| હેતુ |  
    - સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ઉચ્ચ વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ મેળવવા માટેની લોન યોજના.
     |  
  | લોન મેળવવાની પાત્રતા |  
    - અરજદાર ઠાકોર અથવા કોળી જાતિના હોવા જોઇએ
  - તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂા. ૩ લાખ સુધીની રહેશે, જેમાં રૂા. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
  - તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂા. ૩ લાખ સુધીની રહેશે, જેમાં રૂા. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
  - આવરી લેવામાં આવેલ અભ્યાસ ક્રમ
 
- એમ.બી.એ. અથવા તથા તેની સમકક્ષ (એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસ ક્રમ)
 - એમ.સી.એ. માસ્ટીર ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન અથવા તેની સમકક્ષ (એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસક્રમ)
 - આઇ.આઇ.ટી. / એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય સ્નાતક કક્ષાના ઇજનેરી અભ્યાસક્રમ તેમજ માન્ય વ્યવસાયિક સ્નાતક  કક્ષાના અભ્યાસક્રમ.
 - મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાએ જેને માન્યતા આપી હોય તેવી કોલેજના તબીબી શિક્ષણના સ્નાતક  કક્ષાના અભ્યાસક્રમ.
     - મેનેજમેન્ટ કોટામાં મેળવેલ પ્રવેશના કિસ્સામાં લોન મળવા પાત્ર નથી.
     |  
  | લોનની રકમમાં નીચેનાનો સમાવેશ થશે. |  
    - ટયુશન ફી
  - રહેવા – જમવાનો ખર્ચ
 
   |  
  | યોજનાની મુખ્યમ લાક્ષણિકતાઓ |  
    - આ યોજના માટે લોનની મહત્તમ મર્યાદા રૂ.૧૫.૦૦ લાખ સુધીની છે.
  - આ યોજનામાં સરકારશ્રી દ્વારા વખતોવખત નકકી થયેલ વ્યાજદર લાગુ પડશે.
  - આ યોજનામાં યુનિટ કોસ્ટના માન્ય ખર્ચના ૯૫ ટકા લોન આપવામાં આવશે અને ૫ ટકા લાભાર્થી ફાળાની રકમ રહેશે.
  - આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે લોનની વસુલાત અભ્યાસક્રમ પુરો થયેથી ૬ માસમાં કે નોકરી /વ્યવસાય મળેથી બંન્નેમાંથી જે વહેલુ હોય ત્યારથી.
     |  
 
 |   |