યોજનાની શરૂઆત |
|
સમાજ કલ્યાણ વિભાગના તા.૨૫/૦૯/૧૯૯૮ ના ઠરાવ ક્રમાંક અપગ/૧૦૯૦/ન.બા-૫/છ થી પોલિયોના દર્દીઓ માટે ઓપરેશન દરમિયાનના અને ઓપરેશન પછીના કાર્યક્રમો માટે સહાય આપવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. |
|
હેતુ |
|
ગરીબ પોલિયોગ્રસ્ત બાળકોને મફત ઓપરેશન અને ત્યારબાદની સારવાર મળી રહે અને સમાજના બાળકોની દિવ્યાંગતા અટકાવવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે. |
|
સહાયની વિગત. |
|
સમાજ સુરક્ષા ખાતા હેઠળ માન્યતા પ્રાપ્ત જે સંસ્થા પાસે હોસ્પિટલની અને સર્જનની સેવા ઉપલબ્ધ હોય તેવી સંસ્થા મારફતે આ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે.આ યોજના હેઠળ ઓપરેશન તથા દવા ખર્ચ મળીને રૂ. ૭૦૦૦/- તથા કેલીપર્સના રૂ. ૩૦૦૦/- આમ કુલ રૂ. ૧૦૦૦૦/-ની સહાય લાભાર્થી દીઠ મળવાપાત્ર છે. |
|
આ યોજના માટે માન્યતા પ્રાપ્ત સંસ્થાઓની યાદી |
|
ક્રમ | સંસ્થાનું નામ | ૧ | પી.એન.આર શાહ સોસાયટી,વિદ્યાનગર,ભાવનગર | ૨ | કરૂણા ટ્રસ્ટ,ઉસ્માનપુરા,અમદાવાદ | ૩ | પોલિયો ફાઉન્ડેશન,જીવરાજ પાર્ક,અમદાવાદ | |