Top
કમિશનરની સત્તાઓ
કમિશનર રાજ્યમાં નીચેનાં કાર્યો કરશે
ડેટા ટેબલ કમિશનર રાજ્યમાં નીચેનાં કાર્યો કરશે
૬૧ (એ) વિકલાંગ વ્યક્તિઓના લાભાર્થે ચાલતા કાર્યક્રમો અને યોજનાઓ માટે  રાજ્ય સરકારનાં ખાતાઓ વચ્ચે સંકલન કરશે.
  (બી) રાજ્ય સરકાર દ્વારા ફાળવેલ ભંડોળના ઉપયોગનું નિયંત્રણ કરશે.
  (સી) વિકલાંગ વ્યક્તિઓ માટે ઉપલબ્ધ સવલતો અને અધિકારોનું રક્ષણ કરવા પગલાં ભરશે.
  (ડી) સરકાર નિયત કરે એ સમયાંતરે આ ધારાના અમલીકરણ પરત્વે રાજ્ય સરકારને અહેવાલ મોકલશે અને તેની નકલ મુખ્ય કમિશનરને મોકલશે.
વિકલાંગોના અધિકારોના ભંગ સંબંધી બાબતો અંગેની ફરિયાદો કમિશનરે તપાસવી.
ડેટા ટેબલ વિકલાંગોના અધિકારોના ભંગ સંબંધી બાબતો અંગેની ફરિયાદો કમિશનરે તપાસવી.
૬૨   કલમ-૬૧ ની જોગવાઇઓને લક્ષમાં લીધા વગર કમિશનર સ્વેચ્છાએ કે અન્યાય પામેલ વ્યક્તિની અરજીના આધારે કે અન્ય રીતે નીચેની બાબતો સંબંધી ફરીયાદોની તપાસ કરશે.
  (એ) વિકલાંગ વ્યક્તિઓના અધિકારોનો ભંગ
  (બી) કાયદાઓ, ઉપનિયમો, ધારા ધોરણો, કારોબારી હુકમો, નિર્દેશો કે સૂચનાઓ જે તે સરકાર કે સ્થાનિક સત્તામંડળો દ્વારા વિકલાંગ વ્યક્તિઓના કલ્યાણ અને અધિકારોના રક્ષણ માટે ધડાયા હોય કે જાહેર થયા હોય તેના અમલીકરણનો અભાવ અને જે તે સત્તામંડળ પાસે તેની રજુઆત.
સત્તામંડળો અને અધિકારીઓને મુલ્કી અદાલતની કેટલીક સત્તાઓ :
ડેટા ટેબલ સત્તામંડળો અને અધિકારીઓને મુલ્કી અદાલતની કેટલીક સત્તાઓ
૬૩ (૧) મુખ્ય કમિશનર અને કમિશનરો આ ધારા હેઠળનાં કાર્યોની બજવણીના હેતુ માટે નીચેની બાબતો સંબંધી ખટલો ચલાવતી વખતે સિવિલ પ્રોસીજર કોડ,૧૯૦૮ ( ૧૯૦૮નું પમું) હેઠળ અદાલતને મળે છે તેવી સત્તાઓ ધરાવશે જેવી કે...
(એ) સાક્ષીઓને હાજર રાખવા અને સમન્સ કાઢવા.
(બી) કોઇપણ દસ્તાવેજ શોધી કાઢવા અને પ્રાપ્ત કરવા.
(સી) કોઇપણ અદાલત કે કચેરીમાંથી જાહેર દફતર કે તે સંબંધિત નકલ મેળવવા.
(ડી) સોગંદનામાઓ પર પૂરાવો મેળવવો અને
(ઇ) સાક્ષીઓ કે દસ્તાવેજોના પરીક્ષણ માટે તપાસ નીમવી.
  (૨) મુખ્ય કમિશનર અને કમિશનરો પાસેથી દરેક કાર્યવાહી ભારતીય દંડ સંહિતાના (૧૮૬૦ નું ૪૫) વિભાગ હેઠળ ૧૯૩ અને ૨૨૮ના અર્થમાં રહીને અદાલતી કાર્યવાહી કરવાની રહેશે અને મુખ્ય કમિશનર, કમિશનર સમક્ષ સત્તામંડળ ક્રીમીનલ પ્રોસીઝર કોડ, ૧૯૭૩નો ફોજદારી ધારો, વિભાગ-૧૯૫ અને પ્રકરણ-૨૬ના હેતુઓ માટે સિવિલ (મૂલ્કી) અદાલત તરીકે ગણવામાં આવશે ( ૧૯૭૪ નું ૨)