સદર સંસ્થામાં ૦થી૬વર્ષના સંભાળ અને રક્ષણ માટેની જરૂરીયાતવાળા બાળકોને ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના આદેશથી પ્રવેશ આપવામાં આવે છે. હાલરાજ્યમાં૦૮ સરકારી શિશુગૃહ (SAA) અને ૦૫ બીન સરકારી (ગ્રાન્ટ ઇન એઇડ ) શિશુગૃહ (SAA) અને ૦૩સ્વૈચ્છિક (અનુદાન ન મેળવતી) શિશુગૃહ કાર્યરત છે.તેમજ ૦૪ સ્વૈચ્છિક સ્પેશ્યલ એડોપ્શન એજન્સી (SAA) સંસ્થાઓ પરદેશમાં બાળકોને દત્તક આપવાની કામગીરી કરવા માટે સરકારશ્રીની માન્યતા આપવામાં આવેલ છે. સમગ્ર દેશમાં બાળદત્તકની કામગીરી અને નિયંત્રણ માટે સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરીટી (CARA) અને રાજ્યમાંસ્ટેટ એડોપ્શન રીસોર્સ ઓથોરીટી (SARA) કાર્યરત છે.બાળકને દત્તક/ઉછેર લેવા માટે ઇચ્છા ધરાવનાર અરજદાર દંપતિના આર્થિક, સામાજિક, કૌટુંબિક, શૈક્ષણિક આરોગ્ય વિેગેરે વિવિધ પાસાઓની ચકાસણી કરી સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરીટી (CARA) ની ગાઇડ લાઇન તથા નામ.સુપ્રીમ કોર્ટ અને નામ.હાઇકોર્ટ ધ્વારા વખતો વખત આપવામાં આવતા માર્ગદર્શક સૂચનો મુજબ બાળદત્તક /બાળઉછેરની કામગીરી કરવામાં આવે છે. ( સ્પેશ્યલાઇઝડ એડોપ્શન એજન્સી યાદી જોવા માટે અહિયા ક્લિક કરો. ) |