Top
માઇક્રો  ફાઇનાન્‍સ (સ્વસહાય જૂથ માટેની યોજના)
હેતુ
  • નાના પાયાપર ધંધો/વ્‍યવસાય શરૂ કરવા માટે સ્‍વસહાય જુથો મારફતે લોન/સહાય આપવામાં આવે છે.
લોન મેળવવા માટેની પાત્રતા
  • અરજદાર ઠાકોર યા કોળી જાતિના હોવા જોઇએ.
  • તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂા. ૩ લાખ સુધીની રહેશે, જેમાં રૂા. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
  • અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને, ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
  • અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્‍યવસાયના કિસ્‍સામાં અનુભવ હોવો જરૂરી છે.
  • અરજદારે લોન મેળવવા માટે યોગ્‍ય જામીન આપવાના રહેશે
યોજનાની મુખ્‍ય લાક્ષણિકતાઓ
  • આ યોજનામાં લોનની મર્યાદા વધુમાં વધુ રૂ.૬૦,૦૦૦/- સુધીની છે.
  • વ્‍યાજનો દર વાર્ષિક પ % રહેશે.
  • આ યોજના હેઠળ ધંધા/ વ્‍યવસાયની રકમની ૯પ % લોન આપવામાં આવશે. જયારે લાભાર્થીએ પ % પોતાનો લાભાર્થી ફાળો આપવાનો રહેશે.
  • આ લોનની રકમ વ્‍યાજસહિત ૪૮ સરખા માસિક હપ્‍તામાં ભરપાઇ કરવાની રહેશે