| હેતુ | 
  |  સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ઉચ્ચ વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ મેળવવા માટેની લોન યોજના. | 
  | લોન મેળવવાની પાત્રતા | 
  |  અરજદાર ઠાકોર અથવા કોળી જાતિના હોવા જોઇએતા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂા. ૩ લાખ સુધીની રહેશે, જેમાં રૂા. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂા. ૩ લાખ સુધીની રહેશે, જેમાં રૂા. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.આવરી લેવામાં આવેલ અભ્યાસ ક્રમ 
એમ.બી.એ. અથવા તથા તેની સમકક્ષ (એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસ ક્રમ)એમ.સી.એ. માસ્ટીર ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન અથવા તેની સમકક્ષ (એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસક્રમ)આઇ.આઇ.ટી. / એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય સ્નાતક કક્ષાના ઇજનેરી અભ્યાસક્રમ તેમજ માન્ય વ્યવસાયિક સ્નાતક  કક્ષાના અભ્યાસક્રમ.મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાએ જેને માન્યતા આપી હોય તેવી કોલેજના તબીબી શિક્ષણના સ્નાતક  કક્ષાના અભ્યાસક્રમ.મેનેજમેન્ટ કોટામાં મેળવેલ પ્રવેશના કિસ્સામાં લોન મળવા પાત્ર નથી. | 
  | લોનની રકમમાં નીચેનાનો સમાવેશ થશે. | 
  |  ટયુશન ફીરહેવા – જમવાનો ખર્ચ | 
  | યોજનાની મુખ્યમ લાક્ષણિકતાઓ | 
  |  આ યોજના માટે લોનની મહત્તમ મર્યાદા રૂ.૧૫.૦૦ લાખ સુધીની છે.આ યોજનામાં સરકારશ્રી દ્વારા વખતોવખત નકકી થયેલ વ્યાજદર લાગુ પડશે.આ યોજનામાં યુનિટ કોસ્ટના માન્ય ખર્ચના ૯૫ ટકા લોન આપવામાં આવશે અને ૫ ટકા લાભાર્થી ફાળાની રકમ રહેશે.આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે લોનની વસુલાત અભ્યાસક્રમ પુરો થયેથી ૬ માસમાં કે નોકરી /વ્યવસાય મળેથી બંન્નેમાંથી જે વહેલુ હોય ત્યારથી. | 
 
 |  |