Top
વિકલાંગ વ્‍યકિતઓના અધિકારોનું રક્ષણ કેવી રીતે કરીએ?
વિકલાંગ વ્‍યકિતઓના અધિકારોનું રક્ષણ કેવી રીતે કરી શકાય ?
પ્રકાશકઃ
અંધજન મંડળ, ઉન્‍નતિ – વિકાસ શિક્ષણ સંગઠન તથા હેન્ડિકેપ ઇન્‍ટરનેશનલ
આ પુસ્તિકા અંગ્રેજીમાં તથા ઓડિયો કેસેટ તેમ જ સીડીના રૂપમાં મળે છે.
આ પુસ્તિકા વિનંતીથી મોટા ટાઇપ અને બ્રેઇન લિપિ‍માં પણ મળે છે.
આ પ્રકાશનનાં કોઇ પણ ભાગની અગાઉથી પરવાનગી લીધા સિવાય નકલ કરી શકાશે, ફરીથી છાપી શકાશે, ઝેરોક્ષ કે સાયકલોસ્‍ટાઇલ નકલ કરી શકાશે અથવા તેનું ભાષાંતર કરી શકાશે, પરંતુ આ પુસ્તિકાના પ્રકાશકનો યોગ્‍ય આભાર સ્‍વીકારવાનો રહેશે.
પ્રથમ આવૃત્તિઃ ૨૦૦૪
નકલઃ ૩૦૦૦
સ્‍વરૂપ રચનાઃ સોલ્‍યુશન વન ડિઝાઇન, અમદાવાદ. ફોનઃ ૦૭૯-૨૬૬૪૫૮૭૦
ચિત્રોઃ રણજિત બાલમુચુ અને તરૂણ દીપ ગિરધર
મુદ્રકઃ પ્રિન્‍ટવિઝન, અમદાવાદ
ઋણ સ્‍વીકાર
આ પુસ્તિકા પ્રકાશિત કરતી વખતે જેમણે તેમનાં અમૂલ્‍ય સમય, માહિતી તથા જરૂરી સૂચનો પૂરા પડયા છે, તેમનો અમે હ્રદયપૂર્વક આભાર માનીએ છીએ, જેમણે પોતે વેઠેલા પડકારો તથા મેળવેલી સફળતાઓ અંગે અમને માહિતી પૂરી પાડી છે. તથા તેવા જીવંત ઉદાહરણોને પ્રકાશ્તિ કરવાની પરવાનગી પણ આપી છે, તે સૌનો અમે ખાસ આભાર માનીએ છીએ. જેઓ પોતાના હકકો યોગવી શકતા નથી. તેવી વ્‍યકિતઓને પોતાના હકકો અંગેની સમજણ મેળવવામાં તથા તેમને પ્રોત્‍સાહન પૂરૂ પાડવામાં, તે સવિશેષ મદદરૂપ બનશે તેવી આજ્ઞા છે.
આ પુસ્‍તકમાં વ્‍યાપક સંશોધન અને વિકલાંગ વ્‍યકિતઓ, તેમનાં પરિવારો તથા અનેક સંગઠનો સાથેની વાતચીત બાદ મેળવાયેલી માહિતી એકત્ર કરવામાં આવી છે. વપરાશકારના દષ્ટિકોણથી વિકલાંગ વ્‍યકિતઓ (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને સંપૂર્ણ સહભાગિતા) ધારો-૧૯૯૫ ને સમજવાનો પ્રયાસ છે. એક બાબત નોંધનીય છે કે,નીતિઓમાં ફેરફારોને કારણે કે અન્‍ય કારણોસર કેટલીક માહિતીમાં સમયે સમયે ફેરફાર થઇ શકે છે. તેથી વાચકોને અંદર આપવામાં આવેલાં સરનામાં અને ફોન નંબર પર સંબંધિત વ્‍યકિતઓ કે વિભાગોનો સપર્ક કરવાની અને માહિતીની ચકાસણી કરવાની સલાહ આપવામાં આવે છે.
અમે આપના સૂચનો અને ટીકા-ટિપ્‍પણીઓને આવકારીએ છીએ. તે અમને અમારા પ્રયાસો સુધારવામાં તથા આપના પ્રશ્નોનો વધારે સારો પ્રતિભાવ આપવામાં અમને મદદ કરશે.
વિકલાંગ વ્‍યકિતઓના અધિકારોનું રક્ષણ માટે શું કોઇ કાનૂની જોગવાઇ છે ?
હા. ભારતની સંસદે ‘વિકલાંગ વ્‍યકિતઓ ( સમાન તકો, અધિકારોનું રક્ષણ તથા સંપૂર્ણ સહભાગિતા) ધારો-૧૯૯૫‘ ઘડયો છે. તે ૭ ફેબ્રુઆરી, ૧૯૯૬ થી અમલમાં આવ્‍યો છે. આ કાયદો વિકલાંગ વ્‍યકિતઓને સમાન તકો પૂરી પાડવા માટે, તેમના અધિકારોનું રક્ષણ કરવા માટે તથા તેમને સંપૂર્ણ સહભાગિતા પૂરાં પાડવા માટેનો એક પ્રયત્‍ન છે. તેથી સમાજમાં તેમનું એકીકરણ થઇ શકે તથા તેઓ તેમના અધિકારો ભોગવી શકે.
આ કાયદો શા માટે ઘડવામાં આવ્‍યો. ?
વિકલાંગ વ્‍યકિતઓના પુનઃવસન માટેના પ્રયત્‍નો સમય જતાં સંસ્‍થાગત સારસંભાળ તથા સેવાઓથી માંડીને સમુદાય-આધારિત પુનઃવસન સુધી વિકસતા જતા રહયા છે. તેમ છતાં, વિકલાંગ વ્‍યકિતઓને સહાય, સાધનો અને ઉપકરણો, શિક્ષણ તેમ જ તાલીમ પૂરા પાડીને સમુદાય સાથે તેમનું અનુકૂલન સાધવામાં તેમને મદદ કરવા ઉપર જ ધ્‍યાન કેન્દ્રિત રહયુ છે.
વ્‍યકિત ને વાતાવરણ કે સંદર્ભમાં રહે છે/જીવે છે તે બદલવું એટલું જ જરૂરી છે તે કાળક્રમે સ્‍વીકારાઇ રહયુ છે. આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે તથા રાષ્‍ટ્રીય ક્ષેત્રે, લગભગ છેલ્‍લા એકાદ દાયકામાં આરોગ્‍ય અને કલ્‍યાણના અભિગમથી આગળ વધીને વિકલાંગ વ્‍યકિતઓના અધિકારોને પ્રોત્‍સાહન આપવાની તથા રક્ષણ પૂરું પાડવાની જરૂર જણાઇ છે. તેથી, દેક ક્ષેત્રમાં તેમને ખાતરી પૂર્વક સમાન તકો મળી રહે તથા વિકલાંગ વ્‍યકિતઓના ‘સમાવેશ‘ માટે સામાન્‍ય નાગરિકોની સહભાગિતાને પ્રોત્‍સાહિત કરી શકાય. ભારત સહિતના વિવિધ દેશોએ વિકલાંગતાના અધિકારો અંગેના કાયદાઓ પસાર કર્યા છે. ‘વિકલાંગ ધારો-૧૯૯૫ માં વિકલાંગ વ્‍યકિતઓને સક્ષમ બનાવવાની જોગવાઇ કરાઇ છે કે જેથી, તેઓ સમાજનાં મુખ્‍ય પ્રવાહનો એક ભાગ બની શકે.
ભારતમાં વિકલાંગ વ્‍યકિતઓની વસ્‍તી કેટલી છે ?
વિકાસશીલ દેશોમાં, ‍ વિકલાંગતાની વ્‍યાપકતા અંગેની આંકડાકીય માહિતીની ચીવટ પૂર્વકની તુલના વિવિધ સંસ્‍થાઓ દવારા હાથ ધરવામાં આવી છે. જમે કે , વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા (ડબલ્‍યુ.એચ.ઓ) તેને કુલ વસ્‍તીના પ થી ૬ ટકા જેટલી ગણાવે છે. જયારે અન્‍ય અહેવાલોમાં તે સંખ્‍યા ૧૦ ટકા જેટલી ઉચી અંદાજવામાં આવે છે.
ભારત સરકારનાં ‘નેશનલ સેમ્‍પલ સર્વે ઓર્ગેનાઇઝેશન‘ (રાષ્‍ટ્રીય નમૂના સર્વેક્ષણ સંગઠન- એન.એસ.એસ.ઓ) જુલાઇ ડિસેમ્‍બર, ૨૦૦૨ દરમ્‍યાન વિકલાંગ વ્‍યકિતઓની સંખ્‍યા તથા તેના અન્‍ય પાસાઓ અંગે માહિતી પુરી પડવા માટે તેનુ ત્રીજું સર્વેક્ષણ હાથ ધર્યુ હતું. એના અહેવાલમાં ‘ભારતમાં વિકલાંગતા ધરાવતી વ્‍યકિતઓ‘ શિર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવેલા તારણોમા એવુ અનુમાન કરવામાં આવ્‍યુ છે. કે આપણા દેશની કુલ વસ્‍તીના લગભગ ૧.૮ ટકા લોકો વિકલાંગતા ધરાવે છે. તેમાથી લગભગ ૧૦.૬૩ ટકા લોકો ૧ કરતા વધારે પ્રકારની વિકલાંગતા ધરાવે છે.
વિકલાંગતાની વ્‍યાખ્‍યા સહિતની જુદી જુદી પધ્‍ધતિઓ તથા કાર્યવાહિઓનો ઉપયોગ વય જૂથ પ્રમાણેના અભ્‍યાસો, કાર્યક્ષેત્ર તથા ભૌગોલિક વિસ્‍તાર, સામાજીક તેમજ વર્તનલક્ષી અવરોધો, આંકડાકીય માહિતીની ગણત્રી કરનારાઓની આવડત વગેરે જેવા કારણો ના લીધે મુકવામાં આવતા અંદાજોમાં આવા તફાવતો જણાય છે.
‘ઇ-હેલેન્‍ડર પ્રિજયુડાઇસ એન્‍ડ ડિગ્નિટી સમુદાય આધારીત પુનઃર્વસનનો પરિચય, યુ.એન.ડી.પી, ૧૯૯૨ દર વીસે એક એ ઘણો અછડતો અંદાજ છે, કેટલાક સ્‍ત્રોતો એવુ સુચવે છે કે દુનિયાની વસ્‍તીમાં દર દસે એક વિકલાંગ વ્‍યકિત છે.
આ કાયદા હેઠળ કોને લાભ મળે ?
વિકલાંગ વ્‍યકિત ધારો-૧૯૯૫, વિકલાંગ વ્‍યકિતઓને સમાન તકો પુરી પડવા, અધિકારોનુ રક્ષણ કરવા અને સંપૂર્ણ સહ ભાગિતા પુરી પડવા સાત પ્રકારની વિકલાંગતા દર્શાવે છે. આ કાયદામાં દરેક પ્રકારની ‍ વિકલાંગતાની જે વ્‍યાખ્‍યા કરવામાં આવી છે તે નીચે મુજબ છે.
અંધત્‍વ બિલકુલ દેખાય નહી, દ્રષ્ટિમાં સુધારો કરતા કાચ સાથેની દ્રષ્ટિ ૬/૬૦ કે ૨૦/૨૦૦ (સ્‍નેલન) વધારે ન હોય, ૨૦ અંશના ખુણે દ્રષ્ટિની મર્યાદા કે, વધારે ખરાબ દ્રષ્ટિ.
દ્રષ્ટિ સારવાર પછી પણ કે નિર્ધારિત સુધારણા પછી પણ દ્રષ્ટિમાં ખામી, પણ તે વયકિત યોગ્‍ય સહાય રૂપ સાધનની મદદથી કોઇ કામનું આયોજન કરી શકે અથવા તે કામ કરી શકે તેટલી દ્રષ્ટિ હોય.
સાજા થયેલા રકતપિતીયા જેઓ રકત પિતના રોગમાંથી સાજા થઇ ગયા છે. પણ હાથમાં કે પગમાં તેમન આંખના ડોળા અને પાંપણમાં સંવેદન ધરાવતા નથી, પણ દેખીતી ખોડ ધરાવતા નથી, અથવા જેઓ દેખીતી ખોડ ધરાવે છે અને છતાં હાથમાં તથા પગમાં પુરતુ હલન ચલન છે. અને સામાન્‍ય આર્થિક પ્રવૃત્તિ કરી શકે તેમ છે., અથવા મોટી શારિરીક ખોડ-ખાપણ ધરાવે છે. અને મોટી ઉમર ધરાવે છે કે જેથી વ્‍યકિત કોઇ લાભદાયી વ્‍યવસાય કરી શકતી નથી.
સાંભળવામાં ખામી વાતચીત દરમ્‍યાન ૬૦ ડેસીબલથી ઓછો મોટો અવાજ ન સાંભળી શકે તેવી કાનની ખામી.
હલન–ચલનની વિકલાંગતા હાડકા સાંધા કે સ્‍નાયુઓની વિકલાંગતા કે, જેથી હાથ પગના હલન – ચલનમાં ખાસ્‍સો અવરોધ ઉભો થાય, અથવા સેરીબ્રલ પાલસી (મગજનો લકવો) નુ કોઇ સ્‍વરૂપ.
મંદ બુધ્ધિ વ્‍યકિત ના મગજનો અપૂર્ણ વિકાસ કે, અવરોધયેલો વિકાસ કે જેમાં બુધ્ધિ સામાન્‍ય કરતાં ઓછી હોય.
માનસિક બીમારી મંદ બુધ્ધિ સિવાયની કોઇ પણ માનસિક ક્ષતિ
કાયદા ની કલમ ૧ (ટી)ની વ્યાખ્યા મુજબ વિકલાંગ વ્યક્તિ એટલે ઉપર મુજબ ની વિકલાંગતા પૈકી ૪૦ % કે તેથી વધુ વિકલાંગતા ધરાવતી વ્યક્તિ
ભારતમાં ગ્રા‍મીણ અને શહેરી વિસ્‍તારોમાં વિકલાંગતા પ્રમાણે વિકલાંગોનું પ્રમાણ
ડેટા ટેબલ ભારતમાં ગ્રા‍મીણ અને શહેરી વિસ્‍તારોમાં વિકલાંગતા પ્રમાણે વિકલાંગોનું પ્રમાણ
દર ૧૦૦ વિકલાંગ વ્‍યકિતઓ એ
૧૨ શહેરી વિસ્‍તારમાં
૧૦ ગ્રામિણ વિસ્‍તારમાં
એક કરતા વધુ વિકલાંગતા
૫૫ શહેરી વિસ્‍તારમાં
૫૨ ગ્રામિણ વિસ્‍તારમાં
હલન-ચલનની વિકલાંગતા
૪ શહેરી વિસ્‍તારમાં
૫ ગ્રામિણ વિસ્‍તારમાં
ક્ષતિયુકત વાચા
૯ શહેરી વિસ્‍તારમાં
૧૦ ગ્રામિણ વિસ્‍તારમાં
સાંભળવામાં ખામી
૩ શહેરી વિસ્‍તારમાં
૪ ગ્રામિણ વિસ્‍તારમાં
અલ્‍પ દ્રષ્ટિ
૮ શહેરી વિસ્‍તારમાં
૧૦ ગ્રામિણ વિસ્‍તારમાં
અંધત્‍વ
૫ શહેરી વિસ્‍તારમાં
૪ ગ્રામિણ વિસ્‍તારમાં
માનસિક બીમારી
૪ શહેરી વિસ્‍તારમાં
૪ ગ્રામિણ વિસ્‍તારમાં
મંદ બુધ્ધિ
 
સ્‍ત્રોત ‘ડિસેબલ્‍ડ પર્સન્‍સ ઇન ઇન્‍ડીયા‘ એન.એસ.એસ.ઓનો અહેવાલ, જુલાઇ-ડિસેમ્‍બર-૨૦૦૨
આ કાયદામાં કઇ કઇ મુખ્‍ય જોગવાઇઓનો સમાવેશ થાય છે ?
આ કાયદો, વિકલાંગ વ્‍યકિતઓ સમાજના મુખ્‍ય પ્રવાહનો એક ભાગ બની શકે તે માટે તેમને સક્ષમ બનાવવા માગે છે. તે ઘણો વ્‍યાપક છે તેમ જે વિકલાંગતાનું નિવારણ, શિક્ષણ, રોજગાર હકારાત્‍મક કાર્યવાહિ, ભેદભાવરહિત વાતાવરણ, સંશોધન તથા માનવશકિતનો વિકાસ, વિકલાંગતા ધરાવતી વ્‍યકિતઓ માટેની સંસ્‍થાઓને માન્‍યતા તેમજ દેખરેખ-નિયંત્રણ તથા અમલની તંત્ર-વ્‍યવસ્‍થા સંબંધિત જોગવાઇઓને આવરી લે છે.
બહોળા અર્થમાં, તેમાં નીચે પ્રમાણેની જોગવાઇઓનો સમાવેશ થાય છે.
 • વિકલાંગતાનું નિવારણ તથા વહેલું નિદાન. (કલમ-૨૫)
 • ૧૮ વર્ષ ની ઉંમર સુધી વિકલાંગ બાળકો માટે યોગ્‍ય વાતાવરણમાં વિના મૂલ્‍યે શિક્ષણ(કલમ-૨૫)
 • અનૌપચારિક શિક્ષણ માટે યોજનાઓ તથા કાર્યક્રમો (કલમ-૨૭)
 • દરેક સરકારી શૈક્ષણિક સંસ્‍થામાં પ્રવેશ મેળવવા માટે ૩ ટકા બેઠકોની અનામત (કલમ-૩૯)
 • દરેક ગરીબી નિવારણ યોજનામાં ૩ ટકા ખાલી જગ્‍યાઓની અનામત(કલમ-૪૦)
 • વિકલાંગ લોકો કોઇ પણ જાતના વિધ્‍ન વગર ગમે ત્‍યાં જઇ શકે તે માટે રસ્‍તાઓ ઉપર વાહન વ્‍યવહાર વગેરેમાં ભેદભાવ રહિત વાતાવરણનું નિર્મણ (કલમ-૪૪-૪૫)
 • અનામત રાખી શકાય તેવી નોકરીની જગ્‍યાઓની નિશ્ચિંત ઓળખ તથા વિકલાંગ વ્‍યકિતઓ માટે જગ્‍યાઓની અનામત (કલમ-૩૨ એ. તથા ૩૩)
 • સામનો કરવો પડતા હોય તેવા કોઇ પણ પ્રકારના ભેદભાવ માથી બહાર આવવા માટે વિશિષ્‍ટ તકો જેમ કે, મકાનો , વ્‍યવસાયના સ્‍થળો , ખાસ નિશાળો , સંશોધન કેન્‍દ્રો , મનોરંજનના સ્‍થળો તથા કારખાનાઓ માટે વિકલાંગ વ્‍યકિતઓને જમીનની ફાળવણી. (કલમ-૪૩)
 • પુનઃવસન માટે સામાન્‍ય તથા વિશિષ્‍ટ સેવાઓ. (કલમ-૬૬)
 • વિકલાંગ કર્મચારીઓ માટે વિમા યોજના. (કલમ-૬૭)
 • લાભ મળે તેવી રીતે નોકરી – કામધંધે નહી રાખવામાં આવેલા વિકલાંગ લોકો માટે બેકારી ભથ્‍થાની યોજના. (કલમ-૬૮)
 • આ કાયદા હેઠળની જોગવાઈઓનું સંકલન તથા દેખરેખ નિયંત્રણ (પ્રકરણ ર તથા ૩ / કલમ-૩-૨૪)
 • વિકલાંગ વ્‍યકિતઓના અધિકારોનું રક્ષણ કરવા માટે દરેક રાજયમાં એક કમિશ્‍નર ની નિમણુક (કલમ-૬૨)
આ કાયદા હેઠળ લાભ મેળવવા માટે એક વિકલાંગ વ્‍યકિત ને કયા કયા લેખીત પુરાવાઓ / દસ્‍તાવેજોની જરૂર પડે છે ?
આ કાયદા હેઠળ મોટા ભાગના લાભ તથા સરકારી યોજનાઓના લાભ પણ મેળવવા માટે નીચે પ્રમાણેના પુરાવાઓ / દસ્‍તાવેજોની જરૂર પડે છે.
ક) વ્‍યકિતની વિકલાંગતાનો પ્રકાર દર્શાવતો ફોટો
ખ) રહેઠાણનો પુરાવો જેમ કે, રેશનિંગ (અનાજ , ખાંડ) નુ કાર્ડ અને / અથવા મતદારનું ઓળખ પત્ર
ગ) વિકલાંગતાનું પ્રમાણપત્ર
ઘ) ઓળખ પત્ર
ચ) આવકનું પ્રમાણ પત્ર
છ) જન્‍મ નું પ્રમાણ પત્ર
વિકલાંગતાનું પ્રમાણ પત્ર કેવી રીતે મળી શકે ?
હલન-ચલનની વિકલાંગતા માટે હાડકાના નિષ્‍ણાત ડૅા.તથા દ્રષ્ટિની ક્ષતિ વાળી વ્‍યકિતઓ માટે આંખ ના નિષ્‍ણાંત ડો. વગેરે, સંબંધિત વિકલાંગતા બાબતના નિષ્‍ણાંત ડો. ની ભલામણના આધારે જીલ્‍લા કક્ષાના સરકારી દવાખાનાના સિવિલ સર્જન વિકલાંગતાનું પ્રમાણાપત્ર કાઢી આપે છે.અરજી કરનાર વ્‍યકિતએ જાતે પોતાના રહેઠાણના વિસ્‍તારમાં આવેલી જાહેર/જીલ્‍લા કક્ષાની સરકારી હોસ્પિટલમાં વિકલાંગતા સંબંધિત નિષ્‍ણાંત ડો. ની મુલાકાત લેવાની જરૂર પડે છે. તે તેમને તપાસીને પ્રમાણપત્ર કાઢી આપવા માટે તેમના કેસની ભલામણ કરે છે. અરજદારે પાસપોર્ટ સાઇઝના ૩ ફોટા અને રેશન કાર્ડની એક નકલ સુપ્રત કરવા પડે છે.
આવુ પ્રમાણપત્ર હોવાના ફાયદા શું છે. ?
આવા પ્રમાણપત્રની મદદથી વિકલાંગતા ધરાવતી વ્‍યકિતને શિક્ષણ તેમજ રોજગાર માટે સાધન સહાય મેળવવા માટેના લાભ મળે છે. તે અંગેની વધુ વિગતો આ પુસ્તિકામાં આગળ આપવામાં આવેલી છે. જો કે મેડીકલ તથા ઇજનેરી જેવા કેટલાક વ્‍યવસાયલક્ષી અભ્‍યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે સુચિત કરેલા ફોર્મ માંજ આવુ પ્રમાણપત્ર મેળવવાનું રહે છે. સંબંધિત શૈક્ષણિક સંસ્‍થા માથી આવુ ફોર્મ મેળવી શકાય છે. ટ્રેન દવારા મુસાફરી કરવા માટેની રાહત મેળવવા માટે સુચિત કરેલા ફોર્મ માં ડૉકટર પાસેથી આવુ પ્રમાણાપત્ર મેળવવુ જરૂરી છે.
ઓળખપત્ર કોણ કાઢી આપે છે. તથા આવા ઓળખ પત્રના શું ફાયદા છે. ?
વિકલાંગતા ધરાવતી વ્‍યકિતઓ માટેના રાજય તથા કેન્‍દ્ર સરકારના મુસાફરી, શિષ્‍યવૃત્તિ,રાહતો વગેરે જેવા લાભો મેળવવા માટે આવુ ઓળખપત્ર હોવું જરૂરી છે. સમાજ સુરક્ષા વિભાગ દવારા આ ઓળખ પત્ર કાઢી આપવમાં આવે છે. દરેક જીલ્‍લામાં એક સમાજ સુરક્ષા અધિકારી હોય છે, મોટા ભાગના સ્‍થળોએ સમાજ સુરક્ષા અધિકારી જીલ્‍લા પંચાયત કચેરીમાં જ બેસતા હોય છે.
એક વિકલાંગ વ્‍યકિતને આ ઉપરાંત બીજા કયા દસ્‍તાવેજોની જરૂર પડે છે ?
કોઇ લાભ કે રાહત મેળવવા માટે કેટલાક ચોકકસ દસ્‍તાવેજોની જરૂર પડે છે. દાઃત ત્રણ પૈડા વાળી સાયકલ, મેળવવા માટે વ્‍યકિતની વિકલાંગતા દર્શાવતા ફોટા, વિકલાંગતા પ્રમાણપત્ર તથા આવકના પ્રમાણપત્રની જરૂર પડશે. સામેના પાના પર દર્શાવેલા કોષ્‍ટકમાં જુદા જુદા લાભ તથા રાહતો મેળવવા માટે જરૂરી પુરાવાઓ અંગેની વિગતો જણાવી છેઃ
ડેટા ટેબલ વિકલાંગો માટે જરૂરી પુરાવા
  ટપાલની ટીકીટના કદનો ફોટો પાસપોર્ટ કદનો ફોટો વિકલાંગતાનો ફોટો વિકલાંગતાનું પ્રમાણપત્ર ઓળખપત્ર રેશન કાર્ડ આવકનું પ્રમાણપત્ર ગરીબી રેખા(બી.પી.એલ) નંબર જન્‍મનુ પ્રમાણપત્ર શાળાના પ્રવેશનો દાખલો નોટરીનું પ્રમાણપત્ર અનુભવનુ પ્રમાણપત્ર નમીનની કે સંસ્‍થા ની પાલિકાના પ્રમાણાપત્ર માટે મંજૂરી શ્રવણ આલેખ (ઓડિયો ગ્રામ) રાજમાં નિવાસની સાબિતી છેલ્‍લી પરિક્ષાનું ગુણપત્રક ્‍લી
વિકલાંગતાનુ પ્રમાણપત્ર                            
ઓળખપત્ર                          
૩ પૈડા વાળી સાયકલ                          
કેલિપર                            
બગલઘોડી                            
કૃત્રિમ હાથ-પગ                            
સર્જિકલ પગ                            
વ્‍હીલચેર                            
વોકર                            
સેરિબ્રલ પાલ્‍સી વાળા માટે વોકર                            
સેરિબ્રલ વાળા માટે ખુરશી                            
સાંભળવાનું સાધન                          
લારી                            
સીવણ મશીન                          
ટેલિફોન બૂથ                        
શિષ્‍ય વૃત્તિ                    
શૈક્ષણિક સાધનોની કિટ                              
સંકલિત શિક્ષણ                      
સંત સૂરદાસ યોજના                
નિરાધાર પેન્‍શન                    
નોધઃ
આ કોઠામાં જે કેટલાક લાભ અને યોજનાઓ વિકલાંગ વ્‍યકિત મેળવી શકે છે તે દર્શાવાય છે. ઓ લાભ મેળવવા માટેની લાયકાતની વિગતો માટે ગુજરાત સરકારના માહિતી ખાતા દવારા પ્રકાશિત ‘ વિકલાંગો માટેની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓ‘ પુસ્‍તક જુઓ.
ઉપરોકત માહિતી સમયે સમયે ફેરફાર થઇ શકે છે. તેથી વાચકોને વિકલાંગોના પુનઃર્વસન માટે કામ કરતી કોઇ સ્થાનિક સંસ્‍થા કે તેમના જીલ્‍લાના સમાજ સુરક્ષા અધિકારીનો સંપર્ક કરી તેની ચકાસણી કરવા વિનંતી છે.
૧૨ વર્ષની મારી દીકરી સોનલ સાંભળી શકતી નથી. પરંતુ, થોડું બોલી શકે છે. તે તેના ભાઇ સાથે નિશાળમાં જવા માગે છે. શું તે શકય છે. ?
હા, કેમ નહી ! તે ચોકકસ જઇ શકે. વિકલાંગતા ધારાની કલમ-૨૬ હેઠળ સરકાર, ૧૮ વર્ષની ઉંમર સુધીનાં બધાં જ વિકલાંગતા બાળકોને પ્રાથમિક, માધ્‍યમિક તથા ઉચ્‍ચતર માધ્‍યમિક કક્ષા સુધી વિના મૂલ્‍યે શિક્ષણની સગવડ પૂરી પાડે છે. તે બાબતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પણ તા. ૨૦-૧૦-૯૯ ક્રમાંક એઇઇઇ-૧૨૯૯-૧૯૬૨-એન થી એક ઠરાવ બહાર પાડયો છે. જો કે, આવી શાળાઓમાં મોટા ભાગના શિક્ષકો વિકલાંગ બાળકોની ખાસ જરૂરીયાતો ને સમજવા તથા પ્રતિભાવ આપવા માટે તાલીમ પામેલા હોતા નથી. તેથી સરકારે વિકલાંગ બાળકો માટેની સંકલિત શિક્ષણ યોજના શરૂ કરી છે, જેને ‘સંકલિત વિકલાંગ બાળક શિક્ષણ‘ (આઇ.ઇ.ડી.સી) યોજના કહેવામાં આવે છે. તે ૧૮ વર્ષથી ઓછી ઉંમરના વિકલાંગ બાળકો, અન્‍ય બાળકો સાથે સામાન્‍ય શાળાઓમાં ભણી શકે તે માટે ટેકો પૂરો પાડે છે. વિકલાંગતા ધારાની કલમ-૩૦ હેઠળ આવી સહાય શિક્ષકોની જોગવાઇ, વાહન વ્‍યવહાર, પઠયપુસ્‍તકો, નોટબુકો અન્‍ય લેખન સામગ્રી વગેરે માટે ભથ્‍થુ, સાથે જનાર તથા વાચકોનું ભથ્‍થું, ગણવેશ, સલાહ તથા સાધનો વગેરેના રૂપમાં પૂરી પાડવામાં આવે છે.

અમદાવાદ, વડોદરા જેવાં મોટા શહેરોમાં કેટલીક મોટી ખાનગી નિશાળોએ પણ, તેમના સામાન્‍ય શૈક્ષણિક કાર્યક્રમમાં વિકલાંગ બાળકોને પ્રવેશ આપવા માંડયો છે તથા તેમને ટેકો આપવા માટે જરૂરી વ્‍યવસ્‍થા પૂરી પાડવા માંડી છે.
ગુજરાતમાં ‘સંકલિત વિકલાંગ બાળ શિક્ષણ‘ ની યોજના હેઠળ લાભ મેળવતાં બાળકો.
ડેટા ટેબલ ગુજરાતમાં ‘સંકલિત વિકલાંગ બાળ શિક્ષણ‘ ની યોજના હેઠળ લાભ મેળવતાં બાળકો.
આવરી લેવાયેલા કુલ ૧૯૯૮-૯૯ ૨૦૦૩-૦૪
વિકલાંગ બાળકોની સંખ્‍યા ૧,૮૨૭ ૩૧,૭૨૮
શાળાઓનીસંખ્‍યા ૯૪૧ ૧૨,૬૨૫
જીલ્‍લાઓનીસંખ્‍યા ૧૪ ૨૫
તાલુકાઓનીસંખ્‍યા ૫૮ ૨૦૩
 
શું તમે જાણો છો કે, જો તમે ૧૮ વર્ષથી ઓછી ઉમર ધરાવતા હોવ અને તમે જો, અન્‍ય બાળકો જે રીતે ભણે છે તે રીતે સામાન્‍ય શાળાઓમાં અભ્‍યાસ કરવા માટે ઉત્‍સુક હોવ તો, તમે તેમ કરી શકો છો ? વિકલાંગત ધરાવતાં બાળકો માટે સંકલિત શિક્ષણની એક યોજના છે તે હેઠળ સરકાર તમારા ભણતર પાછળ થતો બધો જ ખર્ચ ઉઠાવશે. ગુજરાતમાં આ યોજનાનો અમલ ૨૫ જીલ્‍લાના કુલ ૨૦૩ તાલુકાઓમાં કરવામાં આવે છે. આ જીલ્‍લાઓમાં ૫૦ બીન-સરકારી સંસ્‍થાઓ છે. જેમને ભણવુ છે, તેવા બાળકોને તે શોધી કાઢે છે અને શાળામાં પ્રવેશ અપાવવામાં તથા અન્‍ય લાભ અપાવવામાં આવી સંસ્‍થાઓ મદદરૂપ બને છે. ભવિષ્‍યમાં વધારે બાળકો સુધી પહોંચવાનું એક આયોજન છે. આ બીન-સરકારી સામાજિક સંસ્‍થાઓની યાદી ગુજરાત સરકારની માહિતી નિયામકની કચેરી દવારા ‘વિકલાંગો માટેની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓ‘ શિર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવેલા પુસ્‍તકના પાના નંબર ૧૪૨ ઉપરથી મેળવી શકાય છે.

'સંકલિત વિકલાંગ, બાળક શિક્ષણ' (આઈ.ઈ.ડી.સી.)ના સ્થાને વર્ષ ૨૦૦૯-૧૦ થી 'સંમિલિત શિક્ષણ વિકલાંગ બાળકો માટે' યોજના અમલ માં આવી છે.

તે ઉપરાંત ‘સર્વ શિક્ષા અભિયાન‘ હેઠળ ‘જીલ્‍લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ‘ (ડી.પી.ઇ.પી.)નામનો સંપૂર્ણ સાક્ષરતા સિધ્‍ધ કરવા માટેનો એક સરકારી કાર્યક્રમ પણ છે.તે વિવિધ પ્રયત્‍નો દવારા ખાસ કરીને વિકલાંગતા ધરાવતા બાળકોના ભણતર પ્રત્‍યે ખાસ ધ્‍યાન આપે છે. જેમ કે,
૧) શિબિર યોજીને બાળકોને ઓળખ તથા તારવણી માટેની સેવાઓ પુરી પાડે છે.
ર) પ્રોત્સાહક ઝૂંબેશો દવારા બાળકોના શાળા પ્રવેશને સમર્થન આપે છે.
૩) જન-જાગૃતિ અભિયાનનું સંચાલન કરે છે. તથા સંબંધિત શૈક્ષણિક સાહિત્‍ય બહાર પાડે
છે અને સૌથી અગત્‍યનુ તે, (જીલ્‍લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ(ડી.પી.ઇ.પી) અંગે વધુ માહિતી મેળવવા માટે મદદનીશ જીલ્‍લા સંયોજક (આસીસ્‍ટન્‍ટ ડીસ્‍ટ્રીકટ કો-ઓર્ડીનેટર) અથવા રાજય પરિયોજના નિયામક (સ્‍ટેટ પ્રોજેકટ ડાયરેકટર) ડી.પી.ઇ.પી. નો સંપર્ક સાધો.
૪) મુખ્‍ય પ્રવાહની નિશાળોમાં શિક્ષકોને વિકલાંગતા સંબંધે સંવેદન શીલ બનાવવા માટેના કાર્યક્રમોનું આયોજન કરે છે. કે જેથી કરીને તેઓ વિકલાંગ બાળકોની જરૂરીયાતોને વધારે સારી રીતે સમજી શકે તથા તેમને જરૂરી સમર્થન આપી શકે.
હુ એક સરકારી શાળામાં ધોરણ ૭ માં ભણુ છું . માધ્‍યમિક શાળા મારા ઘરથી બહુ દુર છે. તેથી ત્‍યાં પહોંચવુ મારા માટે મુશ્‍કેલ છે. પરંતુ મારે મારુ ભણતર ચાલુ રાખવુ છે. મારી પાસે અન્‍ય કયા વિકલ્‍પો છે. ?
ગુજરાત સરકાર પ્રાથમિક તેમજ માધ્‍યમિક શિક્ષણને પ્રોત્‍સાહન પુરૂ પાડવા માટે શિક્ષણ માટે શિષ્‍ય વૃત્તિ પુરી પાડે છે, તથા જયાં જરૂરી હોય ત્‍યાં પ્રાથમિક કે માધ્‍યમિક શિક્ષણ ચાલુ રાખવા માટે છાત્રાલયની સગવડ પણ પુરી પાડે છે આવા લાભ લેવા માટે તમે તમારા જીલ્‍લાના સમાજ સુરક્ષા અધિકારીનો નીચે જણાવ્‍યા પ્રમાણેના દસ્‍તાવેજો સાથે સંપર્ક સાધી શકો છો.
 • ઓળખ પત્ર
 • વિકલાંગતાનું પ્રમાણપત્ર
 • શાળા છોડયાનુંપ્રમાણપત્ર
 • છેલ્‍લી પરીક્ષાની માર્કશિટ
હું ધોરણ ૧૦ ની વિધાર્થીની છું અને બરોબર જોઇ શકતી નથી. મારી પરીક્ષાઓમા લખવા માટે કોઇ સહાય મળે ખરી ?
હા, ચોકકસ. તમે તમારી પરીક્ષા સહેલાઇથી આપી શકો છો. વિકલાંગતા ધારાની કલમ-૩૧ હેઠળ, તમને લેખન કાર કે, લહિયા માટેનું ભથ્‍થુ અથવા લેખનકારની સેવાઓ મળી શકે. એવો એક નિયમ છે કે, લેખનકાર તે જ શાળામાંથી ન હોઇ શેક, તથા પરીક્ષાર્થી કરતા એક ધોરણ પાછળ ભણતા હોવા જોઇએ. સંકલિત વિકલાંગ બાળ શિક્ષણ યોજના હેઠળ ધોરણ-પ કે તેથી ઉપરના ધોરણમાં ભણતા બધાજ બાળકોને આ સહાય મળી શકે છે. આવી મદદ ફકત તમારા જેવા બાળકોને જ નહી પરંતુ દ્રષ્ટિ હિન બાળકો અને હલન-ચલનની વિકલાંગતા ધરાવતા બાળકોને પણ મળી શકે છે. વધુ માહિતી માટે તમે તમારી શાળાના આચાર્ય અથવા વિકલાંગ વિકિતઓ માટે કામ કરતી સ્‍થાનીક બીન-સરકારી સંસ્‍થાનો સંપર્ક સાધી શકો છો.
મારી દીકરી મીના જોઇ શકતી નથી. તેને ચોખ્‍ખુ બોલવામાં તથા વાતને સમજવામાં પણ મુશ્‍કેલી પડે છે. અમને એવુ લાગે છેકે, તે સામાન્‍ય શાળામાં ભણી શકશે નહી. તે શાળામાં જવા ઘણી ઉત્‍સુક છે. અમે તેને કેવી રીતે મદદ કરી શકીએ ?
તમારી દીકરી મીના જેવા એક કરતા વધારે પ્રકારની વિકલાંગતા ધરાવતા હોય તેવા બાળકો પ્રત્‍યે વિશિષ્‍ટ ધ્‍યાન આપવાની તથા તેમને શિક્ષણ આપવાની જરૂર પડે છે. આવા બાળકો માટે વિશિષ્‍ટ તાલીમ પામેલા શિક્ષકોની જરૂર હોય છે. ખાસ કરીને મીના જેવા બાળકો માટે જીલ્‍લા કક્ષાએ રાજયના જુદા જુદા ભાગોમાં વિશિષ્‍ટ શાળાઓ ચલાવવામાં આવે છે.
 
૨૦૦૩ વર્ષની પ્રવેશ પ્રક્રિયા દરમ્‍યાન સૌ પ્રથમ વખત પી.ટી.સી મા વિકલાંગતા ધરાવતી વ્‍યકિતઓ માટે અનામત રખાયેલી બધી જ ૨૮૮ બેઠકો તેમને ફાળવવામાં આવી હતી. આ જ વર્ષ માં વિવિધ વિકલાંગતા વાળા ૧૧૦ વિધાર્થીનીઓએ નર્સિંગના સર્ટિફિકેટ/ ડી૫લોમાંના અભ્‍યાસક્રમોમાં પ્રવેશ મેળવ્‍યો હતો.
મે વિજ્ઞાનના વિષય સાથે શાળાનું ભણતર પુરુ કર્યુ છે. તથા મારે ફાર્મસીનો કોર્ષ્‍ કરવો છે. મારાથી બોલી શકાય છે. પરંતુ બરોબર સાંભળી શકાતુ નથી. મે સાંભળ્યુ છે. કે મારા જેવા વિધાર્થીઓ માટે કઇંક અનામત છે. શું તે સાચુ છે.? ‍

હા તે સાચુ છે.વિકલાંગતા ધારાની કલમ ૩૯ હેઠળ

બધીજ સરકારી શૈક્ષણિક સંસ્‍થાઓ તેમજ સરકારી સહાય મેળવતી અન્‍ય શૈક્ષણિક સંસ્‍થાઓમાં ૩ ટકા અનામતની જોગવાઇ છે. સરકારની બધીજ શૈક્ષણિક સંસ્‍થાઓમાં ૩ ટકા જગ્‍યાઓનું આરક્ષણ કરવા માટે પસાર કરતો એક ઠરાવ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ક્રમાંક પરચ/૧૫-૨૦૦૧/૧૫૧૭/૨ થી ૧૦ જુલાઇ ૨૦૦૧ ના રોજ કર્યો છે. આર્ટસ, કોમર્સ , સાયન્‍સ જેવા યુનિર્વર્સિટી ના બધાજ અભ્‍યાસક્રમો તેમજ નર્સિંગ , એન્‍જીનીયરીંગ, બી.એડ, પી.ટી.સી, મેડીકલ, ફાર્મસી પોલીટેકનીમાં આઇ.ટી.આઇ તેમજ પૂર્વ- સેવા તથા નોકરીમાં ચાલુ હોય તેવા શિક્ષકોની તાલીમનાં અભ્‍યાસક્રમો માટે તે અનામત છે.

સરકારે ૧૪૦૦ પ્રકારની એવી નોકરીઓ શોધી કાઢી છે, કે જે વિવિધ પ્રકારની વિકલાંગતા ધરાવતી વ્‍યકિતઓ કરી શકે છે. અને તેમાં તેમની વિકલાંગતા આડે આવતી નથી. દાખલા તરીકે , દ્રષ્ટિ ની ક્ષતિ ધરાવતા લોકો માટે ઓળખી કાઢવામાં આવેલી નોકરીઓમાં ભણાવવું, કોમપ્‍યુટર પ્રોગ્રામિંગ , ઉદઘોષક,કાર્યક્રમના નિર્માતા વગેરે તેથી આવી ૧૪૦૦ નોકરીઓ સંબંધિત અભ્‍યાસ ક્રમો માં વિકલાંગો માટે અનામત રાખવામાં આવી છે. દાઃત બી.એડ ના અભ્‍યાસક્રમમાં અનામત છે. જે વ્‍યકિતઓને શિક્ષક બનવા માટે તૈયાર કરે છે.

વધુ વિગત માટે વિકલાંગતા સંબંધિત કામ કરતી સ્‍થાનીક બીન-સરકારી સંસ્‍થા અથવા સમાજ સુરક્ષા અધિકારીનો સંપર્ક સાધો. વિકલાંગ ‍વ્‍યકિત ને અનામત હોવા છતાં પ્રવેશ આપવાની મનાઇ કરવામાં આવતી હોય તો તે વ્‍યકિત વિકલાંગતા કમિશ્‍નર ( ડીસએબિલિટી કમિશ્‍નર) ગાંધીનગરનો સંપર્ક સાધી શકે છે. (કમિશ્‍નરનું સરનામુ સંપર્ક કરો-એ મથાળા હેઠળ અપાયુ છે.)

અમદાવાદની રહેવાસી હેમાલી મિસ્‍ત્રીને સાંભળવાની થોડી મુશ્‍કેલી છે. તેણે તેનું ઉચ્‍ચતર માધ્‍યમિક કક્ષાનું ભણતર, અમદાવાદ માંથી સામાન્‍ય શાળામાંથી પૂરું કર્યું હતું. તે પછી, તે ફાર્મસીનો અભ્‍યાસ કરવા માટે ઉત્‍સુક હતી.જો કે, તેમાં પ્રવેશ મળશે કે કેમ તે અંગે તેને શંકા હતી.

તેના માતા-પિતાના સહયોગથી તેણે અરજી કરવા માટે હિંમત કેળવી. જો કે, પ્રથમ તબકકે તેને પ્રવેશ આપવાનુ નકારવામાં આવ્‍યુ હતું. તેના માતા પિતાએ મે-૨૦૦૩ માં ડીસએબિલિટી કમિશ્‍નરની કચેરીમાં એક અરજી કરી. તેમાં તેમણે જણાવ્‍યુ કે સંયુકત પ્રવેશ સમિતિ (જે.એ.સી) વયાવસાયિક અભ્‍યાસક્રમો, ગુજરાત સરકારે હેમાલીએ બી.ફાર્મ તથા ડી.ફાર્મ ના અભ્‍યાસક્રમોમાં પ્રવેશ મેળવવા અનામત ના હેતુ માટે તેની વિકલાંગતાને ધ્‍યાને ધરી ન હતી. જે.એ.સી ની એવી દલીલ હતી કે, સાંભળવાની ક્ષતિ ધરાવતા લોકો માટે અનામતની કોઇ જોગવાઇ નથી. અલબત્‍ત, વિકલાંગતા ધારાની કલમ-૩૯ હેઠળ શૈક્ષણિક ‍સંસ્‍થાઓમાં વિકલાંગ વ્‍યકિતઓ માટે ૩ ટકા અનામત હોવી જોઇએ. બધીજ સરકારી શૈક્ષણિક સંસ્‍થાઓમાં વિકલાંગ વ્‍યકિતઓ માટે ૩ ટકા બેઠકો અનામત રાખવા બાબતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ક્રમાંકઃ પરચ/ ૧૫-૨૦૦૧/૫૧૭/૨, જુલાઇ ૧૦, ૨૦૦૧ ના રોજ એક ઠરાવ કર્યો છે. કમિશ્‍નરે હેમાલી, તેનામાં જે પ્રકારની અને જે પ્રમાણમાં વિકલાંગતા છે તે સાથે આ અભ્‍યાસક્રમની જરૂરીયાતો પરીપૂર્ણ કરી શકે તેમ છે કે નહી તે નકકી કરવા માટે ૪ સભ્‍યોના એક બોર્ડની રચના કરવાનો નિર્દેશ આપ્‍યો. તે મેડીકલ બોર્ડના આધારે હેમાલીને ફાર્મસીના અભ્‍યાસક્રમમાં પ્રવેશ આપવામાં આવ્‍યો હતો. અને આજે તે ઉજવળ ભવિષ્ય માટે આશાવંત છે.

બી.એડમાં પ્રવેશ મેળવવા માટેની પરિક્ષા મે આપી હતી પરંતુ દ્રષ્ટિ હિન હોનાને કારણે મને પ્રવેશ આપવમાં આવ્યો નહી શું તે મારા હકક નું ઉલ્‍લંઘન નથી. ?

હા, તે તમારા હકકનું ઉલ્‍લંઘન છે. આવા કિસ્‍સામાં તમારે વિકલાંગતા કમિશ્‍નરની કચેરીનો સંપર્ક સાધવોજ જોઇએ. તેઓ તમને આ બાબતે માર્ગદર્શન આપી શકશે. જો તમારી પાસે તમને પ્રવેશ આપવાની મનાઇ કરવા બાબતે કોઇ સાબિતી હોય તો, વિકલાંગતા માટેના કમિશ્‍નર, સંબંધિત અધિકારીઓને તેમણે લીધેલા પગલા અંગે ખુલાસો આપવા માટે અને / અથવા તેમનો નિર્ણય બદલવા માટેનો નિર્દેશ કરી શકે છે.

દ્રષ્ટિ ની ક્ષતિ ધરાવતા લોકો માટે કામ કરતી બીન-સરકારી સંસ્‍થાનો પણ તમે સંપર્ક સાધી શકો છો અને આગળની પ્રક્રિયા માટે માર્ગદર્શન માગી શકો છો.

વિશ્‍લેષા જાની નામની યુવાન તેજસ્‍વી વિધાર્થીનીએ શિક્ષીકા બનવાના સપના સાથે પ્રથમ કક્ષામાં બી.એ પાસ કર્યુ. સ્‍નાતક બન્‍યા બાદ તેણે પાટણની ઉત્‍તર ગુજરાત યુનિર્વસિટી તથા આ જ યુનિર્વસિટીની દરામલી કોલેજમાં બી.એડના અભ્‍યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરી. તેની વિકલાંગતાને કારણે બન્‍ને ઠેકાણે તેને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. સ્‍થાનીક બીન-સરકારી સંગઠનની સહાયથી તેણે ગાંધીનગરની વિકલાંગતા કમિશ્‍નરની કચેરીનો સંપર્ક સાધ્‍યો.

આ કિસ્સાની ચર્ચા દરમ્‍યાન કોલેજના સત્‍તાધિકારીઓએ એવી દલીલ કરી કે નિયમો પ્રમાણે ૭૦ ટકાથી વધુ વિકલાંગતા ધરાવતી વ્‍યકિતને પ્રવેશ આપી શકાય નહી. તેમ છતાં વિશ્‍લેષાએ એવી દલીલ કરી કે, અનુસ્‍નાતકની કક્ષા સુધીનો અભ્‍યાસ તે ચાલુ રાખી શકી હતી. અને તેથી તે બી.એડ ના કરી શકે તેવુ કોઇ કારણ જણાતુ નથી. વધુમાં પ્રાથમિક અને માધ્‍યમિક શક્ષાએ દ્રષ્ટિની સંપૂર્ણ ક્ષતિ વાળા ઘણા શિક્ષકોને નોકરીએ રાખવામા આવ્‍યા હતા. કમિશ્‍નરે વિશ્‍લેષાને પ્રવેશ આપવા માટે કોલેજને આદેશ કર્યો. એટલું જ નહી પરંતુ તેના કિસ્‍સા અંગે નિર્ણય લેવાય ત્‍યા સુધીમાં બધીજ જગ્‍યાઓ ભરાઇ ગઇ હોવાના કારણે તેના માટે એક વિશિષ્‍ટ જગ્‍યા ઉભી કરવામાં આવી હતી.

આજે વિશ્‍લેષા શિક્ષકની તાલીમ મેળવવાનો તેનો અભ્‍યાસક્રમ પુરો કરીને ઇડર તાલુકાનાં લાલપુર ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષિકા છે. તે પોતાની શાળાની પ્રવૃત્તિઓમાં તેમજ બ્‍લોક રિસોર્સ સેન્‍ટરમાં પણ ઘણીજ સર્કિય છે. તેણે સંગીત વિશારદ પુરુ કર્યુ છે. તથા નાટય કવિતા તથા સંગીતમાં વિવિધ પારિતોષિકો મેળવ્‍યાની વિશિષ્‍ટતા તેનામા હતી. અને છે. વિશ્‍લેષા અંધ સ્‍ત્રીઓના મંચની સ્‍થાનીક પ્રતિનિધી પણ છે. કે જે અંધ સ્‍ત્રીઓના હકકો માટે લડે છે.
હું એક સ્‍નાતક છું અને નોકરી શોધુ છું શુ મારા માટે એક યોગ્‍ય નોકરી મેળવવા માટે કોઇ ખાસ જોગવાઇઓ છે. ?
નોકરી માટેની ખાલી જગ્‍યાઓની ઘણી જાહેરાતો છાપાઓમાં આવતી હોય છે. વધુમા જેમણે ધોરણ-૧૦ સુધીનુ શિક્ષણ મેળવ્‍યુ છે. તેમના માટે અમદાવાદ, વડોદરા, મહેસાણા અને સુરત એમ દરેક ઠેકાણે એક ખાસ વિશેષ રોજગાર વિનિયમ કેન્‍દ્ર ચાલે છે. ત્‍યાં તમે સરકારી નોકરી મેળવવા માટે તમારી બધીજ વિગતો નોંધાવી શકો છો. તમારી જરૂરીયાતો પ્રમાણેની નોકરી માટે જયારે જયારે કોઇ ખાલી જગ્‍યાઓ ઉભી થાય ત્‍યારે તે બાબતની જાણ આ વિનિમય કચેરીઓ તમને કરશે. તથા આવી માહિતી જે તે રોજગાર વિનિમયની કચેરીની વેબ-સાઇટ ઉપરથી પણ મેળવી શકાય છે. આ વેબ-સાઇટ આ પ્રમાણે છે. www.talimrojgar.gujarat.gov.in કોઇપણ લાભ મેળવવા માટે આવશ્‍યક સામાન્‍ય દસ્‍તાવેજો (પાના નંબર.... જુઓ.) ઉપરાંત તમે જે કોઇ પણ તાલીમ મેળવી હોય, તેનું પ્રમાણાપત્ર તથા કામનો અનુભવ જો કોઇ હોય તો, તેની વિગત પુરી પાડવાની જરૂર રહેશે.

બેન્‍ક દવારા નોકરી માટે કરવામાં આવતી જાહેરાતના કિસ્‍સાઓ માં,વ્‍યવસાયિક પુનઃર્વસન કેન્‍દ્ર (વોકેશનલ રિહેબિલિટેશન સેન્‍ટર– વી.આર.સી) તરફથી યોગ્‍ય ઉમેદવારોના નામ મંગાવવામાં આવે છે. આવા બે કેન્‍દ્રો છે. એક અમદાવાદમાં તથા સ્‍ત્રીઓ માટે ખાસ એક વડોદરામાં છે. આ કેન્‍દ્રો વ્‍યકિતઓ તેમની ક્ષમતાઓને બરોબર સમજી શકે તે માટે કસોટીઓ લ છે. તેમને તાલીમ આપે છે. તથા તેમને નોકરીઓ અપાવવા મદદ કરે છે. તેમના સરનામા આ પ્રમાણે છે.

૧) વોકેશનલ રિહેબિલિટેશન સેન્‍ટર
આઇ.ટી.આઇ સંકુલ, નરોડા રોડ, કુબેર નગર, અમદાવાદ. -૩૮૨૨૪૦
ફોન નંબરઃ ૦૭૯-૨૨૮૧૧૬૨૯

ર) વોકેશનલ રિહેબિલિટેશન સેન્‍ટર ફોર વીમેન
મહાવીર ઇન્‍ડસ્‍ટ્રીયલ એસ્‍ટેટ, જલારામ મંદિર માર્ગ, કારેલી બાગ, વડોદરા.-૩૯૦૦૧૮
ફોન નંબરઃ ૦૨૬૫-૨૫૫૩૬૭૪

તમે ‘નેશનલ એસોસીએશન ફોર ધી બ્‍લાઇન્‍ડ‘ ની સ્થાનિક શાખા અથવા વિકલાંગો માટે કામ કરતાં સ્‍થાનીક બીન-સરકારી સંગઠનનો પણ સંપર્ક સાધી શકો છો. તેમાથી કેટલાક પાસે નોકરી અપાવવા માટેના ખાસ સ્‍થાન / નિર્દેશન વિભાગ પણ હોય છે. કે જેમાં તેઓ તમને નોકરી અપાવવા માટે માત્ર ખાનગી કે જાહેર નોકરીએ રાખનાર સાથે તમારો સંપર્ક જ સધાવી શકતા નથી. પરંતુ સ્‍વ રોજગાર મેળવવાની ઇચ્‍છા રાખનારને તેઓ મદદ પણ કરે છે.

૧) સ્‍પેશ્‍યલ એમ્‍લોઇમેન્‍ટ એકસચેન્‍જ
ઓ-૪, ન્‍યુ મેન્‍ટલ હોસ્‍પીટલ , અસારવા , અમદાવાદ.-૩૮૦૦૧૬
ફોન નંબર-૦૭૯-૨૨૬૮૦૩૨૯

ર) સબ-રિજિઓનલ એમ્‍લોઇમેન્‍ટ એકસચેન્‍જ
બ્‍લોક નં-૧, જી.-૧ જીલ્‍લા કચેરી સંકુલ મહેસાણા
ફોન નંબર-૦૨૭૬૨-૨૨૨૧૪૬૨

૩) સ્‍પેશ્‍યલ એમ્‍લોઇમેન્‍ટ એકસચેન્‍જ
બ્‍લોક નં-૩,બહુમાળી ભવન, રાજકોટ
ફોન નંબર-૦૨૮૧-૨૪૪૦૪૧૯

૪) સ્‍પેશ્‍યલ એમ્‍લોઇમેન્‍ટ એકસચેન્‍જ
સી-બ્‍લોક પ મો માળ, નર્મદા ભવન,વડોદરા-૩૯૦૦૦૧
ફોન નંબર-૦૨૬પ-૨૪૨૩૧૮૮

પ) સ્‍પેશ્‍યલ એમ્‍લોઇમેન્‍ટ એકસચેન્‍જ
બહુમાળી ભવન, નાનપુરા સુરત-૩૯પ૦૦૧
ફોન નંબર-૦૨૬૧-૨૪૭૨૪૦૨
રોજગારમાં વિકલાંગ લોકો માટે શુ કોઇ અનામત છે ખરી ?
વિકલાંગ વ્‍યકિતઓ માટે અલગ તારવવામાં આવેલી જગ્‍યાઓમાં વિકલાંગતા ધારાની કલમ-૩૩ હેઠળ સરકારી ખાતાઓ માટે ૩ ટકા જગ્‍યાઓ અનામત રાખવી જરૂરી છે. દ્રષ્ટિ હિન કે અલ્પ દ્રષ્ટિ વ્‍યકિત માટે ૧ ટકા સાંભળવાની ક્ષતિ ધરાવતી વ્‍યકિતઓ માટે ૧ ટકા તથા હલન-ચલનની ક્ષતિ ધરાવતી વ્‍યકિતઓ અથવા મગજનો લકવો હોય તેવી વ્‍યકિતઓ માટે ૧ ટકા આમ ૩ ટકા જો આ અનામત જગ્‍યાઓ ના જ ભરાય તો, ત્‍યાર પછીના તરતના વર્ષમાં તે આગળ ખેંચી શકાય છે. જો તે ભરાયા વગરની રહે તો તેવી જગ્‍યાઓની આ ત્રણ પ્રકારમાં આંતર-ફેરબદલી પણ કરી શકાય છે.

ગુજરાત સરકારનાં સામાન્‍ય વહિવટ વિભાગે, ૧૫ ફેબ્રુઆરી -૨૦૦૧ થી સરકારી સેવાઓના બધાજ વિભાગોમાં ‍ વિકલાંગો માટે ૩ ટકા અનામત જાહેર કરી છે. (ઠરાવ ક્રમાંકઃસી.આર.આર ૧૦૨૦૦૦-જી.ઓ .આઇ, ૭- જી.-ર)
કેન્‍દ્રીય મંત્રાલયો/ખાતાઓમાં વિકલાંગ વ્‍યકિતઓ માટેની આરક્ષણની સ્‍થિતિ.
ડેટા ટેબલ કેન્‍દ્રીય મંત્રાલયો/ખાતાઓમાં વિકલાંગ વ્‍યકિતઓ માટેની આરક્ષણની સ્‍થિતિ.
જગ્‍યાઓનું જુથ નિશ્ચિત ઓળખ કરેલા વર્ગ પ્રકારમાં જગ્‍યાઓની સંખ્‍યા વિકલાંગ વ્‍યકિતઓ દવારા ભરાયેલી જગ્‍યાઓ ની સંખ્‍યા
૪,૩૪૨ ૧૧૧(૨.૫૬)
બી ૩,૬૬૪ ૧૫૨(૪.૧૫)
સી ૧,૬૪,૩૮૬ ૫,૪૫૨(૩.૩૨)
ડી ૧,૭૩,૩૪૮ ૩,૦૬૬(૨.૯૭)
 
વિકલાંગ વ્‍યકિતઓને રોજગાર મળે તે માટેના વિશિષ્‍ટ સંસ્‍થાઓની દરમ્‍યાન ગીરીના પરિણામે છેલ્‍લા ૨ વર્ષમાં દ્રષ્ટિની ક્ષતિ ધરાવતા લોકો માટે સંગીત શિક્ષકની અનામત બધીજ ૧ ટકા જગ્‍યાઓ ભરાય છે. તેના પરિણામે ૪૦૦ વિકલાંગ લોકોની ભરતી ગુજરાતના લગભગ બધાજ જીલ્‍લાઓમાં ‘વિધા સહાયકો‘ તરીકે કરવામાં આવી હતી.

સરકારી પ્રેસમાં છેલ્‍લા ૮ વર્ષથી હું કામ કરતો હતો. મેં, એક વર્ષ પહેલા કોણીથી નીચેનો મારો જમણો હાથ ગુમાવ્યો. પછી મને નોકરી છોડી દેવાનું કહેવામા આવ્યું. મારા કુટુંમ્બમાં હું એક જ કમાનાર વ્યક્તિ છું.હું કયો મદદનો અન્ય માર્ગ લઇ શકું?

જો તમને નોકરી છોડવાનું કહેવામાં આવ્‍યું હોય તો તે તમારા હકકનું ઉલ્‍લંઘન છે. જો તમે કેન્‍દ્રીય વિભાગીય કે રાજયના અધિનિયમ દ્વારા કે તે હેઠળ ‍સ્‍થપાયેલા કોઇપણ સ્‍થાપિત એકમ, અથવા સરકાર જેની માલિકી ધરાવતી હોય, કેજેની ઉપર સરકારનું નિયંત્રણ હોય તેવા, કોઇ પણ એકમમાં કામ કરતા હોવ તો, તેવા સંજોગોમાં સેવાઓ દરમ્‍યાન જો તમે કોઇ પણ વિકલાંગતા આવી હોય તો તમને નોકરી
દિલ્‍હી ટ્રન્‍સપોર્ટ કોર્પોરેશનના સાત કર્મચારીઓની કરવામાં આવેલી ફેરનિમણૂક દિલ્‍હી ટ્રાન્‍સપોર્ટ કોર્પોરેશન (ડીટીસી) ના બલજીતસિંહ તથા અન્‍ય છ કર્મચારીઓએ ૧૯૯૮ માં અને ૧૯૯૯ માં હાઇકોર્ટમાં તેમના નોકરીદાતાએ લીધેલ પગલાના વિરોધમાં રક્ષણ મેળવવા માટે એક રિટ અરજી કરી હતી. આ સાત કર્મચારીઓ માંથી એક પણ કર્મચારી તેમના જન્‍મ સમયે અથવા ડીટીસી નોકરીમાં જોડાયા ત્‍યારે વિકલાંગ ન હતા. કમ નસીબે, તેમની સેવાઓના કાળ દરમ્‍યાન તેઓ એક યા બીજા પ્રકારની વિકલાંગતાથી પિડાયા તથા વિકલાંગતાના કારણે તે બધાને બેરોજગાર બનાવતી ‘વહેલી નિવૃત્તિ‘ ના વહીવટી આદેશો બજાવ્‍યા. તેમાંથી કેટલાક કિસ્‍સાઓમાં કર્મચારીની દોષારોપિત વિકલાંગતા એવા પ્રકારની ન હતી કે જે નોકરીઅ રાખનારને તે કર્મચારીઓમાં સંબંધે આવી ‘વહેલી નિવૃત્તિ‘ બળપૂર્વક ઠોકી બેસાડવા માટે અધિકાર આપે, જયારે અન્‍ય કિસ્‍સાઓમાં તેમને બીજી એવી વૈકલ્પિ‍ક નોકરીઓ આપી શકાઇ હોત કે જેમાં તેમની વિકલાંગતા ન નડે, તે રીતે તેઓ પોતાની ફરજ બજાવી શકયા હોત.

વડી અદાલતે તેના તારીખ ૧૦ ડીસેમ્‍બર,૧૯૯૯ના ચુકાદામાં અન્‍ય દલીલો હેઠળ એવી સ્‍વીકૃતિ આપી છે કે, વિકલાંગતા ધરાવતી વ્‍યકિતઓ માટેનો ધારો-૧૯૯૫ ની કલમ-૪૭ કોઇ પણ પ્રકારની અસ્‍પષ્‍ટતા વગર ધારા પાછળનો એવો હેતુ સ્‍પષ્‍ટ કરે છે કે, જોકરીમાં ચાલુ હોય તે દરમ્‍યાન જો કોઇને પણ કોઇ પણ પ્રકારની વિકલાંગતાઆવે તો તેમને નોકરીમાંથી છૂટા કરવા નહી. સ્‍વૈચ્છિક નિવૃત્તિના ડીટીસીએ બજાવેલા હુકમો પણ વડી અદાલતે ગેરકાયદેસર ઠેરવ્‍યા , દરબાતલ કર્યા તથા તે બધી જ સાત વ્‍યકિત ઓને સેવાઓમાં પાછી લેવા તથા તેમના અકસ્‍માત/ ઇજા પછી જયારથી તેમને પૂરો પગાર ચૂકવવાનું બંધ કર્યુ હતું ત્‍યારથી પૂરો પગાર ચૂકવવા માટે પણ આદેશ કર્યો. ડીટીસીને નોકરીમાં કોઇ તૂટ બતાવ્‍યા વગર તે કર્મચારીઓને રોજગારમાં ચાલુ સ્થિતિમાં ગણવા માટે પણ વડી અદાલતે હુકમ કર્યો. જો આ સાત કમર્ચારીઓ માંથી કોઇ પણ કર્મચારી, પોતે અકસ્‍માત પહેલા જે ફરજો બજાવતા હતા તેવી ફરજો હવે બજાવી શકે તેમ ના હોય તો, ડીટીસીએ આ કાયદાની કલમ-૪૭ પ્રમાણે કાર્યવાહી કરવી તેમ પણ જણાવ્‍યુ હતું.
છોડવાનુ કહી શકાય નહી. તમને નીચલી પાયરી ઉપર ખસેડી શકાય નહી. તેમ છતાંય વિકલાંગતા આવતાં પહેલા તમે જે કામ કરતા હતા તે હવે તમે કરી શકો તેમ જા હોવ તો, તે જ પગાર ધોરણ તથા નોકરીના લાભ સાથે અન્‍ય કોઇ અનુકૂળ જગ્‍યા ઉપર તમને ખસેડી શકાય. જો આવો કોઇ હોદૃો મળી શકે તેમ ના હોય તો, આવી વ્‍યકિત માટે અન્‍ય કોઇ બંધબેસતો હોદૃો મળે નહી, અથવા તે તે નિવૃત્તિની ઉંમરે પહોંચે તે, બે માંથી જે વહેલું હોય ત્‍યાં સુધી, એક સંખ્‍યાધિક હોદૃો ઉભો કરવો જોઇએ.

તમારા કિસ્‍સામાં તમે વિકલાંગતા કમિશ્‍નર-ગાંધીનગરનો સંપર્ક સાધી શકો અને તમારી ફરિયાદના નિવારણ માટે એક અરજી કરી શકો. તમારી વિકલાંગતાનું પ્રમાણપત્ર, નોકરીએ રાખનારે છૂટા કરવા સંબંધી તમને આપેલા પત્રની નકલ અને તમારી નોકરી જાળવી રાખવા માટે તમે કરેલા પ્રયત્‍નોનો પુરાવો, તમારી અરજી સાથે અવશ્‍ય સામેલ કરવા જ પડશે. વિકલાંગતાના કમિશ્‍નરની, તમારા વતી સંબંધકર્તા વિભાગ સાથે આ બાબતની કાર્યવાહિ વિકલાંગતા ધારાની કલમ -૪૭ હેઠળ હાથ ધરશે.
ખાનગી ક્ષેત્રે રોજગારની બાબતમાં શું આ ધારો પ્રોત્‍સાહન આપે છે. ?
આ ધારો વિકલાંગ વ્‍યકિતઓ માટે જાહેર ક્ષેત્રમાં રોજગાર માટે યોગ્‍ય જોગવાઇઓ કરવા બાબતે હિમાયત કરે છે. પરંતુ ખાનગી ક્ષેત્રના માલિક ઉપર તેનો અમલ કરી શકાય નહી. કલમ-૪૧ હેઠળ એવું દર્શાવાયું છે કે, સરકાર તેની નાણાકીય ક્ષમતા તથા વિકાસના આધારે જાહેર તથા ખાનગી એમ બન્‍ને ક્ષેત્રે નોકરીદાતાઓને તેમના કુલ કર્મચારીઓના ઓછામાં ઓછા ૫ ટકા કર્મચારીઓ વિકલાંગતા ધરાવતા હોય તેવા રાખવા માટે પ્રોત્‍સાહન પૂરુ પાડશે. જો કે, આ પ્રત્‍સાહનો કેવા પ્રકારના હશે તેની હજુ સુધી સપષ્‍ટતા કરવામાં આવી નથી. પરંતુ બિન-સરકારી સંસ્‍થાઓ દવારા આ દિશામાં પ્રયત્‍નો ચાલુ કરી દેવામાં આવ્‍યા છે.
નેશનલ સેન્‍ટર ફોર ધી પ્રમોશન ઓફ એમ્‍પલોયમેન્‍ટ ફોર ડિસએબલ્‍ડ પીપલ-એનસીપીઇડીપી (વિકલાંગ વ્‍યકિતઓ માટે રોજગાર સંબંધે પ્રત્‍સાહન પુરુ પાડવા બાબતે કામ કરતી દીલ્‍હી સ્થિત બિન-સરકારી સંસ્‍થા) તથા અન્‍ય ઘણા કર્મશિલો ‍વિકલાંગ વ્‍યકિત ઓ માટે રોજગારને ઉત્‍તેજન આપવા ખાનગી કંપનીઓ માટે ‘પ્રોત્‍સાહન નીતિ‘ બનાવવાનાં ઉદેશથી સાથે મળ્યા. ‘પ્રોત્‍સાહન નીતિ‘ ઘડવા માટે ઉચ્‍ચ ક્ષમતાવાળા વિચારકોનો એક સમૂહ ઉભો કરવામાં આવ્‍યો હતો. ઇન્‍ડીયન ઓઇલ કોર્પોરેશન, વિર્પો લિમિટેડ તથા આઇ.સી.આઇ.સી.આઇ બેન્‍કના ડાયરેકટરશ્રી પી.એમ. સિન્‍હા , રાજીવ ગાંધી ઇન્‍સ્‍ટીટયુટ ફોર કોન્‍ટેમ્‍પરરી સ્ટડીઝ ના ડાયરેકટરશ્રી વિવેક દેબોરોય, શ્રી સુબોધ ભાર્ગવ, શ્રી અશોક એલેકઝાન્‍ડર , શ્રી હર્ષમંદર , સી.આઇ.આઇ, એફ.આઇ.સી.સી.આઇ (ફીકકી) તથા એસોચેમ (ઉચ્‍ચ) ના વરિષ્‍ઠ પ્રતિનિધિઓ પણ તેમાં સામેલ હતા. સહ ભાગિતાની પધ્‍ધતીથી નીતી ઘડવા માટે, ૨૦૦૩ માં ચેન્‍નાઇ, દીલ્‍હી તથા મુંબઇમાં વિવિધ હિત ધારકો પાસેથી સુચનો મેળવવા માટે પરામર્શ બેઠકોનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. તે સમાન હિત ધરાવતી બધી જ વ્‍યકિતઓના સૂચનો મેળવવામાં સવલતરૂપ્‍ બન્‍યુ હતુ. આ નિતીના મુસદૃમાં પ્રત્‍યક્ષ અને પરોક્ષ વેરાઓમાં પ્રોત્‍સાહન વિશે વાત કરવામાં આવી છે. વિકલાંગ વ્‍યકિતઓનો મુખ્‍ય પ્રવાહમાં સમાવેશ કરવાના સંદર્ભમાં ખાનગી કંપની ક્ષેત્ર માટે નાણાકિય લાભ, જરૂરી છે. કે કેમ તે સંબંધે વાદ વિવાદ હજુ ચાલુ જ રહયા છે.
મારે મારો પોતાનો નાનો ઉધોગ શરૂ કરવો છે. શું તે માટે મને કોઇ સહાય મળી શકે ખરી ?
નાના ઉધોગો સ્‍થાપવા માટે ‘ગુજરાત સ્‍ટેટ ફાઇનાન્‍સ કોર્પોરેશન‘ (જી.એસ.એફ.સી) ની એક યોજના હેઠળ રૂ. એક લાખ સુધીની લોન મળી શકે છે. હાલમાં આ યોજનાનું સંકલન ‘મહર્ષિ અષ્‍ટાવક્ર યોજના‘ નો અમલ કરતી સંસ્‍થાઓને સામેલ કરીને સમાજ સુરક્ષા ખાતા દવારા કરવામાં આવે છે.

ધિરાણ મેળવવા માટેની અરજી કરવા માટે તમારા ઘરથી સૌથી વધુ નજીક હોય તેવી જી.એસ.એફ.સી ની ક્ષેત્રીય કચેરીમાં નીચે પ્રમાણે ના દસ્‍તાવેજો રજૂ કરવાની તમારે જરૂર પડશે.
 • નિયત ફોર્મ માં અરજી
 • કુટુંબની આવકનું પ્રમાણપત્ર
 • વિકલાંગતાનું પ્રમાણ પત્ર
 • પરિયોજનાની દરખાસ્‍ત
 • પુર્વ-અનુભવ જો હોય તો તેનીવિગત
 • રહેઠાણનો પુરાવો
 • બે ફોટા
 • જયાં ઉધોગ શરુ કરવાનો હોય તે સુચિત સ્‍થળના માલિક તરફથી પરવાનગી પત્ર
જી.એસ.એફ.સીની કચેરીઓ અંગે માહિતી મેળવવા માટે, તમારા જીલ્‍લાના સમાજ સુરક્ષા અધિકારીનો સંપર્ક સાધો. તે ઉપરાંત નાના ઉધોગ-ધંધાઓ માટે તમને રૂા. દસ હજાર સુધીનુ લઘુ ધિરાણ પણ મળી શકે. નેશનલ એસોસીએશન ફોર ધી બ્‍લાઇન્‍ડ વીસનગર, ઇડર તેમજ અમદાવાદ તથા ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ આવી સહાય પુરી પાડે છે.
લઘુ ધિરાણ આપતી સંસ્‍થાઓના સરનામાં
૧) નેશનલ એસોસીએશન ફોર ધી બ્‍લાઇન્‍ડ
સત્‍યમ ઓટો ગરેજ પાછળ, ૧૦ શ્રી નગર રોડ, ઇડર
જી. સાબરકાંઠા. ફોન નં- ૦૨૭૭૮-૨૫૦૨૯૮

ર) નેશનલ એસોસીએશન ફોર ધી બ્‍લાઇન્‍ડ

કેપિટલ કોમર્શિયલ સેન્‍ટર ,
ત્રણ દરવાજા પાસે, વીસનગર. જી.મહેસાણા.૩૮૪૩૧૫
ફોન નં-૦૨૭૬૫-૨૨૧૨૧૦, ૨૨૨૪૫૭

૩) નેશનલ એસોસીએશન ફોર ધી બ્‍લાઇન્‍ડ
જગદીશ પટેલ ચોક, સુરદાસ માર્ગ આઇ.આઇ.એમ પાસે,
વસ્‍ત્રાપુર, અમદાવાદ-૩૮૦૦૧૫
ફોન નં ૦૭૯-૨૬૩૦૪૦૭૦ , ૨૬૩૦૫૦૮૨
મને હમણા ઇજા થઇ હતી. તેના કારણે મને ઓછુ સંભળાય છે. ડૅાકટર મને જણાવે છે કે સાંભળવાના સાધનના ઉપયોગથી હુ પહેલા જેવુ સામાન્‍ય જીવન જીવી શકીશ તે માટે મારે કોનો સંપર્ક સાધવો જોઇએ. ?
વિકલાંગતા ધારાની કલમ-૪૨ હેઠળ વિકલાંગ વ્‍યકિતઓને સાધન સહાય પુરી પાડવા માટે સરકાર યોજનાઓ બનાવશે. ગુજરાતમાં સરકારે સાધનો ખરીદવા તથા બેસાડવા માટે આપવામાં આવતી સહાય ની યોજનાનો અમલ કરવા માટે આ જવાબદારી ૬ બીન સરકારી સંસ્‍થાઓેન સોંપી છે. આ સાધન સહાય મેળવવા માટે તમારા ફોટાની ૨ નકલ, રહેઠાણનો પુરાવો , આવકનું પ્રમાણ પત્ર તથા વિકલાંગતાના પ્રમાણપત્રની જરૂર પડે છે. આવી બીન સરકારી સંસ્‍થાઓના સરનામા પાના નંબર - ...........ઉપર આપ્‍યા છે.
૧૯૯૭ માં અમલમાં મુકવામાં આવેલી ‘સુવર્ણ જયંતી શહેરી રોજગાર યોજના‘ (એસ.જે.એસ.આર.વાય.)નો ઉદ્દેશ્ય શહેરી બેરોજગાર અથવા અલ્‍પ રોજગાર મેળવતા લોકોને સ્‍વ-રોજગારના સાહસ કે રોજી મેળવી શકાય તેવો રોજગાર પુરો પાડવા માટે પ્રતસાહન આપીને લાભ-દાયી રોજગાર પુરા પાડવાનો છે. આ યોજના હેઠળ વિકલાંગ ‍વ્‍યકિતઓ માટે ૩ ટકાની અનામત છે.

સુવર્ણ જયંતી ગ્રામ રોજગાર યોજના‘(એસ.જી.એસ.વાય) નો ઉદ્દેશ્ય મદદ પુરી પાડવામાં આવતી હોય તેવા ગરીબ કુટુંબોને નિશ્ચિંત સમયગાળામાં આવકની ખાત્રી પુરી પાડીને તેમને ગરીબી રેખાની ઉપર લાવવાનો છે. ગ્રામ વિસ્‍તાર ના ગરીબોને પ્રેરણા આપીને તથા તાલીમ પુરી પાડી ને તેમનુ

ક્ષમતા વર્ધન કરીને તથા આવકનું ઉત્‍પાદન કરી શકે તેવી અસ્‍કામતોની તેમના માટે જોગવાઇ કરીને તેમને સ્‍વ સહાય જુથોમા સંગઠિત કરીને આ ઉદ્દેશ્ય સિધ્‍ધ કરવામાં આવશે. આ યોજના હેઠળ આવે સ્‍વ સહાય જૂથ ૧૦-૨૦ વ્‍યકિતઓનુ બનેલુ હોઇ શકે છે. વિકલાંગ વ્‍યકિતઓના કિસ્‍સામાં આવુ જૂથ ઓછામાં ઓછુ ૫ વ્‍યકિતઓનુ બનેલુ હોઇ શકે છે. આ યોજના નબળા જૂથો માટે સલામતી પુરી પાડે છે. તથા ‍ વિકલાંગ વ્‍યકિતઓ માટે ૩ ટકા અનામત પુરી પાડે છે. વિકલાંગ વ્‍યકિતઓ માટે વધુમા વધુ રૂ. દસ હજાર ની શરતે યોજનાના કુલ ખર્ચના ૫૦ ટકા સુધીની વધારાયેલી સહાયકી પુરી પાડવા માટે ખાસ યોજનાઓ પણ કરવામાં આવી છે.
તમામ ‍ વિકલાંગ વ્‍યકિતઓના સમાન અધિકારોને પ્રોત્‍સાહન આપવા આ ધારા હેઠળ શું કરી શકાય ?
આવા કિસ્‍સાઓ માં આ ધારા હેઠળ એક વિકલાંગ વ્‍યકિત કે એવી વ્‍યકિતઓનુ જૂથ કે બીન-સરકારી સંગઠન કે, વિકલાંગો સબંધે કાર્ય કરતી સંસ્‍થા, જે તે સંબંધિત સત્‍તાધિકારીઓ સમક્ષ તેની રજૂઆત કરી શકે છે. દાખલા તરીકે, કલમ-૪૪ થી ૪૬ હેઠળ આ ધારામાં વાહન વ્‍યવહાર, રસ્‍તા, બગીચા તથા મકાનો જેવી જાહેર જગ્‍યાઓ સુધી પહોંચવામાં અનુભવાતા ભેદભાવોને રોકવા માટે સરકારે ભરવા પડે તેવા પગલાઓ દર્શાવવામાં આવ્‍યા છે તેમ છતાંય સંખ્‍યાબંધ કારણોના લીધે મોટા ભાગની જગ્‍યાઓ હજુ પણ અવરોધો વાળીજ રહી છે.આ કિસ્‍સામા આ ધારાની કલમ-૬૬ (ર) હેઠળ વિકલાંગ વ્‍યકિતઓ કે તેમના માટે કાર્ય કરતા સંગઠનો (ડી.પી.ઓ) તથા બિન-સરકારી સંગઠનો વગરે સાથે મળીને સંબંધિત સત્‍તાધિકારીના સાથ સહયોગથી અવરોધ મુકત વાતાવરણ સર્જવાની પ્રક્રિયાને સગવડ ભરી બનાવવા માટે અનુદાન મુળવી શકે. જયાં સુધી વિકલાંગવ્‍યકિતઓની જરૂરીયાતોને અમલ કરતા સત્‍તાધિકારી દવારા આ બાબતને સ્‍વીકારવામાં નહી આવે અને તેને લક્ષ્‍ય બનાવાય નહી ત્‍યાં સુધી વિવિધ લોકો તથા જૂથોએ સાથે મળીને આ દિશામાં સતત તથા સંયુકત પ્રયત્‍નો કરવાની જરૂર રહેશે..

કચ્છ વિકલાંગ સંકલન સમિતિ (કેવીએસએસ) વિકલાંગતાના પ્રશ્ને કાર્ય કરતી વ્યક્તિઓ તથા સંગઠનોનું બનેલું એક સ્થાનિક જુથ છે. આ જુથ કચ્છના લોકોના જીવનમા પરિવર્તન લાવવાનું કામ કરે છે. તે માટે આ જુથે વિકલાંગ વ્યક્તિઓના અધિકારોને સમજવા તથા મેળવવા માટે તેમનું પોતાનું ક્ષમતાવર્ધન કર્યું છે.

કેવીએસએસ વિકલાંગ વ્યક્તિઓની સહભાગિતાને પ્રોત્સાહન પુરું પાડવામાં પહોંચ ના મહત્વને જાણે છે. તેથી તેણ્રે અવરોધ મુક્ત વાતાવરણ સર્જવા માટે ભુકંપ પછીના તબક્કામાં સ્થાનિક સત્તાધિકારીઓ સાથે સમન્વય સાધવા માટે વિશિષ્ટ પ્રયત્નો કર્યા છે. ખાસ કરીને બાંધકામના તબક્કામાં હતાં તેવા જાહેર સ્થળો તથા ઇમારયોના ભૌતિક ઢાંચા અંગે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આવી ઇમારતો માટે સ્થાનિક સરકારના સમન્વયમાં ‘પહોંચ’ ની તપાસો હાથ ધરવામાં આવી છે.

વિકલાંગતાના પ્રશ્નો બાબતે કામ કરતા ‘હેન્ડિકેપ ઇન્ટરનેશનલ’ નામના આંઅરરાષ્ટ્રીય બિન-સરકારી સંગઠનના સંયુક્ત સહયોગથી ; બધા જ સંબંધિત અને અગત્યના સાથી મિત્રો માટે, સુલભતા અંગે જાગૃતી જગાવવા માટેના કાર્યક્રમો તથા પ્રયાસો હાથ ધરવામા આવ્યા છે. રહી ગયેલી ખામીઓ દૂર કરવા ભવિષ્યમાં કાર્યો કરાશે.

હેન્ડીકેપ ઇન્ટરનેશનલે, આ સમગ્ર પ્રક્રિયામાં સંબંધિત તકનિકી ટેકો, ક્ષમતા વર્ધન તથા કાર્યક્રમની દિશા તથા તેનો અમલ કરવા માટેના આયોજન બાબતે સમર્થન પૂરૂં પાડ્યું છે.

કેવીએસએસ 1995ના કાયદાને સરકાર, પ્રચાર-પ્રસાર માધ્યમો, ન્યાયતંત્ર તેમ જ સૌથી વધારે અગત્યનું તો, વિકલાંગ વ્યક્તિઓ સહિતના સમુદાય સાથે હિમાયત માટેના એક સાધન તરીકે જૂએ છે. વિકલાંગતા ધારા હેઠળની વિવિધ જોગવાઇઓના અમલ માટે પણ કેટેલાંક પ્રયત્નો તે કરી રહ્યું છે. જેમે કે, વિકલાંગ વ્યક્તિઓના પ્રતિનિધિત્વ દ્વારા ધારા હેઠળ રચાતી જિલ્લા કક્ષાની સમિતિઓને સક્રિય કરવી.
જો આવો સહયોગી અભિગમ કામ ના આવે તો આપણે શું કરી શકીએ?
જ્યારે રજૂઆતો તેમ જ સહયોગ કામ નથી આવતાં તેમ લાગે , ત્યારે સંબંધિત જૂથ વડી અદાલતમાં એક જાહેર હિત્ની અરજી (પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન-પીઆઇએલ) કરી શકે. કોઇપણ પગલાના અભાવથી બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થતું હોય તો સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી શકાય છે.

શિક્ષણ, રોજગાર, જાહેર વાહનોનો ઉપયોગ તથા નાગરિક સુવિધાઓ, જાહેર મકાનો અથવા જે એક કરતાં વધારે વિકલાંગ વ્યક્તિઓને અસર કરતી હોય તથા લાભ કરેતી હોય તેવી બાબતો અંગે જાહેર હિતની અરજીઓ કરી શકાય.
પલક જૈન નામની હલન-ચલનની ક્ષતિ ધરાવતી બાળાએ ઉચ્‍ચતર માધ્‍યમિકની પરીક્ષા (હાયર સેકન્‍ડરી) મા લગભગ ૭૦ ટકા મેળવ્‍યા. તેણે વિજ્ઞાનના વિષયોમાં ૭૫ ટકા મેળવ્‍યા તેણે ૨૦૦૦-૦૧ માં એમ.બી.બી.એસમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરી. જો કે તે હલન-ચલનની ક્ષતિ ધરાવતી હોઇ, તેને પ્રવેશ આપવામાં ન આવ્‍યો કારણ કે વિકલાંગ વિધાર્થી/વિધાર્થીનીઓને મેડીકલ તથા પેરા મેડીકલ અભ્‍યાસક્રમોમાં પ્રવેશ આપવા માટે, અનામતની કોઇ જોગવાઇ કરવામાં આવી હતી નહી. પલેક ગુજરાતની વડી અદાલતમાં ગુજરાત સરકાર તથા કેન્‍દ્રીકૃત પ્રવેશ સમિતિના અધ્‍યક્ષને તબીબી સંબંધિત અભ્‍યાસક્રમોમાં અનામતને આવી જોગવાઇનો નિર્દેશ કરતો પરમ આદેશ આપવા માટે મેન્‍ડેમસ રીટ અરજી કરી. વડી અદાલતે તેના તારીખ ૨૭-૧૧-૨૦૦૦ ના આદેશમાં વિકલાંગ વ્‍યકિતઓ માટે મેડીકલ તથા તેને લગતા અભ્‍યાસક્રમો માં અનામત આપવા માટે ગુજરાત સરકારને આદેશ કર્યો. પ્રવેશ આપવાના સમયે અરજદારને તેમની વિકલાંગતાના કારણોસર પ્રવેશ નકારી શકાય નહી. પરંતુ જો તેની વિકલાંગતાનો વ્‍યાપ એવો હોય કે, જેના કારણે તે તબીબી અભ્‍યાસ અને / અથવા ડૅાકટર તરીકે કાર્ય કરી શકે તેમ ના હોય તો, તેવા સંજોગોમાં તેમને પ્રવેશ આપવાનું નકારી શકાય. ઉપરોકત આદેશના આધારે વિકલાંગ વ્‍યકિત માટે મેડીકલ અભ્‍યાસક્રમમાં ૧ બેઠક અનામત રાખવામા આવી. જો કે તે જ વર્ષે મેડીકલના અભ્‍યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે આવી અરજી કરનાર પલક કરતાં વધારે ટકાવારી મેળવેલી અન્‍ય વિકલાંગ વ્‍યકિતઓ પણ હતી. તેથી પલકને પ્રવેશ મળ્યો ન હતો. પરંતુ વિકલાંગ વિધાર્થી/ વિધાર્થીનીઓ ને પ્રવેશ મેળવવા માટેની બેઠક અનામત ઉભી કરવા માટે, તેણે ઉઠાવેલી મુસીબતોથી અન્‍ય કોઇ વિકલાંગ વ્‍યકિતને લાભ થયો હતો. તથા ભવિષ્‍યમાં આવી ઘણી વધુ વ્‍યકિતઓને લાભ થવાની શકયતા પણ છે.
ગુજરાતમાં ગુજરાત સ્‍ટેટ લિગલ સર્વિસિસ ઓથોરીટી – જી.એસ.એલ.એસ.એ (ગુજરાત રાજય કાનુની સેવા સત્‍તા મંડળ) માનસીક બીમારી વાળા લોકો કે અન્‍ય વિકલાંગ લોકો સહિતનાં નબળા વર્ગોને વિનામુલ્યે કાનુની સેવાઓ પુરી પાડે છે. ‘પરમેનન્‍ટ લિગલ સર્વિસિસ કલિનિક (કાયમી કાનુની સેવા કલિનિક) અઠવાડીયાના બધાજ દિવસોએ ચોવીસે કલાક વિના મુલ્‍યે કાનુની સેવા પુરી પાડે છે. વૃધ્‍ધો , સ્‍ત્રીઓ , લશ્‍કરના જવાનો વગેરેને સહાય પુરી પાડવા માટે વિવિધ એકમો ઉભા કરવામાં આવ્‍યા છે. શારીરીક તેમજ માનસીક બિમારી ધરાવતાં વિકલાંગ લોકો માટે માર્ચ -૨૦૦૩ માં એક ખાસ એકમ ઉભુ કરવામાં આવ્‍યુ હતું. આ કિલનિક બાળકો તથા સામાજિક કાર્યકરો માટે અર્ધકાનુની તાલીમ પણ યોજે છે. ઉપરોકત વિગતો ઉપરાંત તે જીલ્‍લા કક્ષાએ અદાલતો તથા કાનુની શાક્ષરતા શિબિરોનું પણ તેના હરતા – ફરતા કાનુની સેવાઓના એકમો દવારા સામાજિક તથા આર્થિક રીતે છેવાડે ફેકાઇ ગયેલા લોકોને યોગ્‍ય સમયે ન્‍યાય મળી રહે તે માટે આયોજન કરે છે.
વધુ વિગત માટે સંપર્ક સાધો.
ગુજરાત સ્‍ટેટ લિગલ એઇડ સોસાયટી
બંગલા નંબર-૧૨ , ડફનાળા, શાહિબાગ. અમદાવાદ.-૩૮૦૦૦૪
ફોન નંબરય્ઃ૦૭૯-૨૨૮૫૦૯૯૯ , ૨૨૮૬૩૮૯૩
અમદાવાદમાં અન્‍ય કાનુની સેવા કેન્‍દ્રો
જૂની હાઇકોર્ટ સંકુલ, આશ્રમ રોડ, અમદાવાદ-૯
ફોન નંબરઃ૦૭૯-૨૭૫૪૦૫૮૩
કાયદાકીય માહિતી અહીંથી પણ મેળવી શકાય.
બંગલા નંબર-૨૯ , જજીસ બંગલો, બોડકદેવ, વ‍સ્‍ત્રાપુર અમદાવાદ.
વિકલાંગતા ધરાવતી વ્‍યકિતઓને લાગુ પડતા અન્‍ય કાયદાઓ.
 • ધી નેશનલ ટ્રસ્‍ટ એકટ-૧૯૯૯, મગજનો લકવો, મંદ બુ‍ધ્ધિ તથા બહુ વિકલાંગતા ધરાવતી વ્‍યકિતઓ માટેનો રાષ્‍ટ્રીય ટ્રસ્‍ટ ધારો-૧૯૯૯
 • માનસિક આરોગ્‍ય ધારો-૧૯૮૭,
 • ભારતીય પુનઃર્વસન પરિષદ ધારો( આર.સી.આઇ-૧૯૯૨)
અહી કેટલાક ખાતા અને સંગઠનોના સરનામા આપ્‍યા છે. જેમનો સંપર્ક તમે સાધી શકો છો.
 
ડેટા ટેબલ ખાતા અને સંગઠનોના સરનામા
કમિશનરશ્રી, વિકલાંગ વ્યક્તિઓ માટેના બ્લોક - ૧૬ , ભોયતળીયે, ડૉ. જીવરાજ મહેતા ભવન ગાંધીનગર.-૩૮૨૦૧૦ ફોન - +૯૧-૭૯-૨૩૨૫૬૭૪૬ / ૪૭ નિયામકશ્રી, ગુજરાત કાઉન્‍સીલ ઓફ એનયેકશનલ રિસર્ચ એન્‍ડ ટ્રેનીંગ , વિધા ભવન, ઉધોગ ભવનની સામે, સેકટર-૧૨ , ગાંધીનગર.
માહિતી નિયામકની કચેરી, બ્‍લોક – ૭ , બીજો માળ, જુના સચિવાલય, ગાંધીનગર-૩૮૨૦૧૦ ફોન નં-૨૩૨૨૦૩૪૭, ૨૩૨૨૦૩૫૪ જીલ્‍લા પ્રથમિક શિક્ષણ કાર્યક્રમ (ડી.પી.ઇ.પી) જુના એમ.એલ.એ કેન્‍ટીન કેમ્‍પસ, સેકટર -૧૭ , ગાંધીનગર-૩૮૨૦૧૦ ફોન નં-૨૩૨૩૫૦૬૯
સમાજ સુરક્ષા કચેરી, બ્‍લોક નંબર-૧૬ જુના સચિવાલય, ડૅા. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર-૩૮૨૦૧૦ ફોન નં-૨૩૨૫૬૩૦૯ , ૨૩૨૫૬૩૧૦ ગુજરાત સ્‍ટેટ ફાઇનાન્‍સ કોર્પોરેશન ,બ્‍લોક -૧૦ ઉધોગ ભવન, સેકટર -૧૧ ગાંધીનગર. ફોન નંબર-૨૩૨૨૬૨૩૨, ૨૩૨૨૬૨૫૪
સામાજિક ન્‍યાય તથા અધિકારીતા વિભાગ, બ્‍લોમ – પ , આંઠમો માળ, નવા સચિવાલય, ગાંધીનગર-૩૮૨૦૧૦, ફોન -૨૩૨૨૦૩૮૫ ગુજરાત સ્‍ટેટ ફાઇનાન્‍સ કોર્પોરેશન, ક્ષેત્રીય કચેરી, ચિલ્‍ડ્રન હોસ્પિ‍ટલ બિલ્‍ડીંગ, રસાલા માર્ગ, એલીસબ્રીજ, અમદાવાદ-૩૮૦૦૦૯ ફોન નં-૦૭૯-૨૬૪૨૪૪૮૦
 
સાધન સહાયની ખરીદી તથા તે બેસાડવા માટેની (એડીઆઇપી) યોજનાનો અમલ કરતી સંસ્‍થાઓનાં સરનામાં
 
ડેટા ટેબલ સાધન સહાયની ખરીદી તથા તે બેસાડવા માટેની (એડીઆઇપી) યોજનાનો અમલ કરતી સંસ્‍થાઓનાં સરનામાં
મેડીકલ કેર સેન્‍ટર ટ્રસ્‍ટ કે.જી. પટેલ બાળકોની હોસ્પિ‍ટલ, જલારામ માર્ગ, કારેલીબાગ, વડોદરા-૩૯૦૦૧૮ ફોન ન-૦૨૬૫-૨૪૬૩૯૦૬, ૨૪૬૨૪૦૪ પીએનઆરએસ સોસાયટી ફોર રિલીફ એન્‍ડ રિહેબિલિટેશન ઓફ ડિસએબલ્‍ડ ૫૧, વિધાનગર, ભાવનગર-૩૬૪ ૦૦૨ ફોન નં- ૦૨૭૮-૨૪૨૦૮૩૬, ૨૪૨૩૯૧૭, ૨૪૩૧૧૫૦, ૨૪૨૯૩૨૬ ,૨૪૩૧૧૬૦
અંધજન મંડળ ,સૂરદાસ માર્ગ આઇ.આઇ.એમ સામે, વસ્‍ત્રાપુર, અમદાવાદ-૩૮૦ ૦૧૫, ફોન નં-૦૭૯-૨૬૩૦૪૦૭૦ , ૨૬૩૦૫૦૮૨ વી-વન સોસાયટી, ભૂમિજા કોમ્‍પલેક્ષ, મિશન ટ્રેનિંગ કમ્‍પાઉન્‍ડ સામે, ફતેગંજ , વડોદરા,- ૩૯૦ ૦૦૨, ફોન-૦૨૬૫-૨૭૯૧૬૨૧
અંધ-અપંગ કલ્‍યાણ કેન્‍દ્ર જનતા નગર રોડ, ઘાટલોડીયા, અમદાવાદ-૩૮૦૦૬૩ શ્રી કે . એલ. ઇન્સ્ટિટયુટ ફોર ધી ડેફ, ૫૧, વિધાનગર, ભાવનગર-૩૬૪ ૦૦૨ફોનઃ ૦૨૭૮-૨૪૩૧૧૫૦, ૨૪૨૯૩૨૬
 
આ પુસ્તિકા અંધ જન મંડળ, હેન્ડિકેપ ઇન્‍ટરનેશનલ તથા ઉન્‍નતિ – વિકાસ સંગઠન દવારા સંયુકત પણે પ્રકાશિત કરવામાં આવી છે.
અંધજન મંડળ (બી.પી.એ)
અંધ જન મંડળ (બી.પી.એ) ની સ્‍થાપના ૧૯૫૪ માં કરવામાં આવી હતી. તે દ્રષ્ટ્રિની ક્ષતિ વાળા લોકો,હલન-ચલનની વિકલાંગતા વાળા લોકો, સાંભળવા તથા બોઇવાની ક્ષતિવાળા લોકો તથા એક કરતાં વધારે પ્રકારની વિકલાંગતા ધરાવતા હોય તેવા વિકલાંગ લોકો સહિતની વિવિધ પ્રકારની વિકલાંગતા ધરાવતા લોકોના પુનઃર્વસન માટે પ્રત્‍યક્ષ કામ કરતી સંસ્‍થા છે. અંધજન મંડળ વિકલાંગતાના પ્રશ્નો બાબતે રાજય તથા રાષ્‍ટ્રીય કક્ષાએ સમન્‍વય સાધવાનું કાર્ય (નેટવર્કિંગ) તથા તેની હિમાયત પણ કરે છે.
ઉન્‍નતિ – વિકાસ શિક્ષણ સંગઠનઃ
ઉન્‍નતિ વિકાસ શિક્ષણ સંગઠન એક સ્‍વૈચ્છિક બિન-નફાકારક સંગઠન છે. ૧૯૯૦માં તેની નોંધણી સોસાયટીઝ રજિસ્‍ટ્રેશન એકટ-૧૮૬૦ હેઠળ કરવામાં આવી હતી. હાલ એમ ગુજરાત અને રાજસ્‍થાનમાં વિકાસલક્ષી પ્રયાસોને વ્‍યુહાત્‍મક સમસ્‍યા આધારિત સમર્થન પુરુ પાડી રહયા છીએ. તેનો મુખ્ય હેતુ સામાજિક સમાવેશ અને લોકશાહી શાસનને પ્રોત્‍સાહન આપવાનો છે. કે જેથી આપણા સમાજના વંચિત વર્ગો મુખ્‍ય પ્રવાહના વિકાસ અને નિર્ણય પ્રક્રિયામાં અસરકારક રીતે ભાગીદર થવા સક્ષમ બને.

ઉપરોકત હેતુ સહઃભાગી સંસોધન, લોક શિક્ષણ, હિમાયત, પ્રત્‍યક્ષ ક્ષેત્રીય સ્‍તરનુ કાર્ય અને અનેક હિત ધારકો સાથે અમલ દવારા પાર પાડવામાં આવે છે. નાગરિકોને પાયોના અધિકારો પ્રાપ્‍ત થાય તે માટે, નિતી વિષયક પરિવર્તન લાવવા અમે સ્‍થાનિક સ્‍તરે કામ કરીએ છીએ અને તેની સાથે અમે વંચિત વર્ગોની લગત અને સહ-ભાગીઓની તાકાત માથી પ્રેરણા પ્રાપ્‍ત કરીએ છીએ.
હેન્‍ડીકેપ ઇન્‍ટરનેશનલઃ (એચ.આઇ)
તે એક આંતર-રાષ્‍ટ્રીય બીન-સરકારી સંગઠન છે. અને તે ભારતમાં ૧૯૮૮ થી કાર્યરત છે. હેન્‍ડીકેપ ઇન્‍ટરનેશનલ, ભારતમાં વિકલાંગતા ધરાવતી તેમજ અન્‍ય અસહાય વ્‍યકિતઓ માટે સમાવેશ, અવરોધ મુકત, તથા અધિકાર આધારિત સમાજના નિર્માણ માટેની કાર્ય પ્રવૃત્તિ ઓનું સમર્થન કરે છે.

એચ.આઇ વિકલાંગતાની પરિસ્થિતીની પાછળ રહેલા કારણ, પ્રકાર તથા વાતાવરણને ધ્‍યાનમાં લીધા સિવાય, સમાવેશક સમાજની દ્રષ્ટિથી કામ કરતા હોય તેવા લોકો સ્‍થાનીક તથા આંતર-રાષ્‍ટ્રીય સંગઠનો તેમજ સરકારો સાથે કામ કરે છે. કે જેમાં અ-સહાય વ્‍યકિતની જીંદગીને કેવી રીતે વધારે સુખાકારી, આરામ દાયક કે સલામત ભરી બનાવી શકાય, લોકોને સમાન અધિકારો તથા તકો મળી શકે તેમજ તેઓ કેવી રીતે તેમની જીંદગી સ્‍વમાન પુર્વક જીવી શકે, તથા આનંદ તેમજ સંતોષની લાગણીનો અનુભવ કરી શકે તે માટેની દ્રષ્ટિથી માહિતગાર કરે છે.
* લોકો એટલે, નાત, જાત કે ધર્મના ભેદભાવ સિવાય વિકલાંગ ‍વ્‍યકિતઓ તથા અન્‍ય સંભવિત જોખમની પરિસ્થિતીમાં રહેતી વ્‍યકિતઓ તેમના કુટુંબો તથા તેમના સમાજનો જેમા સમાવેશ થાય છે. તેવા લોકો.
વિકલાંગ વ્‍યકિત તરીકે આપણે ઘણી વાર એમ વિચારીએ છીએ અને શોધીએ છીએ કે...........
 • આપણા અધિકારોનું રક્ષણ કરવા માટે કોઇ કાનુની જોગવાઇઓ છે. ?
 • કામના ‍સ્‍થળે આપની સાથે ભેદભાવ રખાય તો આપણે શુ કરી શકીએ ?
 • કોઇ શૈક્ષણિક સંસ્‍થામાં જો પ્રવેશ ના મળે તો, આપણે કોનો સંપર્ક કરીએ. ?
 • ગુજરાતમાં આપણા શિક્ષણ અને રોજગારીના અધિકારોનું રક્ષણ કયા સંગઠનો કરે છે. ?
 • આપણે આપણા અધિકારો મેળવવામાં કયા અગત્‍યના દસ્‍તાવેજોની જરૂર પડે ?
 • એ કેવી રીતે અને કયાંથી મળે ?
આ પુસ્તિકા વિકલાંગતા ધરાવતી વ્‍યકિતઓનાં ખાસ કરીને શિક્ષણ અને રોજગારી વિષેના અધિકારો અંગે વિકલાંગ ‍વ્‍યકિતઓ (સમાન તકો , અધિકારોનું રક્ષણ અને સંપૂર્ણ સહભાગીતા) ધારો-૧૯૯૫ નાં સંદર્ભમાં માહિતી આપે છે. તેમાં એવા સફળ કહાનીઓ અને પ્રયાસો પણ છે. કે જે આ ધારાને સક્ષમતા ઉભુ કરનાર સાધન તરીકે દર્શાવે છે.પ્રશ્નોત્‍તરી અને માર્ગદર્શિકા તરીકે આ પુસ્તિકા વિકલાંગ વાચકોને તેમની સર્વ સામાન્‍ય ચિંતાઓ અને પ્રશ્નો દુર કરવામાં મદદરૂપ થશે તેમ ઇચ્‍છીએ છીએ.
કોને લાભ થશે. ?
 • વિકલાંગતા ધરાવતી વ્‍યકિતઓ અને તેમની સાર સંભાળ રાખનારાને
 • વિશિષ્‍ટ સંસ્‍થાઓ, બીન-સરકારી સંગઠનો અને સરકારી ખાતાઓને
 • વિકલાંગોના અધિકારોનું રક્ષણ અને સમાન તકો સંબંધી માહિતી મેળવવા માંગતી અન્‍ય કોઇપણ વ્‍યકિતને
ડેટા ટેબલ વિકલાંગ સંસ્થા ના સરનામું
અંધજન મંડળ, જગદીશ પટેલ ચોક, સૂરદાસ માર્ગ, આઇ.આઇ.એમ પાસે, વસ્‍ત્રાપુર, અમદાવાદ-૩૮૦૦૧૫
ફોન નં-૦૭૯-૨૬૩૦૪૦૭૦, ૨૬૩૦૫૦૮૨
ઇ-મેલ : blinabad1@sancharnet.in
ઉન્‍નતિ વિકાસ શિક્ષણ સંગઠન
જી-૧/૨૦૦, આઝાદ સોસાયટી, અમદાવાદ.-૩૮૦૦૧૫
ફોન નં-૦૭૯-૨૬૭૪૬૧૪૫,૨૬૭૩૩૨૯૬
ઇ-મેલ : unnatiad1@sancharnet.in
હેન્ડિકેપ ઇન્‍ટરનેશનલ
રૂપદીપ, ૩૯, સુદર્શન સોસાયટી, ભાગ-૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩
ફોન નં-૦૭૯-૫૫૪૨૫૬૪૬
ઇ-મેલ : inclusion@hi-india.org