અ.નં. | પશુ ની સંખ્યા | પશુ ખરીદીનો કુલ ખર્ચ | કેટલ શેડ બનાવવાનો ખર્ચ | કુલ યુનિટ કોસ્ટ |
(૧) | ૨ | રૂા ૧,૪૦,૦૦૦/- | --- | રૂા.૧,૪૦,૦૦૦/- |
(ર)
| ૪ | રૂા ૨,૮૦,૦૦૦/- | રૂા.૧,૨૦,૦૦૦/- | રૂા.૪,૦૦,૦૦૦/- |
નોંધઃ- અ.નં.(૧) માટે લોન મંજુર થયા બાદ લાભાર્થીએ જો વર્ષ દરમ્યાન નિયમિત હપ્તા ભરેલ હોય તો વધુ બે પશુ માટે રૂા.૧,૪૦,૦૦૦/- તેમજ કેટલ શેડની જરૂરીયાત હોય તો રૂા.૧,૨૦,૦૦૦/- એમ કુલ રકમ રૂ.૨,૬૦,૦૦૦/- ની લોન ચાલુ લોન ઉપરાંત પણ મળી શકશે. (જે લાભાર્થી આ લોન લે છે, તેમને જૂની/નવી સ્થાવર મિલકત પર જે રકમ મંજુર થાય તેની અલગથી દોઢ ગણી રકમનો બોજો આપવાનો રહેશે.)
ઓનલાઇન અરજી સાથે સામેલ કરવાના આધાર-પુરાવા
- આવક મર્યાદા રૂા.૩.૦૦ લાખ સુધીની હોવા અંગેના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી રબારી અને ભરવાડ સમાજના હોવા અંગેના અધિકૃત અધિકારીનો જાતિનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- ઉમર વર્ષ ૨૧ થી ૫૦ સુધીની હોવા અંગે શાળા છોડયાનું પ્રમાણપત્ર (સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ) અને અભણના કિસ્સામાં સરકારી દવાખાના મેડીકલ ઓફિસરનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- અરજદારના આધારકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
- અરજદારના રેશનકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
- અરજદારના બેન્ક પાસબુક / કેન્સલ ચેકની નકલ.