- ડીમ્ડ.સીવીલ કોર્ટ તરીકે કાયદા હેઠળ અપાયેલા વિકલાંગોના હક્કોનું રક્ષણ કરવા કેસો ચલાવવા.
- સરકારના આ અંગે અપાતા ભંડોળના ઉપયોગનું નિયંત્રણ.
- વિકલાંગો માટેની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોની રૂપરેખા ઘડવા અને અમલીકરણ માટે સરકારના વિવિધ વિભાગો અને સંસ્થાઓ સાથે સંકલન કરવું.
- સરકાર મારફત વિધાનસભાગૃહમાં અહેવાલ રજુ કરવો.
- રાજ્ય સંકલન સમિતિ અને રાજ્ય કાર્યવાહક સમિતિ મારફત રજુઆતો.
- ક્ષેત્રિય કક્ષાએ કામગીરી કરનારાઓમાં સરકારની યોજનાઓ બાબતે જાગૃતિ લાવવી અને તેમના વલણમાં બદલાવ લાવવો.
- સ્વૈચ્છિક સંસ્થાઓની સક્રિય ભાગીદારી માટે તેમની સાથે સંકલન અને જોડાણ સ્થાપિત કરવું.
|