Top
વિકલાંગ કલ્યાણ યોજના



પોલીયોના દર્દીઓ માટે શસ્‍ત્રક્રિયા અને તે પછીના કાર્યક્રમની યોજના.
 
ગરીબ પોલિયોગ્રસ્ત બાળકોને પોલિયોના મફત ઓપરેશન અને ત્યારબાદની સારવાર મળી રહે તેમજ સમાજમાં આ પ્રમાણેની દિવ્યાંગતા અટકાવવા અંગેના કાર્યક્રમો કરવા સારુ પોલિયોના દર્દીઓ માટે શસ્ત્રક્રીયા દરમિયાનના અને શસ્ત્રક્રિયા પછીના કાર્યક્રમની યોજના અમલમાં મુકેલ છે. જે સ્વૈછિક સંસ્થા પાસે હોસ્પિટલ અને સર્જનોની સેવા ઉપલબ્ધ હોય તેવી સંસ્થા મારફતે આ કાર્યક્રમો અમલમાં મુકવામાં આવે છે. આ યોજનાનો લાભ ગરીબ પોલિયોગ્રસ્ત લાભાર્થીને મફત ઓપરેશન અને ત્યારબાદની સારવાર મળી રહે તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. આ યોજના હેઠળ રૂ. ૧૦૦૦૦/- ની મર્યાદામાં લાભાર્થી દીઠ રૂ. ૭૦૦૦/-(પોલિયો ઓપરેશન અને દવા ખર્ચ માટે) અને રૂ. ૩૦૦૦/- કેલીપર્સના આમ, કુલ રૂ. ૧૦૦૦૦/-ની સહાય ચુકવવામાં આવે છે.