- www.swavlambancard.gov.in નામની વેબસાઇટ પર જઇને આપની વિગતો ભરી જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરીને યુડીઆઇડી કાર્ડ મેળવી શકાશે
|
- યુડીઆઇડી કાર્ડ માટે જીલ્લા કક્ષાએ સિવિલ હોસ્પિટલ ના મુખ્ય તબીબી અધિકારી સહ સિવિલ સર્જનશ્રી તથા મેડીકલ કોલેજોમા તબીબી અધિક્ષકશ્રીઓની કચેરીઓ સંપર્ક કરી શકશો.આ ઉપરાંત જીલ્લા કક્ષાએ ઓનલાઇન અરજી કરવા તથા યુડીઆઇડી કાર્ડને લગતી અન્ય માહિતી માટે જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરી શકાશે.
|
- યુનિક ડિસેબીલીટી આઇડી કાર્ડ ભારત સરકાર દ્રારા નિયુક્ત કરેલ પ્રિંન્ટ એજન્સી મારફત લાભાર્થીના સરનામા પર પોસ્ટ દ્રારા મળશે
|
- આવનાર સમયમાં ભારત સરકાર દ્રારા વિવિધ યોજનાઓમા અમલીકરણ આ કાર્ડને અમલી બનાવવાનુ ભારત સરકારનુ આયોજન છે.
- રાજ્ય સરકાર બસ પાસમા યુડીઆઇડી નંબર મેળવે છે, તથા દિવ્યાંગતા ઓળખકાર્ડ તરીખે રાજ્ય સરકારને દિવ્યાંગને લગતી તમામ યોજનાઓમાં દિવ્યાંગ ઓળખકાર્ડ તરીખે માન્ય ગણશે.
- રાજ્ય સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના તા:૦૪/૧૨/૨૦૧૯ના ઠરાવથી તમામ ખાતાને યુડીઆઇડી પ્રોજેકટ પરથી આપવામાં આવતા દિવ્યાંગતા પ્રમાણપત્ર અને યુડીઆઇડી કાર્ડને દિવ્યાંગ લાભાર્થીઓને આપવામાં આવતા લાભો યોજનાઓ અનુસાર માન્ય રાખવા ઠરાવ કરવામાં આવેલ છે.
|