ગુજરાત સરકારના સામાજિક  ન્યાય અને અધિકારીતા વિભાગનું  મુખ્ય કાર્ય  સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ દ્વારા  વિકાસને કેન્દ્રમાં રાખી નીચે  જણાવેલ પછાત જાતિઓનાં કલ્યાણ માટેની યોજનાઓ  અમલમાં મુકેલ છે.
 - અનુસૂચિત જાતિઓ
  - વિકસતી જાતિઓ
  - સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો
  - અલ્પ સંખ્યક સમુદાયો
  
 અનાથ, નિ:સહાય, ભિક્ષુક અને વૃદ્ધ વ્યક્તિઓ માટે પણ  કલ્યાણકારી યોજનાઓ આ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે.
 આ વિભાગ દ્વારા અમલિત કલ્યાણકારી યોજનાઓનું બહોળા  સ્વરૂપે નીચે મુજબ વર્ગીકરણ કરવામાં આવેલ છે.
  - શિક્ષણ
  - આર્થિક ઉત્કર્ષ
  - આરોગ્ય અને આવાસન
  - અન્ય યોજનાઓ