Top
વિકલાંગ કલ્યાણ યોજના



વિકલાંગ વિધવા બહેનોને મકાન બાંધકામ માટે સહાય આપવાની યોજના.
 
સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંકઃઅપગ-૧૦ર૦૦૭-ન.બા.ર૧-છ.૧, તા.૩૧-૩-૦૮ થી વિકલાંગ વિધવા બહેનોને મકાન બાંધકામ માટે રુ.૪૦,૦૦૦/- મકાન સહાય આપવાની યોજના મંજુર કરવામાં આવેલ છે. આ યોજનામાં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંકઃપરચ/૧૦ર૦૦૯/૮૧૯/લ, તા.૩૦-૬-ર૦૧૧ થી મકાન બાંધકામ સહાયમાં વધારો કરી રુ.પ૪,પ૦૦/- યુનિટ કોષ્‍ટ નકકી કરવામાં આવેલ છે.
 
  • રાજયની વિકલાંગ વિધવા બહેનોની પરિસ્‍થિતિ ધ્‍યાને લઇ તેઓ સમાજમાં સન્‍માનપૂર્વક જીવી શકે તે હેતુથી ૪૦ ટકા કે તેથી વધુ દરેક કેટેગરીની વિકલાંગતા ધરાવતી વિધવા મહિલાઓને આવાસ સહાય યોજના તરીકે ઓળખવામાં આવે છે.
  • ૧૮ વર્ષની ૬૦ વર્ષ સુધીની ઉંમરની વિકલાંગ (દરેક કેટેગરીની વિકલાંગ વિધવા મહિલા જે ૪૦ ટકા કે તેથી વધુની વિકલાંગતા ધરાવે છે, તેને) બહેનોને ફકત એક જ વખત આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે.
  • ગ્રામ પંચાયતના ચોપડે મકાન તરીકે નોંધાયેલ હોય તો પણ તદૃન કાચુ, ગાર-માટીનું, ધાસ પુળાનું કુબા ટાઇપનું મકાન જે રહેઠાણ માટે યોગ્‍ય ન હોય તે ધરાવનાર વિકલાંગ વિધવા મહિલાઓને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.એટલે કે ઇંટ, પત્‍થર, સીમેંટ જેવી પાકા મકાનની વ્‍યાખ્‍યામાં આવતુ મકાન ન હોય તેવી વ્‍યકિતને આ લાભ મળવાપાત્ર થશે.
  • અરજદારના નામે કે તેમના સ્‍વર્ગસ્‍થ પતિના નામે ગ્રામ પંચાયત/ રેવન્‍યુ/ સીટી સર્વેના અથવા અન્‍ય સક્ષમ કચેરીના દફતરે જમીનનો પ્‍લોટ નોંધાયેલ હોવો જોઇશે અને અરજદાર વ્‍યકિત તેનો કબજો ભોગવટો ધરાવતી હોવી જોઇએ.તેના માટે મિલ્‍કતવેરો ભરવાની પાવતી રજુ કર્યેથી માલિકીની ખાત્રી કરવાની રહેશે.
  • રેવન્‍યુ/ સીટી સર્વે વગેરેમાં જમીનનો પ્‍લોટ નોંધાયેલ ન હોય તો પણ જો રજીસ્‍ટર દસ્‍તાવેજોથી નોંધાયેલ હોય તો મિલ્‍કત તબદીલ થઇ હોય તેવા જમીનના પ્‍લોટના કબજેદાર વિકલાંગ વિધવા મહિલાને આ સહાય મળવાપાત્ર થશે.
  • શહેરી વિસ્‍તારોમાં શહેરી ગરીબો માટે અન્‍ય યોજના નીચે નિયત ધોરણો અનુસાર ખુલ્‍લો પ્‍લોટ ધરાવનાર વિકલાંગ વિધવા મહિલાને પણ આ સહાય મળવાપાત્ર થશે.
  • વારસાઇથી મિલ્‍કત પ્રાપ્‍ત કરેલ હોય અને તે અંગે રેવન્‍યુ/ સીટી સર્વે રેકર્ડમાં નોંધ ન થઇ હોય પરંતુ કુલ મિલ્‍કત ધારણ કરનાર તથા તેના વારસદારો આવી જમીન ઉપર મકાન બાંધવા માટેની જો સંમતિ આપતા હોય તો આવા પ્રત્‍યક્ષ કબજો ધરાવનાર વારસદાર અરજદારને પણ આ સહાયનો લાભ આપી શકાય.
  • અરજદાર જે સ્‍થળે મકાન બનાવવાના હોય તે શહેરી/ ગ્રામ્‍ય વિસ્‍તારમાં સળંગ પ વર્ષથી વસવાટ કરતા હોવા જોઇએ.
  • વિકલાંગ વિધવા એટલે પતિના અવસાન અંગેનો દાખલો જેમાં પતિના મૃત્‍યુની તારીખ દર્શાવેલ હોય તેવો સક્ષમ અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે.
  • આ યોજના હેઠળ મકાન સહાયની રકમ રુ.પ૪,૫૦૦/- (અંકે રુપિયા ચોપ્‍પન હજાર પાંચસો પુરા) રહેશે. જેમાં લાભાર્થીનો શ્રમ ફાળો રુ.૭,૩૦૦/- બાદ કરતા સહાયની રકમ રુ.૪૭,ર૦૦/- ચુકવવાની રહેશે.