Top
ઉદ્દેશો
 
  • રબારી અને ભરવાડ જાતિઓના પ્રશ્‍નો તપાસવા અને તેના ઉકેલ માટે પ્રયત્‍નો કરવા.
  • રબારી તથા ભરવાડ જ્ઞાતિના સર્વાંગી વિકાસ માટે સામાજીક, સાંસ્‍કૃતિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્‍કર્ષ માટેની તમામ પ્રવૃત્તિ હાથ ધરવી.
  • ધંધા, રોજગાર, ખેતી, પશુપાલન, ડેરી ઉઘોગ, ગૃહ ઉઘોગ-સ્‍વરોજગારીને લગતી વિવિધ પ્રવૃત્તિઓની યોજનાઓ બનાવવી અને તે માટે નાણાકીય સંસ્‍થાઓ રાજય સરકાર, કેન્‍દ્ર સરકાર, તેમજ તેમના સંદર્ભના બોર્ડ-નિગમોના સાનિઘ્‍યમાં રહી નાણાંકીય ધીરાણ અને લોન- માર્ગદર્શન આપવું.
  • પશુપાલન, પશુસંવર્ધન અને તેને આનૂસાંગિક વ્‍યવસ્‍થા માટેની આધુનિક પઘ્‍ધતિઓ બાબતમાં વૈજ્ઞાનિક સંશોધનો કરવા અને તે અંગેની જાગૃતિ લાવવા સેમીનારો, પ્રવાસ, કેમ્‍પ યોજવા તથા અન્‍ય દેશોમાં પણ પશુપાલનને લગતી આધુનિક પ્રવૃત્તિનો અભ્‍યાસ કરી રબારી ભરવાડ જ્ઞાતિમાં પશુપાલન વ્‍યવસાય અંગેની તમામ મદદ કરવી, વ્‍યાપ વધારવાની તમામ કામગીરી હાથ ધરવી. પશુધન, પઘ્‍ધતિ નિર્દેશન હરીફાઈઓ યોજવી, મેળા યોજવા, માર્ગદર્શન આપવું.
  • ખેતી પશુપાલનના વ્‍યવસાય માટે તેમજ શિક્ષીત બેરોજગારોને રોજગારી આપવા ઢોર ખરીદવા તેના શેડ ઉભા કરવા તેમજ માલ-સામાનના હેરફેર માટે જરૂરી ટ્રક, ટ્રેકટર, ટેમ્‍પા,રિક્ષા, છકડા, વિગેરે વાહનોની લોન સહાય આપવી. તેમજ તેને આનુસાંગિક તમામ પ્રવૃત્તિ હાથ ધરવી.
  • રબારી અને ભરવાડ જ્ઞાતિના પુનઃવસવાટ માટે રહેઠાણના પ્રશ્‍નો હલ કરવા માટે સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ સરકારી ખાનગી માલિકીની જમીનો મેળવી તેના પર વસાહતો ઉભી કરવી તેમજ ગુજરાત હાઉસીંગ બોર્ડ, સ્‍લ્‍મ કલીયરન્‍સ બોર્ડ, સહકારી ધોરણે કામ કરતી સંસ્‍થાઓ સાથે સંલગ્ન થઈ ગંદા વસવાટો નાબૂદ કરી રખડતું, ભટકતું જીવન સ્‍થાયી કરવા માટે રહેણાંકના સંકુલો ઉભા કરી. રસ્‍તા, વિજળી, પાણી વિગેરેની વ્‍યવસ્‍થા ઉભી કરવા સરકારશ્રીની આવાસ માટેની તમામ યોજનાના લાભો મેળવવા.
  • રબારી ભરવાડ જ્ઞાતિ ઘ્‍વારા પાળવામાં આવતા પશુઓ જેવા કે ગાય, ભેંસ, ધેટા-બકરા, ઉંટ વિગેરેના ચરીયાણ માટે ગૌચરની જમીનો નીમ કરાવવી આરક્ષિત ગૌચર ને રક્ષણ અપાવવું સરકારી પડતર ખરાબાની કે માલિકીની જમીનોમાં ધાસચારો ઉગાડવો તે માટે સિંચાઈના જરૂરી સાધનો ઉભા કરવા પશુઆહારના સંગ્રહ માટે તેમજ પશુઆહારના ઉત્‍પાદન લે-વેચ અંગેની તમામ પ્રવૃત્તિઓ હાથ ધરવી.
  • રબારી ભરવાડ જ્ઞાતિના શૈક્ષણિક, સામાજીક અને સાહિત્‍ય, સાંસ્‍કૃતિક ક્ષેત્રોમાં રહેલા પ્રતિભાશાળી આગવી પ્રતિભા ધરાવતા લોકોની માહિતી એકઠી કરી સંકલન કરવુ તેમને પ્રોત્‍સાહિત કરવા તેમજ રમત-ગમત તેમજ ઉચ્‍ચ અભ્‍યાસ માટે પ્રોત્‍સાહન આપવું જેના માટે વાંચનાલયો ઉભા કરવા તેમજ તમામ માહિતી એકત્ર કરી સામાયિકો બહાર પાડવા, નિભાવવા અને સામાયિકોને પ્રોત્‍સાહન આપવું સમાજને લગતા તમામ પુસ્‍તકો લેખકો, સંશોધનો એકઠા કરવા સંકલન કરવું તેના માટે સંકુલો ઉભા કરવા. પ્રકાશનો, પુસ્‍તકો પ્રસિઘ્‍ધ કરવા.
  • સહકારી ક્ષેત્રે ગોપાલક સહકારી મંડળીઓ કાર્યરત છે તેના પ્રશ્‍નો ઉકેલવા ગોપાલકોમાં સહકારી પ્રવૃત્તિનો વ્‍યાપ વધારવો, ગોપાલક મંડળીઓને મદદ કરવી, ધિરાણ આપવું, સહકારી ભાવના કેળવાય તે માટે તમામ ક્ષેત્રે મદદ કરવી.