| પ્રશ્ન ૧ : |  લોન મેળવવા માટે અરજી કરેલ તેનું શું થયું ? |  
  | જવાબ ૧ : |  આ બાબતે જિલ્લા મેનેજરશ્રી , જિલ્લા કચેરી નો સંપર્ક કરવો. |  
  |   |  
  | પ્રશ્ન ૨ : |  લોન અરજી મંજુર થયેલ છે કે કેમ ? |  
  | જવાબ ૨ : |  આ બાબતે જિલ્લા મેનેજરશ્રી , જિલ્લા કચેરી નો સંપર્ક કરવો. |  
  |   |  
  | પ્રશ્ન ૩ : |  લોન અરજી ના મંજુર કયા કારણોસર કરવામાં આવી છે ? |  
  | જવાબ ૩ : |  આ બાબતે જિલ્લા મેનેજરશ્રી , જિલ્લા કચેરી નો સંપર્ક કરવો. |  
  |   |  
  | પ્રશ્ન ૪ : |  અરજી મંજુર થયેલ હોય તો ધિરાણ ક્યારે મળશે ? |  
  | જવાબ ૪ : |  આ બાબતે જિલ્લા મેનેજરશ્રી , જિલ્લા કચેરી અથવા મનેજર (યોજના) વડી કચેરી નો સંપર્ક કરવો. |  
  |   |  
  | પ્રશ્ન ૫ : |  અરજી ના મંજુર થયેલ હોય તો , મંજુર કરવા માટે કોને મળવું ? |  
  | જવાબ ૫ : |  અરજી ના મંજુર થયેલ હોય અને મંજુર કરવા માટે વ્યાજબી કારણ હોય તો જનરલ મેનેજર શ્રી , વડી કચેરી ને રજૂઆત કરવી. |  
  |   |  
  | પ્રશ્ન ૬  : |  ધિરાણ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ  કરવાના છે ? |  
  | જવાબ  ૬ : |  નીચે મુજબ ના લોન  ડોક્યુમેન્ટ્સ  કરવાના થાય છે . 
(૧) વચન ચિટ્ઠી, (૨) લોન એગ્રીમેન્ટ, (૩) બાહેંધરી પત્રક , (૪) ગીરોખત  વિગેરે. |  
  |   |  
  | પ્રશ્ન ૭ : |  કેટલા અને કેવા પ્રકારના જામીન આપવાના છે. |  
  | જવાબ ૭ : |  રૂ. ૩૦,૦૦૦/- સુધીના ધિરાણમાં કોઈ જામીન આપવાના થતા નથી. 
રૂ. ૩૦,૦૦૧/- થી રૂ. ૧,૦૦,૦૦૦/- સુધીના ધિરાણમાં નીચેમાંથીં કોઈપણ એક જામીન આપવાનો રહેશે.  - સરકારી/અર્ધસરકારી કચેરીમાં નોકરી કરતા કર્મચારી
  - ધિરાણની રકમની દોઢગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી વ્યક્તિ (સ્થાવર મિલકતના સંદર્ભ માં બોજ્નોંધ કરવાની રહેશે)
  - જાત જામીન એટલે કે ધિરાણની દોઢ ગણી રકમની પોતાની સ્થાવર મિલકત (બોજ નોંધ કરાવવાની રહેશે.)
  - લાભાર્થીએ પાંચ પોસ્ટ ડેટેડ ચેક આપવા.
  - રૂ. ૧,૦૦,૦૦૦/- થી વધુના ધિરાણમાં બે જામીન આપવાના રહેશે.
  - સરકારી/અર્ધસરકારી કચેરીમાં નોકરી કરતા કર્મચારી અથવા
  - ધિરાણની રકમ ની દોઢગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી વ્યક્તિ (સ્થાવર મિલકતના સંદર્ભમાં બોજ્નોંધ કરાવવાની રહેશે)
  - લાભાર્થીએ દશ પોસ્ટ ડેટેડ ચેક આપવા.
     |  
  |   |  
  | પ્રશ્ન ૮ : |  ધિરાણ મળ્યા હોય તો જામીન બદલવા શું કરવું ? |  
  | જવાબ ૮ : |  સામાન્ય રીતે જામીન બદલી શકતા નથી, પરંતુ અપવાદ રૂપ કિસ્સા માં લાભાર્થી તરફ થી મળેલ વસુલાત વિગેરે બાબતોને ધ્યાને લઈ       ગુણદોષ ને આધારે જામીન બદલી શકાય છે. |  
  |   |  
  | પ્રશ્ન ૯ : |  આપેલ જામીન ક્યારે ના બદલી શકાય ? કયા કારણોસર ? |  
  | જવાબ ૯ : |  જવાબ ૮ મુજબ. |  
  |   |  
  | પ્રશ્ન ૧૦ : |  સબસીડી કેટલી અને ક્યારે મળશે ? |  
  | જવાબ ૧૦ : |  બેન્કેબલ યોજના હેઠળ ધિરાણ ના ૫૦ % અથવા રૂ ૧૦,૦૦૦/- બે માંથી જે રકમ ઓછી હોય તે રકમ સબસીડી તરીકે મળવા પાત્ર થાય છે. 
એન. એસ. એફ. ડી. સી. (સીધા ધિરાણ ) ની યોજના હેઠળ જે લાભાર્થી ની આવક ગરીબી રેખા થી ઓછી છે તેવા લાભાર્થી ને ધિરાણ ના                 ૫૦ % અથવા રૂ ૧૦,૦૦૦/- બે માંથી જે રકમ ઓછી હોય તે રકમ સબસીડી તરીકે મળવા પાત્ર થાય છે. 
સબસીડીની રકમ ભારત સરકારશ્રી તરફથી મળેથી ક્રમાનુસાર આપવામાં આવે છે. |  
  |   |  
  | પ્રશ્ન ૧૧ : |  સબસીડી કયા કારણોસર ના મંજુર કરેલ છે ? |  
  | જવાબ ૧૧ : |  (૧) અરજદારે અથવા તેમના કુટુંબ ના સભ્યો એ અગાઉ સબસીડી નો લાભ મેળવેલ હોય. 
(૨) એન. એસ. એફ. ડી. સી. (સીધા ધિરાણ ) ની યોજના હેઠળ ગરીબી રેખા ની આવક મર્યાદા કરતા વધુ આવક ધરાવતા હોય તેવા    કિસ્સાઓ માં . |  
  |   |  
  | પ્રશ્ન  ૧૨ : |  ધિરાણ મંજુર થયેલ હોય, તો જિલ્લા કચેરી એ ચેક મોકલેલ છે કે કેમ ? |  
  | જવાબ ૧૨ : |  આ બાબતે મેનેજર શ્રી (નાણાં), વડી કચેરી નો સંપર્ક કરવો. |