘંઘા/વ્યવસાયની લોનની રકમ બેન્ક એકાઉન્ટમાં મળ્યા બાદ ત્યાર પછીના માસમાં લોન ભરપાઇનો હપ્તો ભરવાની શરૂઆત કરવાની થાય છે. ·શૈક્ષણિક લોનમાં અભ્યાક્રમ પુરો થયેથી ૬ માસમાં કે નોકરી વ્યવસાય મળેથી બંન્નેમાંથી જે વહેલુ હોય ત્યારથી ભરપાઇ કરવાની રહેશે. |
૧૭ | લોનના હપ્તાની રકમ કયાં અને કેવી રીતે જમા કરાવવાની છે ? | લોનના હપ્તાની રકમ નિગમ દ્વારા નિયત કરવામાં આવેલ બેંક ઓફ ઇન્ડીયાના ખાતા નં. 202010100020790 એકાઉન્ટમાં જમા કરવાની રહેશે. જે માટે નિયત કરેલ બેન્કમાં ગુજરાતની કોઇ૫ણ શાખાઓમાં સ્વિકારવામાં આવે છે. અને લાભાર્થીઓને આ નિગમ દ્વારા નિયત બેન્કની સ્લી૫ બુક મોકલવામાં આવે છે. |
૧૮ | રેગ્યુલર હપ્તા ભરી નિયત સમયમાં હપ્તા ભરપાઇ કરવાથી બીજી વખત લોન મળી શકે કે કેમ ? | "ના" એક વ્યકતિ ને એક જ વખત લોન આપવામાં આવે છે. |
૧૯ | લોન માફ થશે કે કેમ ? | "ના" |
૨૦ | સબસીડી કેટલી મળશે ? | આ યોજનામાં સબસીડી આપવાની કોઇ જોગવાઇ નથી. |
૨૧ | લોનીનું મૃત્યુ થવાથી લોન માફ થશે કે કેમ ? | લોન કોઇ૫ણ સંજોગોમાં માફ કરવાની જોગવાઇ નથી. |