મુખ્ય માહિતી વાંચોમુખ્ય માહિતી વાંચો
સ્ક્રીન રીડર એક્સેસસ્ક્રીન રીડર એક્સેસ
Select Blue Color Theme
Select Black Color Theme
No Style
A-AA+
English
|
ગુજરાતી
  • નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
  • નિયામક, વિકસતી જાતિ કલ્યાણ
  • નિયામક, સમાજ સુરક્ષા
  • કમિશનર, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના
  • ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
  • ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
  • ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
  • ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
  • ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
  • ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
  • ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)
  • ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા કમિશન
  • ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થીક વિકાસ નિગમ
  • ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી
  • ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ
  • ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
Home
ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
ગુજરાત સરકાર
ફોર્મપ્રશ્નોત્તર અભિપ્રાય સાઈટમેપ માહિતી મેળવવાનો અધિકાર
  • મુખ્‍ય પૃષ્ઠ
  • અમારા વિશે
    • પ્રસ્તાવના
    • ઉદ્દેશો
    • પ્રવૃતિઓ
    • ઠરાવો
    • વહિવટી માળખું
    • મીડિયા
  • યોજનાઓ
    • શૈક્ષણિક
    • આર્થિક ઉત્કર્ષ
  • લાભાર્થીઓ
  • નિયામક મંડળ
  • સંપર્ક કરો
  • હોમ
  • યોજનાઓ
  • આર્થિક ઉત્કર્ષ
  • ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના (ન્યુ આકાંક્ષા યોજના)

ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના (ન્યુ આકાંક્ષા યોજના)

  • પ્રિન્ટ
  • શેર કરો
  • આ યોજના હેઠળ વ્યવસાયલક્ષી શિક્ષણના ઉચ્ચ અભ્યાસક્રમો જેવા કે, મેડીકલ, ડેન્ટલ. એન્જીનીયરીંગ ફાર્મસી વગેરે અભ્યાસ કરવા માટે લોન આપવાની યોજના. વધુમાં વધુ રૂા.૧૫.૦૦ લાખ સુધીનું ધિરાણ કરવામાં આવે છે.
ઓનલાઇન અરજી સાથે સામેલ કરવાના આધાર-પુરાવા
  • આવક મર્યાદા રૂા.૫.૦૦ લાખ સુધીની હોવા અંગેના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો સામેલ કરવાનો રહેશે.
  • સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી ઠાકોર અને કોળી જાતિના હોવા અંગેના અધિકૃત અધિકારીનો જાતિનો દાખલો સામેલ કરવાનો રહેશે.
  • ઉમર વર્ષ ૧૭ થી ૩૫ સુધીની હોવા અંગે શાળા છોડયાનું પ્રમાણપત્ર (સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ)
  • અરજદારના આધારકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
  • અરજદારના રેશનકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
  • જે અભ્યાસ માટે લોન લેવાની છે, તે અભ્યાસના સરકારશ્રી દ્વારા નિયત થયેલ એડમીશન કમીટી મારફતે મેળવેલ એડમીશન લેટરની નકલ સામેલ કરવાની રહેશે.
  • અભ્યાસ માટે જરૂરી હોય તેવી ક્વોલીફાઇડ પરીક્ષામાં પાસ કરેલ હોય તે અભ્યાસક્રમની નકલ સામેલ કરવાની રહેશે. (ઓછામાં ઓછા ૫૦ % સાથે ક્વોલીફાઇડ થયેલ હોવા જોઇએ.)
  • સમગ્ર અભ્યાસ દરમ્યાન થનાર ખર્ચ (એડમીશન ફી, ટયુશન ફી, હોસ્ટેલ ફી) વગેરે કોલેજ / સંસ્થાના લેટરપેડ પર રજુ કરવાની રહેશે.
  • જે કોલેજ / સંસ્થામાં એડમીશન મેળવેલ છે તે સંસ્થાને અભ્યાસક્રમ ચલવવા માટે મળેલ માન્યતાના પ્રમાણપત્રની નકલ સામેલ કરવાની રહેશે.
દસ્તાવેજોની માહિતી
લોનની સૈધ્ધાંતિક મંજુર મળ્યા બાદ અરજદારે નીચે મુજબના લોન દસ્તાવેજ રજુ કરવાના થાય છે :-
  • અરજદારે આપવાનું જાત જામીનખત (પરિશિષ્ટ-૧) મુજબ રૂા.૫૦/- સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરાવવું. અરજદારના આધાર કાર્ડ, રેશનકાર્ડ અને મિલ્કતના પુરાવા રજુ કરવાના રહેશે.
  • માંગણીહૂંડી પત્રક રૂા.૧/- ની રેવન્યુ ટીકીટ લગાવી, ટીકીટ ઉપર સહી કરવી. રૂા.૩૦૦/- અધેશિવ સ્ટેમ્પ પર નોટરી કરાવવી
  • બાંહેધરીપત્ર / ખાતરીપત્રકમાં રૂા.300/- અધેશિવ સ્ટેમ્પ પર નોટરી કરાવવી.
  • હાઇપોથીકેશન / લોન એગ્રીમેન્ટ / સાનગીરો કરાર ઉપર રૂા.300/- અધેશિવ સ્ટેમ્પ પર નોટરી કરાવવી અને દરેક પાનના પર અરજદાર અને બન્ને જામીનદારોની સહી કરાવવી.
  • પરિશિષ્ટ-ર મુજબ જામીનદાર-૧ અને જામીનદાર-રનું જામીનખત રૂા.૫૦/- સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરાવવું. તેમજ બન્ને જામીનદારના આધાર કાર્ડ, રેશનકાર્ડ અને મિલ્કતના પુરાવા રજુ કરવાના રહેશે. (જામીનદારની ઉંમર ૬૦-વર્ષથી વધુ ન હોવી જોઇએ)
  • પરિશિષ્ટ-૩ મુજબ અરજદારની સંયુક્ત માલિકીની મિલકત હોય તો/ જામીનદાર / અન્ય મિલકત ધારક મિલકત ઉપર નિગમના નામે બોજા નોંધ કરાવવા અંગેની સમતી રૂ ૫૦/- સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરાવી રજુ કરવી.
  • જે અરજદારે લોન લીધી છે તેના નામના નિયત જગ્યાએ સહી કરેલા ૧૦ (દસ) CTS ચેક તેમજ બેન્ક પાસબુકની ઝેરોક્ષ રજુ કરવાની રહેશે.
  • બોજાનોંધ પત્રકમાં અરજદારે મકાન, જમીન કે અન્ય સ્થાવર મિલકત ઉપર સક્ષમ સત્તા અધિકારીની સહી/સિક્કાવાળી વાળી નિગમના નામે નીચેની વિગતે બોજા નોંધ રજુ કરવાની રહેશે તેમજ જેના ઉપર બોજાનોંધ રજુ કરેલ છે તેના આધાર-પુરાવા રજુ કરવાના રહેશે.
  • વધુ બે પશુ માટે ૧.૪૦ લાખ તેમજ કેટલશેડની જરૂરિયાત હોય તો ૧.૨૦ લાખ એમ, કુલ ૨.૬૦ લાખની લોન માટે :
    • અગાઉના વર્ષમાં મળેલ લોન મંજુરી આદેશ
    • અગાઉના વર્ષ દરમિયાન નિયમિત હપ્તા ભર્યા હોય તો છેલ્લી ૧૨ હપ્તા ભરેલ પાવતીઓ ભેગી કરી એક PDF અપલોડ કરવાની રહેશે.
    • જે સ્થાવર મિલકત પર બોજો પાડેલ હોય તેનું બોજો દર્શાવતું પત્રક.
બોજા નોંધ ની વિગત
  • ગ્રામ્ય વિસ્તારમાં ગામતળમાં સ્વામિત્વ કાર્ડ/કાયમી ઉપજ નમૂના નં-ર મા બોજા નોંધ કરાવી તેની બોજાનોંધવાળી નકલ રજુ કરી શકાય ( સ્વામિત્વ કાર્ડમા સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા બોજાનોંધ કરાવી શકાય જેની નકલ રજૂ કરવાની રહેશે.)
  • ગ્રામ્ય વિસ્તારમાં જમીન હોય તો, ૭/૧૨ અને ૮ અ જમીનની નકલ પર મામલતદારશ્રી, (ઇ-ધારા) બોજાનોંધ કરાવી નમૂના નં.૬ હક્કપત્રની તેની પાકી એન્ટ્રીવાળી નકલ મેળવી રજુ કરી શકાય.
  • જે ગામડાઓનો શહેરી વિસ્તારમાં સમાવેશ થયેલ હોય અને પ્રોપર્ટી કાર્ડ (મિલકતકાર્ડ) બનેલ હોય કે નગરપાલિકા વિસ્તાર હોય તો સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટની કચેરીમાંથી બોજો દાખલ કરાવી પ્રોપર્ટી કાર્ડ(મિલકતકાર્ડ) માં બોજાનીનોંધ કરી નકલ રજુ કરી શકાય.
  • શહેરી વિસ્તારમાં મિલકત ધરાવતા હોય તો પ્રોપર્ટી કાર્ડમાં સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા બોજાનોંધ કરાવી તેની બોજાનોંધવાળી નકલ રજુ કરી શકાય.
  • અરજદાર / જામીનદારના મિલકતના પુરાવામાં દસ્તાવેજ, પ્રોપર્ટી કાર્ડ તથા સ્વામિત્વકાર્ડ અને ૭-૧૨ અને ૮-અના ઉતારા માન્ય ગણાશે.
  • અરજદારે મિલકત ઉપર લોનની દોઢ ગણી રકમનો નિગમના નામે બોજો દાખલો કરવાનો રહેશે.
  • અરજદારે સરકાર માન્ય વેલ્યુઅરનું વેલ્યુએશનસર્ટી રજુ કરવાનું રહેશે.
 
નોંધ:વિકાસ કમિશ્નરશ્રી, ગુ.રા., ગાંધીનગરના તા.૦૫-૦૨-૨૦૨૫ના પત્ર નં. DCO/0171/02/2025 મુજબ ગ્રામ્ય વિસ્તારમાં તલાટી-કમ-મંત્રી દ્વારા આકારણી પર કરેલ બોજાનોંધ માન્ય ગણાશે નહિ. 
  • આર્થિક ઉત્કર્ષ

  • ન્યુ સ્‍વર્ણિમા યોજના (ફક્ત મહિલાઓ માટે) (ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ)
  • મહિલા સમૃદ્ધિ યોજના(ફક્ત મહિલાઓ માટે) (ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ)
  • માઇક્રો ફાઇનાન્‍સ (સ્વસહાય જૂથ માટેની યોજના)
  • મુદતી લોન (ટર્મ લોન)
  • સ્‍વયં સક્ષમ યોજના (ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ)
  • લઘુસ્તરીય ધિરાણ યોજના (માઇક્રો ફાઇનાન્સ યોજના)
  • ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના (ન્યુ આકાંક્ષા યોજના)
Bureau of Indian Standards
વાયબ્રન્ટ ગુજરાત
ગુજરાત સરકાર
મુખ્ય ચૂંટણી અધિકારી
ડીજીટલ લોકર
ભારત સરકાર
ઈ-સમાજકલ્યાણ
Digital India
PM Cares

અમારા વિશે

પ્રસ્તાવના
ઉદ્દેશો
પ્રવૃતિઓ
ઠરાવો
વહિવટી માળખું
મીડિયા

યોજનાઓ

શૈક્ષણિક
આર્થિક ઉત્કર્ષ

ડાઉનલોડ

લોન સહાય મેળવવાની પાત્રતા
નિયામક મંડળ
લાભાર્થીઓ

ઇ-સિટીઝન

માહિતી મેળવવાનો અધિકાર
પ્રશ્નોત્તર
ફિડબેક
સફળતા
સંપર્ક કરો

સંપર્ક

બ્લોક - ૧૬ , ભોયતળીયે, ડો.જીવરાજ મહેતા ભવન (જુના સચિવાલય), ગાંધીનગર-૩૮ર૦૧૦ ગુજરાત (ઇન્ડિયા)

ફોન

+91 79 23256486

go to top
©2021 ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગુજરાત સરકાર
ગોપનીયતા નીતિ Hyperlinking Policy Copyright Policy Terms & Conditions ડિસ્ક્લેમર સાઈટમેપWeb Information Manager

મુલાકાતીઓ

410347

છેલ્લે થયેલ સુધારો

22 સપ્ટે 2026

Accessibility options by UX4G

 
Created by logo