મહિલાઓ માટે સ્વરોજગારી ઉભી કરી આત્મનિર્ભર કરવા માટેની વ્યકિતગત મહિલા ઉદ્યોગ સાહસિકોને લઘુસ્તરીય ધિરાણ.
આ યોજના હેઠળ વ્યકતિગત ધોરણે રૂા.૧.૨૫ લાખની લોન.
ઓનલાઇન અરજી સાથે સામેલ કરવાના આધાર-પુરાવા
- આવક મર્યાદા રૂા.૩.૦૦ લાખ સુધીની હોવા અંગેના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો સામેલ કરવાનો રહેશે.
 - સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી રબારી અને ભરવાડ સમાજના હોવા અંગેના અધિકૃત અધિકારીનો જાતિનો દાખલો સામેલ કરવાનો રહેશે.
 - ઉમર વર્ષ ૨૧ થી ૫૦ સુધીની હોવા અંગે શાળા છોડયાનું પ્રમાણપત્ર (સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ) અને અભણના કિસ્સામાં સરકારી દવાખાના મેડીકલ ઓફિસરનો દાખલો સામેલ કરવાનો રહેશે.
 - અરજદારના આધારકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
 - અરજદારના રેશનકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
 - અરજદારના બેન્ક પાસબુક / કેન્સલ ચેકની નકલ.