- સફાઈ કામદાર એટલે કે જેઓ હાથથી મેલું ઉપાડવાની કામગીરીમાં પૂરા અથવા અંશકાલીન સમય માટે રોકાયેલી વ્યકિત અને તેના આશ્રિતો કે જેમને મેન્યુઅલ સ્કેવેન્જસૅના પુનઃસ્થાપન માટે સ્વરોજગાર યોજના (લ્ય્પ્લ્) હેઠળ અથવા કોઈ મોજણીમાં તે મુજબ મુકરર કરવામાં આવ્યા હોય.
- સફાઈ કામદારોની નોંધાયેલ સહકારી મંડળી
- લક્ષ્યાંક જૂથ દ્વારા રચવામાં આવેલાં વૈધાનિક મંડળો / પેઢીઓ.
- આ અંગે કરવામાં આવેલી મોજણીમાં જેનો સમાવેશ થતો ન હોય તેવા સફાઈ કામદારો અને તેમના આશ્રિતો માટે પરંતુ જેણે મહાનગરપાલિકા વિસ્તારમાં ફરજ બજાવતા સફાઈ કામદારો માટે સંબંધિત મહાનગરપાલિકાના ગેઝેટેડ ઓફિસરથી નીચેની કક્ષાના ન હોય તેવા અધિકારી, નગરપાલિકા/નોટીફાઈડ વિસ્તારમાં ફરજ બજાવતા સફાઈ કામદારો અને નગરપાલિકા બરો/નગર પંચાયત વિસ્તારમાં ફરજ બજાવતા સફાઈ કામદારો માટે ચીફ ઓફિસર, ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા સફાઈ કામદારો માટે તલાટીકમમંત્રીના પ્રમાણપત્ર ઉપર તાલુકા વિકાસ અધિકારી અથવા મામલતદારની પ્રતિ સહી (કાઉન્ટર સાઈન), સરકારી/અધિકારી અને કેન્દ્ર સરકારની કચેરીમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ માટે કચેરીના વડા અથવા જે તે કચેરીના ગેઝેટેડ ઓફિસરથી નીચેની કક્ષાના ન હોય તેવા અધિકારી તેમજ ખાનગી હોસ્પિટલો, હોટલો, રેસ્ટોરન્ટો વગેરેમાં સફાઈનું કામ કરતાં સફાઈ કામદારો, સોસાયટી/મહોલ્લામાં સફાઈનું કામ કરતા સફાઈ કામદારો, ખાનગી કોન્ટ્રાકટરો દ્વારા રોકવામાં આવેલ સફાઈ કામદારો, અન્ય જગ્યાએ કામ કરતા સફાઈ કામદારો માટે જે તે નોકરીદાતા દ્વારા અપાયેલ પ્રમાણપત્રમાં વિસ્તારને અનુલક્ષીને સંબંધિત અધિકારી અથવા રાજયપત્રિત ગેઝેટેડ મહેસુલી અધિકારી દ્વારા પ્રતિસહી (કાઉન્ટર સાઈન) કરેલ પ્રમાણપત્ર જેમનો હોદ્દો રાજય પત્રિત અધિકારીથી નીચેનો ન હોય તેમનું પ્રમાણપત્ર કરવાનું રહે છે.
- ધિરાણ મેળવવા માટે કોઈ આવકમર્યાદા નથી. આમ છતાં અન્ય તમામ બાબતો સરખી હોય તો નિગમ ગરીબી રેખાથી નીચેના સફાઈ કામદાર, મહિલાઓ, અશકત/અપંગ વ્યકિતઓ શિક્ષિત બેરોજગાર તથા અંશકાલિન સફાઈ કામદારોને અગ્રતા આપશે.
|