આ યોજના હેઠળ ખાતા હેઠળની માન્ય સંસ્થાઓ,આંગણવાડી કાર્યકરો,આશાવર્કર,માન્યતા પ્રાપ્ત સખી મંડળો તેમજ મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો સમાજ કાર્ય,સમાજશાસ્ત્ર,બી.આર.એસ.વગેરે જેવા સામાજિક વિષયો સાથે અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ દ્રારા સર્વેની કામગીરી કરવામાં આવે તો આવી કામગીરી કરનાર વ્યક્તિને દિવ્યાંગ મિત્ર તરીકે ઓળખવાના રહેશે.જે દિવ્યાંગ મિત્ર દ્રારા જેતે લાભાર્થી પાસે જઈ રૂબરૂ સંપર્ક કરી ખાતાની દિવ્યાંગ,વૃદ્ધો,કેદી સહાયની યોજનાના ફોર્મ ભરાવવા,દિવ્યાંગ પ્રમાણપત્રો,આવકના દાખલા જેવા જરૂરી દસ્તાવેજો મેળવવા મદદરૂપ થવું. બેંક ખાતા ,આધાર કાર્ડ,રેશનકાર્ડ,ચૂટણીકાર્ડ જેવા અગત્યના દસ્તાવેજો મેળવવા કામગીરી કરાવવાની રહેશે.અને લાભાર્થીના ખાતામાં સહાય ,પેન્શન કે શિષ્યવૃત્તિની રકમ જમા થયા બાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્રારા જે તે દિવ્યાંગ મિત્રને લાભાર્થીની ખરાઇ કરી લાભાર્થી દીઠ રૂ. ૧૦૦ બેંક મારફતે ચુકવવામાં આવે છે. |