ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૧૧-૧૨થી ભારત સરકાર નીસંકલિત બાળ સુરક્ષા યોજના રાજ્યમાં અમલમાં આવેલ છે.જે હેઠળ રાજ્યકક્ષા એ ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી ( GSCPS) અને ગુજરાત સ્ટેટ એડોપ્શન એજન્સી (SARA) રચના કરવામાં આવેલછે. જેનાઅધ્યક્ષમાન. અગ્રસચિવશ્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને મુખ્ય કારોબારી અધિકારીશ્રીતરીકે નિયામકશ્રી, સમાજ સુરક્ષા ખાતું હોદ્દાની રૂએ કામગીરી કરે છે. જિલ્લા કક્ષાએ તમામ ૩૩જિલ્લાઓમાં જિલ્લા બાળ સુરક્ષા એકમની રચના થયેલ છે. જેના અધ્યક્ષજેતે જિલ્લાના માન.કલેક્ટરશ્રી અને સભ્યસચિવ તરીકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી હોદ્દાની રૂએ કામગીરી કરેછે. જુવેનાઇલ એક્ટની કલમ૧૦૬ ની જોગવાઇ મુજબ રાજ્ય અને જિલ્લાકક્ષા એ બાળ સુરક્ષા એકમ કામગીરી કરેછે. આ યોજનાની વધુ માહિતી માટે ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી ( GSCPS) ની website(www.gscpsdsd.in) નો સંપર્ક કરવો. |