આ યોજના હેઠળ શિક્ષણના વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો જેવા કે, મેડીકલ, ડેન્ટલ, એન્જીનીયરીંગ, ફાર્મસી કરવા માટે લોન આપવાની યોજના.
વધુમાં વધુ રૂા.૧૫.૦૦ લાખ સુધીનું ધિરાણ કરવામાં આવે છે.
ઓનલાઇન અરજી સાથે સામેલ કરવાના આધાર-પુરાવા
- આવક મર્યાદા રૂા.૩.૦૦ લાખ સુધીની હોવા અંગેના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી રબારી અને ભરવાડ સમાજના હોવા અંગેના અધિકૃત અધિકારીનો જાતિનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- ઉમર વર્ષ ૧૭ થી ૩૫ સુધીની હોવા અંગે શાળા છોડયાનું પ્રમાણપત્ર (સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ)
- અરજદારના આધારકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
- અરજદારના રેશનકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
- જે અભ્યાસ માટે લોન લેવાની છે, તે અભ્યાસના સરકારશ્રી દ્વારા નિયત થયેલ એડમીશન કમીટી મારફતે મેળવેલ એડમીશન લેટરની નકલ સામેલ કરવાની રહેશે.
- અભ્યાસ માટે જરૂરી હોય તેવી ક્વોલીફાઇડ પરીક્ષામાં પાસ કરેલ હોય તે અભ્યાસક્રમની નકલ સામેલ કરવાની રહેશે. (ઓછામાં ઓછા ૫૦ % સાથે ક્વોલીફાઇડ થયેલ હોવા જોઇએ.)
- સમગ્ર અભ્યાસ દરમ્યાન થનાર ખર્ચ (એડમીશન ફી, ટયુશન ફી, હોસ્ટેલ ફી) વગેરે કોલેજ / સંસ્થાના લેટરપેડ પર રજુ કરવાની રહેશે.
- જે કોલેજ / સંસ્થામાં એડમીશન મેળવેલ છે તે સંસ્થાને અભ્યાસક્રમ ચલવવા માટે મળેલ માન્યતાના પ્રમાણપત્રની નકલ સામેલ કરવાની રહેશે.
- અરજદારના બેન્ક પાસબુક / કેન્સલ ચેકની નકલ.