Top
એચઆઇવી પોઝીટીવ એઇડ્ઝથી ગ્રસ્ત/ અસર ગ્રસ્ત બાળકોને શિષ્યવૃત્તિ આપવાની યોજના
 
એચ.આઇ.વી. એઇડ્ઝની અસર પામેલ માતા-પિતાની માંદગીના કારણે કુટુંબની વાર્ષિક આવક સીમિત થઇ જતી હોય છે. માતા-પિતા અથવા સંતાન એચ.આઇ.વી ગ્રસ્ત હોય તો તેમને સમાજમાં આર્થિક અને માનસિક હાલાકી વેઠવી પડે છે. આથી આવા બાળકોના વિકાસ અને શિક્ષણ સારૂ શિષ્યવૃત્તિ (સ્કોલરશીપ)ની યોજના રાજ્ય સરકારે શરૂ કરી છે.
એચઆઇવી પોઝીટીવ એઇડ્ઝના કારણે અનાથ/નિરાધાર થયેલ બાળકો તેમજ એચ.આઇ.વી.ગ્રસ્ત બાળકોને આશ્રય/શિષ્યવૃત્તિ આપવાની યોજના રાજય સરકારે શરૂ કરેલ છે.
 
યોજનાનુ નામઃ- એચઆઇવી પોઝીટીવ એઇડ્ઝના કારણે અનાથ/નિરાધાર થયેલ બાળકોને આશ્રય/શિષ્યવૃત્તિ
 
પાત્રતાનુ ધોરણ‌:- આ યોજનાનો લાભ એચઆઇવી પોઝીટીવ એઇડ્ઝ ના કારણે અનાથ નિરાધાર થયેલ તેમજ એચ.આઇ.વી.ગ્રસ્ત બાળકોને જ આપવાનો રહેશે
 
શિષ્યવૃત્તિનો દર -
 
ક્રમ કક્ષા શિષ્યવૃત્તિનો દર
ધોરણ ૧ થી ૫ સુધીના રૂ.૫૦૦/-(માસિક રૂ.૫૦ લેખે દસ માસ માટે) સ્કુલ યુનિફોર્મના ખર્ચપેટે રૂ.૧૫૦૦/- વાર્ષિક ઉચ્ચક લેખે
ધોરણ ૬ થી ૧૦ સુધીના રૂ.૧૦૦૦/- (માસિક રૂ.૧૦૦ લેખે દસ માસ માટે) સ્કુલ યુનિફોર્મના ખર્ચપેટે રૂ.૧૫૦૦/- વાર્ષિક ઉચ્ચક લેખે
હાયર સેંકડરી ધોરણ-૧૧ અને ૧૨
ડે સ્કોલર માટે
હોસ્ટેલર માટે
રૂા.૪,૦૦૦/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂા. ૪૦૦/- પ્રમાણે દશ માસ માટે) રૂા.૧૦,૦૦૦/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂા. ૪૦૦/- પ્રમાણે દશ માસ માટે તથા માસિક રૂ.૬૦૦/- ભોજન તથા હોસ્ટેલ ચાર્જીસ)
બી.એ./બી.કોમ./બીએસી અને સમકક્ષ ડીગ્રી અભ્યાસ ક્રમ માટે ડે સ્કોલર માટે હોસ્ટેલર માટે રૂા.૬,૦૦૦/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂા. ૬૦૦/- પ્રમાણે દસ માસ માટે) રૂા.૧૨,૦૦૦/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂા. ૬૦૦/- પ્રમાણે દશ માસ માટે તથા માસિક રૂ.૬૦૦/- ભોજન ખર્ચ તથા હોસ્ટેલ ચાર્જીસ દશ માસ માટે )
તબીબી અને આયુર્વેદિક તથા હોમીયોપેથીક અભ્યાસક્રમમાં ડીગ્રી કોર્સ જેવા કે બી.એડ, બી.ઇ., બી.ટેક, એલ.એલ.બી., એમબીએ તથા સમકક્ષ અભ્યાસક્રમ તેમજ ડીપ્લોમા અભ્યાસક્રમના ડે સ્કોલર માટે રૂા.૧૦,૦૦૦/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂા. ૧,૦૦૦/- પ્રમાણે દસ માસ માટે)
હોસ્ટેલર માટે રૂા.૧૬,૦૦૦/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂા. ૧,૦૦૦/- પ્રમાણે દસ માસ માટે તથા માસિક રૂ.૬૦૦/- ભોજન તથા હોસ્ટેલ ચાર્જીસ માટે દસ માસ માટે )
અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ જેવા કે એમએસસી/એમ.ફીલ/એલએલએમ/એમએડ વિગેરે ડે સ્કોલર માટે રૂા.૧૦,૦૦૦/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂા. ૧,૦૦૦/- પ્રમાણે દસ માસ માટે)
હોસ્ટેલર માટે રૂા.૧૬,૦૦૦/- (ફી અને પુસ્તકો માટે માસિક રૂા. ૧,૦૦૦/- પ્રમાણે દસ માસ માટે તથા માસિક રૂ.૬૦૦/- ભોજન તથા હોસ્ટેલ ચાર્જીસ માટે દસ માસ માટે)
 
યોજનાની શરતો
 
  • બાળક અથવા તેના માતા પિતા અથવા બંન્ને એચઆઇવી પોઝીટીવથી પીડાતા હોવાનું સિવિલ હોસ્પીટલ કે ગુજરાત સ્ટેટ એઇડ્ઝ કંટ્રોલ સોસાયટીનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી સહાય મળવા પાત્ર થશે.
  • બાળક અભ્યાસ કરતું હોવાનું શાળાના આચાર્યનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • શિષ્યવૃત્તિ બાળક અભ્યાસ કરે ત્યાં સુધી મળવાપાત્ર થશે. પરંતુ દર વર્ષે બાળક અભ્યાસ કરતું હોવાનું શાળાના આચાર્યનું પ્રમાણપત્ર તેમજ લેવાતી પરિક્ષામાં બાળક ઉતીર્ણ થતું હોવા અંગેનું આચાર્યનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
  • જો બાળક અનુતીર્ણ થશે તો તેની શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવશે.
  • આ યોજના અમલીકરણ જિલ્લા કક્ષાએ જિલ્લાના ચિલ્ડ્રન હોમના અધીક્ષકે કરવાનું રહે છે. દરેક જિલ્લા સ્તરે સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટરકેર એપૃવલ સમિતી દ્વારા ભલામણોની સમીક્ષા કરી પાત્રતા બાળકોને શિષ્યવૃતિ ચુકવવા માટે આદેશ કરવાના રહેશે.