Top
મહિલા સમૃદ્ધિ યોજના (મહિલાઓ માટે લઘુ સ્‍તરીય યોજના)
હેતુ
  • ઠાકોર યા કોળી જાતિઓની મહિલાઓ માટે સ્‍વરોજગારી ઉભી કરવા માટે લક્ષ્‍યાંક જૂથની મહિલા ઉદ્યોગ સાહસિકોને લઘુ ધિરાણ યોજના.
  • આ યોજના હેઠળ મહિલા લાભાર્થી પોતાની પસંદગીનો ધંધો/વ્‍યવસાય કરી શકશે.
લોન મેળવવા માટેની પાત્રતા
  • અરજદાર ઠાકોર યા કોળી જાતિના મહિલા હોવા જોઇએ
  • તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂા. ૩ લાખ સુધીની રહેશે, જેમાં રૂા. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
  • અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ
  • અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્‍યવસાયના કિસ્‍સામાં અનુભવ હોવો જરૂરી છે
  • અરજદારે લોન મેળવવા માટે યોગ્‍ય જામીન આપવાના રહેશે
યોજનાની મુખ્‍ય લાક્ષણિકતાઓ
  • લોનની મહત્તમ મર્યાદા રૂ.૬૦,૦૦૦/- સુધીની રહેશે
  • વ્‍યાજનો દર વાર્ષિક ૪ % રહેશે
  • આ યોજના હેઠળ ધંધા/ વ્‍યવસાયની રકમની ૧૦૦ % લોન આપવામાં આવે છે.
  • આ લોનની રકમ વ્‍યાજસહિત ૪૮ સરખા માસિક હપ્‍તામાં ભરપાઇ કરવાની રહેશે