યોજનાની શરૂઆત |
|
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા.૨૮/૦૩/૨૦૦૭ ના ઠરાવ ક્રમાંક અપગ/૧૦૨૦૦૫/ન.બા-૪/છ-૧ થી દિવ્યાંગ વ્યક્તિઓના કુટુંબીજનોને વિમા સહાય આપવાની યોજના અમલમાં આવેલ છે. |
|
આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે. |
|
- ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ
- સમાજ સુરક્ષા ખાતાનું ઓળખકાર્ડ ધરાવનાર દિવ્યાંગ વ્યક્તિ
- વાર્ષિક રૂ.૬૦૦૦૦૦/- સુધીની આવક ધરાવનારને
|
|
સહાયની વિગત |
|
આ યોજના હેઠળ આપઘાત કે કુદરતી મૃત્યુ સિવાય બીજી કોઇપણ રીતે લાભાર્થીનું મૃત્યુ થાય કે કાયમી અપંગ બને તો આ યોજનાનો લાભ વીમા પોલિસીની શરતોને આધિન રહીને મળવાપાત્ર છે.જેમાં લાભાર્થીને રૂ. ૧૦૦૦૦૦/- સુધીનું વીમાકવચ મળવાપાત્ર છે. સહાય નીચે મુજબ મળવાપાત્ર છે. |
|
ક્રમ | સહાયની વિગત | ૧ | અકસ્માતના કારણે મૃત્યુ/કાયમી,સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં ૧૦૦ ટકા | ૨ | અકસ્માતના કારણે બે આંખ કે બે અંગ અથવા હાથ/પગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦ ટકા | ૩ | અકસ્માતના કારણે એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦ ટકા | ૪ | અકસ્માતના કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦ ટકા | |
|
દાવાની અરજી સાથે રજુ કરવાના દસ્તાવેજો |
|
- (૧) ૭/૧૨ નો ઉતારો,ખેડુતપોથી,ખેતમજુરનું કાર્ડ,અસંગઠિત કામદાર હોવા અંગેનું પ્રમાણપત્ર,તલાટી-કમ-શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર,શાળા-કોલેજ-આ.ઇ.ટી.આઇ ના વિદ્યાર્થીનું સંસ્થાનું પ્રમાણપત્ર,રમતગમત સાંસ્કૃતિક વિભાગ તેમજ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકૃત અધિકારીનું લાભાર્થી તરીકેનું લાગુ પડતું પ્રમાણપત્ર વિગેરે
- FIR
- અધિકૃત તબીબનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ
- જન્મ-મરણ નોંધણી અધિકારીનું મરણનું પ્રમાણપત્ર
- કાયમી અપંગતાના કિસ્સામાં સબંધિત જિલ્લાના સિવિલ સર્જન/સ્થાનિક અધિકૃત તબીબી અધિકારીનું પ્રમાણપત્ર
- જરૂર હોય ત્યાં ઉંમરનો પુરાવો(વીમા યોજનાના લાભાર્થીની મહત્તમ વય મર્યાદા રહેશે નહી)
- અસાધારણ કેસમાં પોસ્ટમોર્ટમ રીપોર્ટની અશક્યતાના કિસ્સામાં જિલ્લા કલેકટરશ્રીનું પ્રમાણપત્ર.
|
|
અરજી પત્રક. |
આ યોજના હેઠળ લાભાર્થીએ જે-તે જિલ્લાના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીને અરજી કરવાની રહેશે. |