| મહિલા સમૃદ્ધિ યોજના (મહિલાઓ માટે લઘુ સ્તરીય યોજના) |
| હેતુ |
- મહિલાઓ માટે સ્વરોજગારી ઉભી કરી આત્મનિર્ભર કરવા માટેની વ્યકિતગત મહિલા ઉદ્યોગ સાહસિકોને લઘુસ્તરીય ધિરાણ.
- આ યોજના હેઠળ લોનની મહત્તમ મર્યાદા રૂ. ૧,૨૫,૦૦૦/- ની રહેશે.
|
| ઓનલાઇન અરજી સાથે સામેલ કરવાના આધાર-પુરાવા |
- આવક મર્યાદા રૂા.૫.૦૦ લાખ સુધીની હોવા અંગેના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી ઠાકોર અને કોળી જાતિના હોવા અંગેના અધિકૃત અધિકારીનો જાતિનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- ઉમર વર્ષ ૨૧ થી ૫૦ સુધીની હોવા અંગે શાળા છોડયાનું પ્રમાણપત્ર (સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ) અને અભણના કિસ્સામાં સરકારી દવાખાના મેડીકલ ઓફિસરનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- અરજદારના આધારકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
- અરજદારના રેશનકાર્ડની નકલ સામેલ કરવાની રહેશે. (બન્ને સાઇડ)
- જે વ્યવસાય માટે લોન મેળવવાની છે તે વ્યવસાયના અનુભવનો દાખલો સામેલ કરવાનો રહેશે.
- જે વ્યવસાય માટે લોન મેળવવાની છે તે વ્યવસાય વ્યવસાયનુ ભાવપત્રક/ક્વોટેશન (લેટરપેડ પર સહી સિક્કા સહિતનુ) સામેલ કરવાના રહેશે.
|